JEE Main અને NEET પરીક્ષાઓ અંગે ટૂંક સમયમાં જ નિર્ણય લેવામાં આવશે, જાણો શિક્ષણ મંત્રાલયે શું કહ્યું

|

Jun 19, 2021 | 4:50 PM

એન્જિનિયરિંગ પ્રવેશ પરીક્ષા JEE Main અને મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET અંગેનું સસ્પેન્સ જલ્દીથી પૂરુ થશે. શિક્ષણ મંત્રાલય ટૂંક સમયમાં આ પરીક્ષાઓ અંગે નિર્ણય લઈ શકે છે.

JEE Main અને NEET પરીક્ષાઓ અંગે ટૂંક સમયમાં જ નિર્ણય લેવામાં આવશે, જાણો શિક્ષણ મંત્રાલયે શું કહ્યું
JEE અને NEET પરીક્ષા અંગે ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે.

Follow us on

JEE Main, NEET Exam Important Update: કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય ટૂંક સમયમાં એન્જિનિયરિંગ પ્રવેશ પરીક્ષા JEE Main અને મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET (NEET UG 2021) ના બાકીના બે તબક્કાઓ ઓગસ્ટમાં લેવાના સંદર્ભમાં નિર્ણય લઈ શકે છે. અધિકારીઓએ આ માહિતી આપી હતી. એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી રહી છે જેથી બાકી રહેલા બે-તબક્કાની JEE Mains ના સમયપત્રક અને 1 ઓગસ્ટના રોજ NEET-UG પ્રવેશ પરીક્ષાનું આયોજન અંગે નિર્ણય લઈ શકાય.

વર્તમાન શૈક્ષણિક સત્રથી, JEE Main Entrance Exam એક વર્ષમાં ચાર તબક્કામાં લેવામાં આવે છે જેથી વિદ્યાર્થીઓ અસુવિધા ઊભી ન થાય અને તેઓને તેમના સ્કોરમાં સુધારો કરવાની તકો મળી શકે. આ અંતર્ગત પ્રથમ તબક્કાનું આયોજન ફેબ્રુઆરીમાં અને બીજા તબક્કાનું આયોજન માર્ચમાં કરવામાં આવ્યું છે.

ત્રીજો તબક્કો એપ્રિલમાં યોજાવાનો હતો અને ચોથો તબક્કો મે મહિનામાં યોજાવાનો હતો પરંતુ Corona Virus મહામારીને કારણે પ્રવેશ પરીક્ષાના ત્રીજા અને ચોથા તબક્કાને મુલતવી રાખવામાં આવ્યા હતા. આ ઉપરાંત JEE Advanced Entrance Exam પણ મુલતવી રાખવામાં આવી હતી. 3 જુલાઇએ યોજાવાની હતી. NEET-UG અંગે હજી સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

NEET પરીક્ષા 2021 માટે કોણ અરજી કરી શકે છે?

– અરજદાર માન્ય બોર્ડમાંથી ધોરણ 12 પાસ હોવા જોઈએ.

– ધોરણ 12 માં, અરજદાર પાસે Physics, Chemistry, Biology/Biotechnology subjects હોવા જોઈએ.

– ઉમેદવાર ધોરણ 12 માં 50% થી વધુ ગુણ હોવા જોઈએ. એસસી / એસટી / ઓબીસી કેટેગરીના ઉમેદવારો પાસે 40% થી વધુ ગુણ હોવા જોઈએ.

NEET UG પરીક્ષા પેટર્ન

NEET પરીક્ષા ઑફલાઇન મોડમાં લેવામાં આવે છે. આ પેપર અંગ્રેજી, હિન્દી, ગુજરાતી, બંગાળી, તમિલ, મરાઠી, ઓડિયા, તેલુગુ, ઉર્દુ વગેરે વિવિધ ભાષાઓમાં રાખવામાં આવે છે. વિદ્યાર્થીઓ આ પરીક્ષા (NEET Exam) માટે 3 કલાકનો સમય આપવામાં આવે છે. જેમાં 180 પ્રશ્નોને સોલ્વ કરવાના હોય છે. આ પેપરમાં ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને જીવવિજ્ઞાન એમ ત્રણ વિષય હોય છે.

વિષય               પ્રશ્નોની સંખ્યા         અંક
ભૌતિકશાસ્ત્ર            45                      180
રસાયણશાસ્ત્ર          45                      180
બાયોલોજી               90                      360
કુલ                         180                     720

ધ્યાન રાખો કે આ પરીક્ષામાં નકારાત્મક માર્કિંગ (Negative marking) છે.  દરેક ખોટા જવાબો માટે 0.25 ગુણ એટલે કે દરેક 4 ખોટા જવાબો માટે 1 ગુણ કાપવામાં આવે છે.

Next Article