UPSC Geologist ભરતી પરીક્ષાની તારીખ જાહેર, upsc.gov.in પર જુઓ શેડ્યૂલ

|

Nov 07, 2022 | 8:45 AM

UPSC : યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા જીઓલોજિસ્ટની ભરતીની સૂચના અનુસાર, લાયક ઉમેદવારોની પસંદગી પ્રિલિમ પરીક્ષા, મુખ્ય પરીક્ષા અને ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે.

UPSC Geologist ભરતી પરીક્ષાની તારીખ જાહેર, upsc.gov.in પર જુઓ શેડ્યૂલ
UPSC geologist Exam

Follow us on

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા જીઓલોજિસ્ટ ભરતી પરીક્ષા 2022 સંબંધિત એક મહત્વપૂર્ણ સૂચના જાહેર કરવામાં આવી છે. UPSC ભરતી દ્વારા જાહેર કરવામાં આવેલી નોટિસ અનુસાર, જીઓલોજિસ્ટની ભરતી પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે. જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ, જીઓલોજિસ્ટની ભરતી માટેની પ્રિલિમ પરીક્ષા ફેબ્રુઆરી 2023માં લેવામાં આવશે. આવી સ્થિતિમાં, જે ઉમેદવારોએ આ ખાલી જગ્યા માટે અરજી કરી હતી તેઓ યુપીએસસીની ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લઈને પરીક્ષાની વિગતો ચકાસી શકે છે.

UPSC દ્વારા બહાર પાડવામાં આવેલી આ ખાલી જગ્યા દ્વારા આ વર્ષે કુલ 285 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ ખાલી જગ્યા માટે અરજી પ્રક્રિયા 21 સપ્ટેમ્બર 2022ના રોજ શરૂ કરવામાં આવી હતી. જેમાં ઉમેદવારોને અરજી કરવા માટે 11 ઓક્ટોબર 2022 સુધીનો સમય આપવામાં આવ્યો હતો. અરજી કરેલા ઉમેદવારો નીચેની પરીક્ષાની તારીખપત્રક ચકાસી શકે છે.

UPSC Geologistની પરીક્ષાની તારીખ

  1. જીઓલોજિસ્ટ ભરતી પ્રિલિમ્સ પરીક્ષા તારીખ – 19 ફેબ્રુઆરી 2023
  2. જીઓલોજિસ્ટ રિક્રુટમેન્ટ પ્રિલિમ્સ એડમિટ કાર્ડ – પરીક્ષા પહેલા આવશે
  3. આજનું રાશિફળ તારીખ : 04-05-2024
    મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
    કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
    IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
    રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
    આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
  4. જીઓલોજિસ્ટ ભરતી મુખ્ય પરીક્ષા તારીખ- 24મી જૂન અને 25મી જૂન 2023
  5. પરિણામની તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી.

UPSC કમ્બાઈન્ડ જીઓ-સાયન્ટિસ્ટ 2023 પ્રિલિમ્સ પરીક્ષા માટેનું એડમિટ કાર્ડ પરીક્ષાના ત્રણ અઠવાડિયા પહેલા ઓફિશિયલ વેબસાઇટ – upsc.gov.in અને upsconline.nic.in પર ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ પરીક્ષાના આયોજન માટે અમદાવાદ, બેંગલુરુ, ભોપાલ, ચંદીગઢ, ચેન્નાઈ, કટક, દિલ્હી, મુંબઈ, દિસપુર, હૈદરાબાદ, પ્રયાગરાજ, પટના અને અન્ય સહિત વિવિધ પરીક્ષા કેન્દ્રો સ્થાપિત બનાવવામાં આવ્યા છે.

UPSC Geologist પરીક્ષાની વિગતો

UPSC દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ, જીઓલોજિસ્ટ ભરતી દ્વારા ઘણી અલગ-અલગ જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. જીઓલોજિસ્ટ ગ્રુપ Aની 216 જગ્યાઓ પર ભરતી થશે. આ ઉપરાંત કેમિસ્ટ ગ્રુપ Aની 19 જગ્યાઓ અને સાયન્ટિસ્ટ Bની 29 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે તેમજ અન્ય 21 બેઠકો વિવિધ પોસ્ટ માટે છે.

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા 19 ફેબ્રુઆરી, 2023ના રોજ Geologist ભરતી પ્રિલિમ્સ પરીક્ષા લેવામાં આવી રહી છે. જે ઉમેદવારો પ્રિલિમ પરીક્ષામાં લાયક ઠરે તો તેઓ પછી મુખ્ય પરીક્ષામાં હાજર રહેશે. મુખ્ય પરીક્ષા પછી, પસંદ કરાયેલા ઉમેદવારો UPSC ભરતી પ્રક્રિયાના સ્ટેજ 3 પર જશે, જે ઇન્ટરવ્યુ અને પર્સનાલિટી ટેસ્ટ છે.

Next Article