BSF Recruitment : હેડ કોન્સ્ટેબલ અને ASI માટે જલદી અપ્લાય કરો, 1 લાખથી વધુ પગાર
BSF દ્વારા બહાર પાડવામાં આવેલી આ ખાલી જગ્યા દ્વારા હેડ કોન્સ્ટેબલ અને આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટરની જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આમાં અપ્લાય કરવા માટે ઓફિશિયલ વેબસાઇટ rectt.bsf.gov.in પર જાઓ.
BSF HC ASI Recruitment 2023 : બોર્ડર સિક્યોરિટી ફોર્સ દ્વારા હેડ કોન્સ્ટેબલ અને આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટરની જગ્યા માટે જાહેર કરાયેલી ખાલી જગ્યા માટેની અરજી ટૂંક સમયમાં જ બંધ થવા જઈ રહી છે. જે ઉમેદવારો હજુ સુધી આ જગ્યા માટે અરજી કરી શક્યા નથી તેઓ BSF ભરતીની ઓફિશિયલ વેબસાઇટ rectt.bsf.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે. આ ખાલી જગ્યા દ્વારા કુલ 31 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. અરજી કરતાં પહેલા વેબસાઇટની મુલાકાત લઈને નોટિફિકેશન ચેક કરો.
આ પણ વાંચો : Agniveer Recruitment 2023: એપ્રિલમાં યોજાશે અગ્નિવીર ભરતીની પરીક્ષા, જાણો કેવી રહેશે આ વખતે પરીક્ષાની પેટર્ન
BSF દ્વારા જાહેર કરાયેલી આ ખાલી જગ્યા માટે અરજી પ્રક્રિયા 03 ફેબ્રુઆરી 2023 થી ચાલુ છે. આમાં અરજી કરવા માટે ઉમેદવારોને 20 ફેબ્રુઆરી 2023 સુધીનો સમય આપવામાં આવ્યો છે. આ ખાલી જગ્યા માટે ફી સબમિટ કરવાની પણ આ છેલ્લી તારીખ છે. આવી સ્થિતિમાં ઉમેદવારોએ નીચે આપેલા સ્ટેપ્સને ફોલો કરીને શક્ય તેટલી વહેલી તકે અરજી કરવી જોઈએ.
BSF HC Application આ રીતે કરો અપ્લાય
- અપ્લાય કરવા માટે પ્રથમ ઓફિશિયલ વેબસાઇટ rectt.bsf.gov.in પર જાઓ.
- વેબસાઇટના હોમ પેજ પર Current Recruitment Openings લિંક ક્લિક કરો.
- આ પછી BSF Veterinary Staff & Printing Press HC, ASI, Constable Recruitment 2023 ની લિંક પર જાઓ.
- હવે Apply Online ના વિકલ્પ પર જાઓ.
- આગળના પેજ પર માંગવામાં આવેલી વિગતો પહેલાં રજીસ્ટ્રેશન કરો.
- રજીસ્ટ્રેશન પછી તમે અપ્લાય ફોર્મ ભરી શકો છો.
BSF HC Recruitment 2023 અહીં ડાયરેક્ટ અપ્લાય કરો.
વેકેન્સી ડિટેલ્સ
BSF દ્વારા જાહેર કરવામાં આવેલી આ ખાલી જગ્યા દ્વારા કુલ 31 પદો પર ભરતી કરવામાં આવશે. કુલ પોસ્ટમાંથી આસિસ્ટેન્ટ સબ-ઇન્સ્પેક્ટર (કમ્પોઝિટર એન્ડ મશીન મેન) ની 3 જગ્યાઓ, હેડ કોન્સ્ટેબલ (ઇન્કર એન્ડ વેયર હાઉસમેન) ની 2 જગ્યાઓ, હેડ કોન્સ્ટેબલ (વેટરનરી) ની 18 જગ્યાઓ અને કોન્સ્ટેબલ (કેનલમેન) ની 8 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે છે.
જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ 12મું પાસ ઉમેદવારો આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર અને હેડ કોન્સ્ટેબલની જગ્યાઓ માટે અરજી કરી શકે છે. આ ખાલી જગ્યામાં હેડ કોન્સ્ટેબલના પદ માટે પસંદ કરાયેલા ઉમેદવારોને લેવલ 4 હેઠળ રૂપિયા 25,000 થી રૂપિયા 81,100 સુધીનો પગાર મળશે. આ સિવાય અન્ય ભથ્થાનો લાભ પણ મળશે. વધુ વિગતો માટે ઓફિશિયલ નોટિફિકેશન જુઓ.