Airforce AFCAT Recruitment 2021: એરફોર્સમાં 357 જગ્યાઓ માટે ભરતી, જુઓ વિગતો

|

May 29, 2021 | 4:59 PM

ઈન્ડિયન એરફોર્સ (Indian Airforce)માં નોકરી શોધી રહેલા યુવાનો માટે એક મોટી તક ઉભી થઈ છે. ગ્રાઉન્ડ ડ્યુટી ટેકનિકલ (Ground Duty Technical) સહિત અનેક જગ્યાઓની ભરતી માટે ભારતીય વાયુસેના દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

Airforce AFCAT Recruitment 2021: એરફોર્સમાં 357 જગ્યાઓ માટે ભરતી, જુઓ વિગતો
ફાઈલ ફોટો

Follow us on

Airforce AFCAT Recruitment 2021: ઈન્ડિયન એરફોર્સ (Indian Airforce)માં નોકરી શોધી રહેલા યુવાનો માટે એક મોટી તક ઉભી થઈ છે. ગ્રાઉન્ડ ડ્યુટી ટેકનિકલ (Ground Duty Technical) સહિત અનેક જગ્યાઓની ભરતી માટે ભારતીય વાયુસેના દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જાહેર કરાયેલા જાહેરનામા મુજબ કુલ 357 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.

 

 

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

ભારતીય વાયુસેના (Indian Airforce) દ્વારા જાહેર કરાયેલ આ ખાલી જગ્યા (Airforce AFCAT Recruitment 2021) માટે અરજી કરવા ઈચ્છતા ઉમેદવાર સત્તાવાર વેબસાઈટ- afcat.cdac.inની મુલાકાત લઈને ઑનલાઈન અરજી કરી શકશે. જાહેર કરવામાં આવેલી સૂચના મુજબ આ પોસ્ટ્સ માટેની અરજી પ્રક્રિયા 1 જૂન, 2021થી શરૂ થશે.

 

મહત્વની બાબત એ છે કે ઉમેદવારોને આ પોસ્ટ્ માટે અરજી કરવા માટે 30 જૂન 2021 સુધીનો સમય આપવામાં આવશે. ભારતીય વાયુસેના દ્વારા જાહેર કરાયેલી આ (Airforce AFCAT Recruitment 2021) ખાલી જગ્યામાં પરીક્ષાની તારીખોની ઘોષણા કરવામાં આવી નથી. આવી સ્થિતિમાં કોઈપણ ઉમેદવાર કે જે અરજી કરવા માંગે છે, તે 1 જૂન પછી ઑનલાઈન સત્તાવાર વેબસાઈટની મુલાકાત લઈને અરજી કરી શકે છે.

 

ખાલી જગ્યાની વિગતો

ભારતીય વાયુસેના (Indian Airforce) દ્વારા જાહેર કરવામાં આવેલી આ ખાલી જગ્યામાં, કુલ 357 જગ્યાઓની ભરતી કરવામાં આવશે. AFCAT માટે 96 પોસ્ટ, ગ્રાઉન્ડ ડ્યુટી ટેકનિકલ (Ground Duty Technical) માટેની 107 જગ્યાઓ, ગ્રાઉન્ડ ડ્યુટી નોન-ટેક્નિકલ (Ground Duty Non-Technical) માટે 96 જગ્યાઓ, મેટ્રોલોજી (Metrology) માટે 28 અને એનસીસીની અન્ય બેઠકો પર વિશેષ પ્રવેશ હશે.

 

કોણ અરજી કરી શકે છે?

ફ્લાયિંગ બ્રાન્ચ માટે અરજી કરવા માટે ઉમેદવારોએ કોઈપણ માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી Maths and Physicsમાં સ્નાતક હોવું આવશ્યક છે. ત્યારે ગ્રાઉન્ડ ડ્યુટી ટેકનિકલ (Ground Duty Technical) માટે ધોરણ 12 પાસ ઉમેદવાર અરજી કરી શકે છે.

 

 

ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ ગ્રાઉન્ડ ડ્યૂટિ નોનટેકનિકલ (Ground Duty Non-Technical) માટે લોજિસ્ટિક્સ માટે કોઈપણ સ્ટીમમાંથી અરજી કરી શકે છે. કોમર્સ વિષયના સ્નાતક વિદ્યાર્થીઓ એકાઉન્ટ વિભાગમાં અરજી કરી શકે છે. એનસીસી એર વિંગના વરિષ્ઠ વિભાગ ‘સી’ પ્રમાણપત્ર સાથેના ઉમેદવારો એનસીસીની વિશેષ એન્ટ્રીમાં અરજી કરી શકે છે.

 

આ પણ વાંચો: Indian Army SSC Recruitment 2021: ભારતીય સેનાની Technical Core માં નોકરી મેળવવાની તક, કરો અરજી

Published On - 9:01 pm, Thu, 27 May 21

Next Article