સરકારી નોકરી માટે નહીં આપી શકો નકલી સ્પોર્ટ્સ સર્ટિફિકેટ, હવે સોફ્ટવેર દ્વારા થશે વેરિફિકેશન

|

Jul 31, 2022 | 4:17 PM

સરકારી નોકરીઓમાં (Govt Jobs) ઉમેદવારો દ્વારા બનાવટી સ્પોર્ટ્સ સર્ટિફિકેટ જમા કરાવવાની લાંબા સમયથી એક સમસ્યા છે. હવે આ દસ્તાવેજોની પ્રામાણિકતા ચકાસવા અને ભરતી પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા માટે એક સોફ્ટવેર તૈયાર કરવામાં આવ્યું છે.

સરકારી નોકરી માટે નહીં આપી શકો નકલી સ્પોર્ટ્સ સર્ટિફિકેટ, હવે સોફ્ટવેર દ્વારા થશે વેરિફિકેશન
Government Jobs

Follow us on

સરકારી નોકરીઓ (Govt Jobs) મેળવવા માટે ઉમેદવારો દ્વારા બનાવટી સ્પોર્ટ્સ સર્ટિફિકેટ રજૂ કરવું એ લાંબા સમયથી એક સમસ્યા છે, પરંતુ હવે આ દસ્તાવેજોની પ્રામાણિકતા ચકાસવા અને ભરતી પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા માટે એક સોફ્ટવેર તૈયાર કરવામાં આવ્યો છે. નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર (NIC) નું આ સોફ્ટવેર મહારાષ્ટ્ર સરકારના વિવિધ વિભાગોમાં નોકરીઓ માટે અરજી કરતી વખતે ઉમેદવારો દ્વારા સબમિટ કરવામાં આવેલા રમતગમતના પ્રમાણપત્રોની પ્રામાણિકતા ચકાસશે.

ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે સોફ્ટવેર તૈયાર કરવામાં આવી રહ્યું છે

મહારાષ્ટ્ર રમતગમત કમિશનર ઓમ પ્રકાશ બકોરિયાએ પીટીઆઈ-ભાષાને જણાવ્યું હતું કે સોફ્ટવેરનું પરીક્ષણ તેના અંતિમ ચરણમાં છે અને તેનો ઉપયોગ ટૂંક સમયમાં શરૂ થશે. મહારાષ્ટ્ર સરકારના તમામ વિભાગોમાં ઓછામાં ઓછી રાજ્ય કક્ષાની ટુર્નામેન્ટ જીતનાર ઉમેદવારો માટે પાંચ ટકા ક્વોટા છે. આ ક્વોટા હેઠળ સબમિટ કરાયેલા રમતગમતના પ્રમાણપત્રોનું વેરિફિકેશન કરવાની વર્તમાન પ્રક્રિયા સમય માંગી લે તેવી છે. રાજ્ય રમતગમત કમિશનરેટના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે રમતગમત સંસ્થાઓ દ્વારા જાહેર કરાયેલા પ્રમાણ પત્રોની ડિઝાઇન અને કદ માટે કોઈ પ્રમાણભૂત ફોર્મેટ નથી.

નવા સોફ્ટવેર સાથે કામ શરૂ કરવાની યોજના

તપાસ અધિકારી માટે ટૂંકા ગાળામાં આવા દસ્તાવેજોની વાસ્તવિકતા ઓછામાં ઓછા સમયમાં ચકાસવી લગભગ અસંભવ છે. આવા કેસમાં ભરતી પ્રક્રિયા સાથે સંકળાયેલા અધિકારીઓને એનઆઈસી સોફ્ટવેર ખૂબ મદદરૂપ થશે. બકોરિયાએ જણાવ્યું હતું કે સમસ્યાના દૂર કરવા માટે એનઆઈસીની મદદ લેવામાં આવી હતી. આ પ્રક્રિયામાં ખેલાડીઓના પ્રમાણપત્રો એનઆઈસીના ક્લાઉડ સ્ટોરેજ પ્લેટફોર્મ મેઘરાજ પર અપલોડ કરવામાં આવશે.

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

ડેટા સ્ટોર કરવાની તેની વર્તમાન ક્ષમતા 70 જીબી છે અને તેને જરૂરિયાત મુજબ વધારવામાં આવશે. તેમણે કહ્યું કે અમે આઠ ઓગસ્ટથી નવા સોફ્ટવેર સાથે કામ શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છીએ. આ શરૂ થયા પછી દરેક નવા પ્રમાણપત્રમાં એક ક્યુઆર કોડ હશે, જે તેની પ્રામાણિકતા તપાસવા માટે ગમે ત્યાં અને કોઈપણ ઓથોરિટી દ્વારા સ્કેન કરી શકાય છે.

Next Article