GAIL Recruitment : સિનિયર એન્જિનિયર સહિત ઘણા પદ પર વેકેન્સી, 2.5 લાખથી વધારે સેલરી

|

Jan 22, 2023 | 8:27 AM

ગેલ ઈન્ડિયા લિમિટેડ દ્વારા જાહેર કરવામાં આવેલા નોટિફિકેશન મુજબ, લાયક ઉમેદવારો પાસે સિનિયર એન્જિનિયરની જગ્યા માટે અરજી કરવા માટે 02 ફેબ્રુઆરી 2023 સુધીનો સમય છે.

GAIL Recruitment : સિનિયર એન્જિનિયર સહિત ઘણા પદ પર વેકેન્સી, 2.5 લાખથી વધારે સેલરી
GAIL Recruitment 2023

Follow us on

GAIL Recruitment 2023 : સરકારી નોકરી ઇચ્છુકો માટે સારા સમાચાર છે. ગેલ ઈન્ડિયા લિમિટેડ દ્વારા સિનિયર એન્જિનિયર સહિત ઘણી જગ્યાઓ પર ભરતી માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ સિનિયર એન્જિનિયર સહિત ઘણી જગ્યાઓ પર ભરતી થશે. આ ખાલી જગ્યા દ્વારા કુલ 277 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. તમે આ જગ્યા માટે ઓનલાઈન અરજી કરી શકો છો. અરજી કરવા માટે, ઉમેદવારોએ GAIL Recruitmentની ઓફિશિયલ વેબસાઇટ gailonline.comની મુલાકાત લેવી પડશે.

GAIL Ltd દ્વારા જાહેર કરાયેલી આ ખાલી જગ્યા માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આમાં અરજી કરવા માટે ઉમેદવારોને 02 ફેબ્રુઆરી 2023 સુધીનો સમય આપવામાં આવ્યો છે. આ પોસ્ટ્સ માટે અરજી કરવા માટે ઉમેદવારોએ નીચે આપેલા સ્ટેપ્સને ફોલો કરો.

GAIL Senior Engineer આવી રીતે કરો અપ્લાય

આ વેકેન્સી માટે અપ્લાય કરવા પહેલા ઓફિશિયલ વેબસાઇટ- gailonline.com પર જાઓ.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
  1. વેબસાઈટના હોમ પેજ પર Current Openingsની લિંક પર ક્લિક કરો.
  2. આ પછી CAREER OPPORTUNITIES IN VARIOUS DISCIPLINES લિંક પર જાઓ.
  3. આગલા પેજ પર Apply Online લિંક પર જાઓ.
  4. હવે માંગેલી વિગતો પહેલા રજીસ્ટ્રેશન કરો.
  5. રજીસ્ટ્રેશન પછી તમે અરજી ફોર્મ ભરી શકો છો.
  6. અપ્લાય કર્યા પછી પ્રિન્ટ લો.

GAIL Senior Engineer Recruitment 2023 અહીં ડાયરેક્ટ અપ્લાય કરો

GAIL Job Notification 2023 અહીં જુઓ

આ ખાલી જગ્યા માટે અરજી કરવા માટે, ઉમેદવારોએ ફી જમા કરાવવી જરૂરી છે. આ જગ્યાઓ માટે અરજી કરનારા જનરલ, OBC અને EWS ઉમેદવારોએ ફી તરીકે રૂપિયા 200 જમા કરાવવાના રહેશે. આ સિવાય SC, ST અને દિવ્યાંગ કેટેગરીના ઉમેદવારો મફતમાં અરજી કરી શકે છે. અરજી ફી ઓનલાઈન ભરી શકાશે. પાત્રતા અને વય મર્યાદાની વિગતો માટે ઓફિશિયલ નોટિફિકેશન જુઓ.

સેલરી ડિટેલ્સ

આ વેકેન્સીમાં અલગ-અલગ જગ્યાઓ માટે અલગ-અલગ પગાર ધોરણ છે. અરજી કરતા પહેલા, ઉમેદવારોએ વેકેન્સીની સંપૂર્ણ વિગતો તપાસવી જોઈએ.

  • સિનિયર એન્જિનિયર ગ્રેડ E2- 60,000 રૂપિયા થી 1,80,000 રૂપિયા સુધી
  • ચીફ મેનેજર ગ્રેડ E5 – 90,000 રૂપિયા થી 2,40,00 રૂપિયા સુધી
  • સિનિયર એન્જિનિયર (Chemical)- 60,000 રૂપિયા થી 1,80,000 રૂપિયા સુધી
  • સિનિયર એન્જિનિયર (Mechanical)- 60,000 રૂપિયા થી 1,80,000 રૂપિયા સુધી
  • સિનિયર એન્જિનિયર (Electrical)- 60,000 રૂપિયા થી 1,80,000 રૂપિયા સુધી
  • સિનિયર એન્જિનિયર (Instrumentation)- 60,000 રૂપિયા થી 1,80,000 રૂપિયા સુધી
  • સિનિયર એન્જિનિયર (GAILTEL TC/TM)- 60,000 રૂપિયા થી 1,80,000 રૂપિયા સુધી
  • સિનિયર એન્જિનિયર (Metallurgy)- 60,000 રૂપિયા થી 1,80,000 રૂપિયા સુધી
  • સિનિયર ઓફિસર (Fire & Safety)- 60,000 રૂપિયા થી 1,80,000 રૂપિયા સુધી
  • સિનિયર ઓફિસર (Marketing)- 60,000 રૂપિયા થી 1,80,000 રૂપિયા સુધી
  • ઓફિસર ગ્રેડ E1 – 50,000 રૂપિયા થી 1,60,000 રૂપિયા સુધી

Published On - 7:50 am, Sun, 22 January 23

Next Article