MPhil અને PhD વિદ્યાર્થીઓને મોટી રાહત, UGC એ થીસીસ સબમિટ કરવાની છેલ્લી તારીખ ફરી લંબાવી

|

Dec 01, 2021 | 5:20 PM

UGC MPhil PhD: એમફીલ અને પીએચડીનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર છે. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (UGC) એ એમફીલ (MPhil) અને પીએચડી (PhD) ઉમેદવારોને મોટી રાહત આપી છે.

MPhil અને PhD વિદ્યાર્થીઓને મોટી રાહત, UGC એ થીસીસ સબમિટ કરવાની છેલ્લી તારીખ ફરી લંબાવી
ફોટો - ugc.ac.in

Follow us on

UGC MPhil PhD: એમફીલ અને પીએચડીનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર છે. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (UGC) એ એમફીલ (MPhil) અને પીએચડી (PhD) ઉમેદવારોને મોટી રાહત આપી છે. આ એમફિલ અને પીએચડી થીસીસ સબમિટ કરવા સંબંધિત છે. યુજીસીએ એમફીલ અને પીએચડી થીસીસ સબમિટ કરવાની છેલ્લી તારીખ લંબાવી છે. આ સંદર્ભમાં યુજીસીએ તેની વેબસાઇટ ugc.ac.in પર એક નોટિસ પણ જાહેર કરી છે.

યુજીસી દ્વારા જાહેર કરાયેલી નોટિસ મુજબ, એમફીલ પીએચડી થીસીસ સબમિટ કરવા માટે 6 મહિનાનો વધારાનો સમય આપવામાં આવ્યો છે. પ્રથમ થીસીસ સબમિશનની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2021 હતી. હવે તેને વધારીને 30 જૂન 2022 કરવામાં આવી છે.

આ બીજી વખત છે જ્યારે યુજીસીએ ઉમેદવારોને 6 મહિનાનો વધારાનો સમય આપ્યો છે. અગાઉ, 16 માર્ચ 2021ના રોજ જાહેર કરાયેલી નોટિસમાં 6 મહિનાનો સમય વધારવામાં આવ્યો હતો. યુજીસીનું કહેવું છે કે, કોવિડ રોગચાળાને ધ્યાનમાં રાખીને, રિસર્ચ સ્કોલર્સના હિતોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. યુજીસીએ નોટિસમાં એ પણ જણાવ્યું છે કે, 30 જૂન 2022ની તારીખ એ તમામ વિદ્યાર્થીઓને લાગુ પડશે જેમની એમફીલ અથવા પીએચડી થીસીસ સબમિશન બાકી છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

થીસીસ સબમિટ કરવા માટે આપવામાં આવેલ વધારાના 6 મહિના થીસીસના પ્રકાશન અને બે કોન્ફરન્સમાં પ્રસ્તુતિ માટે લાગુ પડશે. એટલે કે, સ્કોલર પાસે તેમની થીસીસ પ્રકાશિત કરવા અને બે કોન્ફરન્સમાં પ્રસ્તુતિઓ આપવા માટે 30 જૂન 2022 સુધીનો સમય હશે. જો કે, જેઓને કોઈપણ ફેલોશિપનો લાભ મળી રહ્યો છે, તેમને માત્ર 5 વર્ષ માટે જ ફેલોશિપની રકમ આપવામાં આવશે. થીસીસ સબમિટ કરવાની તારીખનું વિસ્તરણ ફેલોશિપને લંબાવશે નહીં.

નોંધનીય છે કે કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને, UGCએ પહેલાથી જ થિસિસ સબમિટ કરવાની સમયમર્યાદા 6 મહિના વધારી દીધી છે.

 

આ પણ વાંચો: UPSC IAS Mains 2021: આવતીકાલે સિવિલ સર્વિસ મેઈન્સ પરીક્ષા માટે અરજી કરવાની છેલ્લી તારીખ, આ રીતે કરો અરજી

આ પણ વાંચો: Career in Music: જો તમને સંગીતમાં રસ છે, તો તમે ભારતીય નેવીમાં નોકરી મેળવી શકો છો, જાણો કેવી રીતે

Next Article