ભારતની 14 વર્ષની બાળકીએ કરી કમાલ, બ્લેક હોલ અને ભગવાન પર લખી થીયરી, NASAએ ઓફર કરી ફેલોશિપ

|

Aug 20, 2021 | 8:19 AM

શિંદેએ જણાવ્યું હતું કે જૂન 2021 માં એમએસઆઈ ફેલોશિપ વર્ચ્યુઅલ પેનલ માટે પેનલિસ્ટ તરીકે તેમની પસંદગી થઈ હતી

ભારતની 14 વર્ષની બાળકીએ કરી કમાલ, બ્લેક હોલ અને ભગવાન પર લખી થીયરી, NASAએ ઓફર કરી ફેલોશિપ
Diksha Shinde panellist on NASA's MSI Fellowships Virtual Panel

Follow us on

NASA MSI Fellowship: મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લાની રહેવાસી દીક્ષા શિંદે (Diksha shinde) એ સમગ્ર વિશ્વમાં ભારતનું નામ રોશન કર્યું છે. માત્ર 14 વર્ષની ઉંમરે, દીક્ષા શિંદેને તેની ફેલોશિપ (Fellowship) માટે NASA દ્વારા પસંદ કરવામાં આવી છે. દીક્ષા શિંદેની NASA MSI Fellowship વર્ચુયલ પેનલ પર પેનલિસ્ટ તરીકે પસંદગી થઈ હતી.

મીડિયા સાથે વાત કરતી વખતે, દીક્ષા શિંદેએ કહ્યું કે તેણે બ્લેક હોલ અને ભગવાન પર એક થિયરી લખી છે. શિંદેએ જણાવ્યું હતું કે જૂન 2021 માં એમએસઆઈ ફેલોશિપ વર્ચ્યુઅલ પેનલ માટે પેનલિસ્ટ તરીકે તેમની પસંદગી થઈ હતી. “મેં ઓફર સ્વીકારી અને ટૂંક સમયમાં કામ શરૂ કરીશ. મારા કાર્યમાં સંશોધકો દ્વારા રજૂ કરવામાં આવેલી દરખાસ્તોની સમીક્ષા કરવી અને નાસા સાથે સંશોધન કરવું શામેલ છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

દીક્ષાને ફેલોશિપ કેવી રીતે મળી ?
આશરે 3 પ્રયાસો પછી, નાસાએ તેને સ્વીકાર્યો. દીક્ષાએ કહ્યું કે તેણે મને તેની વેબસાઇટ માટે એક લેખ લખવાનું કહ્યું હતું. નાસામાં પસંદગી થયા બાદ સોશિયલ મીડિયા પર દીક્ષાની પ્રશંસા થઈ રહી છે. એક પોસ્ટને અત્યાર સુધીમાં 4000 થી વધુ લાઈક્સ મળી છે.

ઘણા લોકોએ તેને તેના સપનાને આગળ વધારવા માટે પ્રોત્સાહિત કર્યા છે અને તેને શુભકામનાઓ પાઠવી છે. આ દરમિયાન એક ટ્વિટર યુઝરે લખ્યું કે તે ભારતનું ઉજ્જવળ ભવિષ્ય છે. તે જ સમયે, એકએ તેને તેજસ્વી ગણાવી છે.

દીક્ષાએ કહ્યું કે તે દર બીજા દિવસે સંશોધન ચર્ચામાં ભાગ લે છે. તેને પેનલિસ્ટની નોકરી માટે ચૂકવણી પણ કરવામાં આવે છે. તેના પિતા કૃષ્ણ શિંદે એક શાળામાં આચાર્ય છે, જ્યારે તેની માતા રંજના શિંદે ટ્યુશન ક્લાસ લે છે. તેણીએ કહ્યું કે તે ઓક્ટોબર 2021માં યોજાનારી પરિષદમાં પણ ભાગ લેશે અને નાસા તમામ ખર્ચ ઉઠાવશે.

આ પણ વાંચો: UNSCમાં વિદેશ પ્રધાન જયશંકરે કહ્યું ,લશ્કર-જૈશ જેવા પાકિસ્તાન આધારિત આતંકવાદી સંગઠનો સામે પગલા ના લેવાતા બન્યા બેખોફ

આ પણ વાંચો: PNB ને મળી મોટી સફળતા! ED ભાગેડુ નીરવ મોદીની જપ્ત સંપત્તિ પંજાબ નેશનલ બેંકને સુપરત કરશે

 

Next Article