Bank Job 2022: બેંક ઓફ બરોડામાં ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે ભરતી, જાણો કેવી રીતે કરવી અરજી

|

Mar 28, 2022 | 12:40 PM

બેંકમાં નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે એક મોટી તક સામે આવી છે. બેંક ઓફ બરોડાએ રીસીવેબલ મેનેજમેન્ટ વર્ટિકલમાં બ્રાન્ચ રીસીવેબલ મેનેજરની જગ્યાઓ માટે અરજીઓ આમંત્રિત કરી છે.

Bank Job 2022: બેંક ઓફ બરોડામાં ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે ભરતી, જાણો કેવી રીતે કરવી અરજી
Bank Job 2022 Recruitment

Follow us on

Bank Job 2022: બેંકમાં નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે એક મોટી તક સામે આવી છે. બેંક ઓફ બરોડાએ રીસીવેબલ મેનેજમેન્ટ વર્ટિકલમાં બ્રાન્ચ રીસીવેબલ મેનેજરની જગ્યાઓ માટે અરજીઓ આમંત્રિત કરી છે. આ ખાલી જગ્યા માટેની સૂચના 25 માર્ચ 2022ના રોજ જાહેર કરવામાં આવી હતી. બેંક (Bank of Baroda Recruitment) દ્વારા બહાર પાડવામાં આવેલ નોટિફિકેશન મુજબ બ્રાન્ચ રીસીવેબલ મેનેજરની કુલ 159 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આમાં અરજી કરવા માટે બેંક ઓફ બરોડાની અધિકૃત વેબસાઈટ bankofbaroda.in પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે. આમાં અરજી કરતા પહેલા રસ ધરાવતા ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ સૂચના તપાસવી જોઈએ.

બેંક દ્વારા બહાર પાડવામાં આવેલ નોટિફિકેશન મુજબ, બ્રાન્ચ રિસીવેબલ મેનેજરની જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. જેમાં અરજીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ઉમેદવારોને અરજી કરવા માટે 14 એપ્રિલ 2022 સુધીનો સમય આપવામાં આવ્યો છે. અરજી દરમિયાન, ઉમેદવારોએ તેમનો બાયો-ડેટા, સ્કેન કરેલ ફોટો, હસ્તાક્ષર વગેરે અપલોડ કરવાના રહેશે, તેથી અરજી કરતા પહેલા તેને તૈયાર રાખવા.

આ રીતે કરો અરજી

  1. અરજી કરવા માટે ઉમેદવારોએ પહેલા સત્તાવાર વેબસાઇટ bankofbaroda.in પર જવું પડશે.
  2. વેબસાઈટના હોમ પેજ પર ઓનલાઈન અરજીની લિંક પર જાઓ.
  3. આ પછી Current Opportunitiesની લિંક પર ક્લિક કરો.
  4. હવે Recruitment for the position of Branch Receivables Manager in Receivables Management Vertical પર જાઓ.
  5. નોંધણી પછી તમે અરજી ફોર્મ ભરી શકો છો.
  6. એપ્લિકેશનની પ્રિન્ટ આઉટ લો.

ડાયરેક્ટ લિંક દ્વારા અરજી કરવા માટે અહીં ક્લિક કરો.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

ખાલી જગ્યાની વિગતો

બેંક દ્વારા બહાર પાડવામાં આવેલ નોટિફિકેશન મુજબ બ્રાન્ચ રિસીવેબલ મેનેજરની કુલ 159 જગ્યાઓ પર ભરતી થવાની છે. તેમાંથી 68 જગ્યાઓ બિનઅનામત છે, જ્યારે 42 OBC, 23 SC, 11 ST, 15 EWS કેટેગરી માટે અનામત છે. જણાવી દઈએ કે, બેંક ઓફ બરોડા દ્વારા MSME, ફ્રોડ રિસ્ક મેનેજમેન્ટ અને કોર્પોરેટ ક્રેડિટ વિભાગમાં મેનેજર અને ઓફિસરની 105 જગ્યાઓ પર ભરતી માટે પહેલાથી જ અરજીઓ મંગાવવામાં આવી હતી.

લાયકાત અને વય મર્યાદા

બેંક ઓફ બરોડામાં બ્રાંચ રીસીવેબલ મેનેજરની જગ્યાઓ માટે, ફક્ત તે જ ઉમેદવારો અરજી કરવા પાત્ર છે, જેમણે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી અથવા કોઈપણ અન્ય ઉચ્ચ શિક્ષણ સંસ્થામાંથી કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતકની ડિગ્રી પાસ કરી હોય. ઉપરાંત, સંબંધિત ક્ષેત્રમાં બે વર્ષનો અનુભવ હોવો જોઈએ. ઉમેદવારની ઉંમર 1લી માર્ચ 2022ના રોજ 23 વર્ષથી ઓછી અને 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ. અનામત વર્ગોના ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.

આ પણ વાંચો: IGNOU BEd Entrance Exam 2022: IGNOU BEd પ્રવેશ પરીક્ષા માટે નોંધણી શરૂ, જાણો કેવી રીતે અરજી કરવી

આ પણ વાંચો: Naukri News : શું તમે ઓટોમેશન ક્ષેત્રમાં ઉતિર્ણ છો ? તમારે માટે આ નોકરી છે તૈયાર, વાંચો આ પોસ્ટ

Published On - 12:37 pm, Mon, 28 March 22

Next Article