AIMA MAT admit card 2021: ઓલ ઈન્ડિયા મેનેજમેન્ટ એસોસિએશન (AIMA) મંગળવાર 14 ડિસેમ્બર 2021ના રોજ મેનેજમેન્ટ એપ્ટિટ્યુડ ટેસ્ટ એટલે કે MAT 2021 પરીક્ષા (MAT 2021) માટે એડમિટ કાર્ડ બહાર પાડી રહ્યું છે.
જે ઉમેદવારોએ આ પરીક્ષા માટે અરજી કરી છે તેઓ આજથી તેમનું એડમિટ કાર્ડ/હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશે. AIMA MAT હોલ ટિકિટની લિંક AIMA MATની સત્તાવાર વેબસાઇટ mat.aima.in પર સાંજે 4 વાગ્યે સક્રિય થશે.
આ પરીક્ષા 18 અને 19 ડિસેમ્બર 2021ના રોજ લેવામાં આવશે. 19 ડિસેમ્બર 2021 ના રોજ, CBT મોડ (AIMA MAT CBT 2021) પરીક્ષા કમ્પ્યુટર મોડ પર લેવામાં આવશે. આ માટે વિવિધ શહેરોમાં પરીક્ષા કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. જ્યારે 18 ડિસેમ્બરે ઈન્ટરનેટ આધારિત ટેસ્ટ (MAT IBT 2021) રિમોટ પ્રોક્ટર્ડ મોડ પર લેવામાં આવશે.
AIMA દ્વારા થોડા સમય પહેલા MAT પરીક્ષા 2021 અંગે જાહેર કરાયેલ નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું હતું કે ‘ભુવનેશ્વર અને વિશાખાપટ્ટનમમાં ચક્રવાતને કારણે CBT લેવામાં આવશે નહીં. તેથી નિર્ધારિત પરીક્ષા 5 ડિસેમ્બર 2021 ના રોજ યોજાઈ શકી નથી. આ બંને કેન્દ્રોના વિદ્યાર્થીઓને 18 ડિસેમ્બર 2021ના રોજ યોજાનારી રિમોટ પ્રોક્ટોરેડ ઈન્ટરનેટ આધારિત ટેસ્ટમાં હાજર રહેવાની સલાહ આપવામાં આવી હતી. ઉમેદવારોને રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર SMS મોકલીને પણ જાણ કરવામાં આવી છે.
જો તમે આ પરીક્ષા અથવા એડમિટ કાર્ડ સંબંધિત કોઈપણ માહિતી મેળવવા માંગતા હો, તો તમે સીધો AIMA નો સંપર્ક કરી શકો છો. આ માટે હેલ્પલાઈન નંબર અને ઈમેલ આઈડી જાહેર કરવામાં આવ્યા છે. આઈમા મેટ હેલ્પલાઈન નંબર – 8130338839, 9599030586, 011-47673020 (તમે કામકાજના દિવસોમાં સવારે 9 થી સાંજના 7 વાગ્યા સુધી આ નંબરો પર સંપર્ક કરી શકો છો)
ઈમેલ આઈડી – matibt@aima.in
આ પણ વાંચો: SBI CBO Recruitment 2021: સરકારી બેંકમાં 1226 જગ્યાઓ માટે કરાશે ભરતી, આ રીતે કરો અરજી