Ambedkar University : આંબેડકર યુનિવર્સિટીએ UG, PG એડમિશન માટે વધારી રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ, આવી રીતે કરો એપ્લાય

દિલ્હી સરકાર દ્વારા સંચાલિત આંબેડકર યુનિવર્સિટીએ (Ambedkar University) અંડરગ્રેજ્યુએટ અને પોસ્ટગ્રેજ્યુએટ એડમિશન માટે રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ 10 સપ્ટેમ્બર સુધી વધારી દીધી છે.

Ambedkar University : આંબેડકર યુનિવર્સિટીએ UG, PG એડમિશન માટે વધારી રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ, આવી રીતે કરો એપ્લાય
સાંકેતિક તસ્વીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 28, 2021 | 12:20 PM

Ambedkar University UG, PG Admission 2021 : દિલ્હી સરકાર દ્વારા સંચાલિત આંબેડકર યુનિવર્સિટીએ (Ambedkar University) અંડરગ્રેજ્યુએટ અને પોસ્ટગ્રેજ્યુએટ એડમિશન માટે રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ 10 સપ્ટેમ્બર સુધી વધારી દીધી છે.અભ્યાસક્રમો માટે નોંધણી કરવાની છેલ્લી તારીખ 1 સપ્ટેમ્બર હતી.આંબેડકર યુનિવર્સિટીમાં અંડરગ્રેજ્યુએટ (Under Graduate)અને પોસ્ટગ્રેજ્યુએટમાં (Post Graduate) કુલ બેઠકોની સંખ્યા 1,953 છે.અંડરગ્રેજ્યુએટ અભ્યાસક્રમોમાં પ્રવેશ મેરિટ આધારિત છે અને યુનિવર્સિટી તેના માટે કટ ઓફની જાહેરાત કરશે.

જ્યારે પોસ્ટગ્રેજ્યુએટ (Post Graduate) અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે પ્રવેશ પરીક્ષા લેવામાં આવશે જો કોવિડ -19 ની (Covid-19) પરિસ્થિતિ નિયંત્રણમાં રહેશે તો યુનિવર્સિટી ઓફલાઈન પ્રવેશ પરીક્ષા લેશે અને જો કોઈ ફેરફાર થશે તો તે ઓનલાઈન પ્રોક્ટર્ડ પરીક્ષા લેશે.વિદ્યાર્થીઓ નીચે આપેલા સ્ટેપ્સની મદદથી પ્રવેશ માટે નોંધણી કરાવી શકે છે.

આંબેડકર યૂનિવર્સિટીમાં યૂજી,પીજી એડમિશન 2021 માટે આ રીતે કરો રજિસ્ટ્રેશન

Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો

સ્ટેપ -1 સૌથી પહેલા aud.ac.in પર જાઓ સ્ટેપ-2 વેબસાઇટ પર આપેલી Admission લિંક પર ક્લિક કરો સ્ટેપ -3 ત્યારબાદ Online Application Form લિંક પર ક્લિક કરો સ્ટેપ -4 હવે New User Signup પર ક્લિક કરી લોગઇન જનરેટ કરો સ્ટેપ-5 ત્યારબાદ લોગઇન કરો સ્ટેપ -6 તમારુ એપ્લિકેશન ફોર્મ ભરો સ્ટેપ-7 માંગેલા ડોક્યુમેન્ટ્સ સબમિટ કરો સ્ટેપ -8 એપ્લિકેશન ફી જમા કરાવો સ્ટેપ-9 તમામ પ્રક્રિયા પૂર્મ કરી એપ્લિકેશન ફોર્મ સબમિટ કરો

JNU પ્રવેશ પરીક્ષા માટે આજે રજિસ્ટ્રેશન કરવાની છેલ્લી તક

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં (Jawaharlal Nehru University) પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓ માટે પ્રવેશ પરીક્ષા માટે રજિસ્ટ્રેશન કરવાની આજે છેલ્લી તક છે.નેશનલ ટેસ્ટિંગ એજન્સી (National Testing Agency) રજિસ્ટ્રેશન (JNUEE 2021 Registration) પ્રક્રિયા બંધ કરી દેશે.જે ઉમેદવારોએ હજી સુધી જવાહરલાલ નેહરુ વિશ્વવિદ્યાલય એન્ટ્રન્સ પરીક્ષા માટે રજિસ્ટ્રેશન નથી કરાવ્યુ. તેઓ જેએનયુની ઑફિશિયલ વેબસાઇટ jnuexams.nta.ac.inના માધ્યમથી રજિસ્ટ્રેશન કરાવી શકે છે. રજિસ્ટ્રેશન પ્રક્રિયા 27 જુલાઇ 2021એ શરુ થઇ હતી.

આ પણ વાંચો : UPSC Success Story: બીજા પ્રયાસમાં બની IPS અને ત્રીજા પ્રયાસમાં IAS બનવાનું સ્વપ્ન કર્યું પૂર્ણ, જાણો નમ્રતાનો સફળતાનો મંત્ર

આ પણ વાંચો :  IIT Recruitment 2021: IITમાં સહાયક પ્રોફેસરની જગ્યાઓ માટે બહાર પડી ભરતી, 1 લાખથી વધુનો મળશે પગાર

આ પણ વાંચો  : ITBP Recruitment 2021: ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ ફોર્સમાં કોન્સ્ટેબલની જગ્યાઓ માટે અરજી કરવાની અંતિમ તારીખ નજીક, જલ્દી કરો અરજી

g clip-path="url(#clip0_868_265)">