CBSE Class 10, 12 Compartment Exam : સીબીએસઇ ધોરણ 10 અને ધોરણ 12ની કમ્પાર્ટમેન્ટ અને ઇમ્પ્રુવમેન્ટ પરીક્ષાની તારીખો જાહેર

|

Aug 11, 2021 | 8:59 AM

CBSE Class 10, 12 Compartment Exam : આ વર્ષે ધોરણ 10માં કંપાર્ટમેન્ટ અંતર્ગત આવનારા વિદ્યાર્થીઓની સંખ્યા ગયા વર્ષની તુલનામાં 88ટકાથી ઓછી છે. સીબીએસઇના આંકડા અનુસાર ધોરણ 10માં કુલ 17,636 વિદ્યાર્થીઓને કંપાર્ટમેન્ટ અંતર્ગત રાખવામાં આવ્યા હતા.

CBSE Class 10, 12 Compartment Exam : સીબીએસઇ ધોરણ 10 અને ધોરણ 12ની કમ્પાર્ટમેન્ટ અને ઇમ્પ્રુવમેન્ટ પરીક્ષાની તારીખો જાહેર
સાંકેતિક તસ્વીર

Follow us on

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ મંગળવારે ધોરણ 10 અને વર્ગ 12 ની કંપાર્ટમેન્ટ અને વૈકલ્પિક પરીક્ષાઓની ડેટશીટ જાહેર કરી છે.તમામ પરીક્ષા 25 ઓગસ્ટથી 16 સપ્ટેમ્બર વચ્ચે યોજાશે. પર્સનલ વિદ્યાર્થીઓના સંદર્ભમાં, તેમના સુધાર/કમ્પાર્ટમેન્ટ પરીક્ષા માટે ઓર્ડર કરવામાં આવ્યો છે.વિદ્યાર્થીઓ ડેટશીટ (CBSE Class 10, 12 Compartment Exam Date Sheet)સીબીએસઇની ઓફિશિયલ સાઇટ cbse.nic.in પર જોઇ શકે છે.

આ વર્ષે ધોરણ 10માં કંપાર્ટમેન્ટ અંતર્ગત આવનારા વિદ્યાર્થીઓની સંખ્યા ગયા વર્ષની તુલનામાં 88ટકાથી ઓછી છે. સીબીએસઇના આંકડા અનુસાર ધોરણ 10માં કુલ 17,636 વિદ્યાર્થીઓને કંપાર્ટમેન્ટ અંતર્ગત રાખવામાં આવ્યા હતા.ગયા વર્ષે 1.5 લાખથી વધારે ધોરણ 10ના વિદ્યાર્થીઓને કંપાર્ટમેન્ટ અંતર્ગત રાખવામાં આવ્યા હતા. જ્યારે 2019માં આ આંકડો 1.38 લાખ હતો. વૈકલ્પિક પરીક્ષાઓનુ રિઝલ્ટ 30 સપ્ટેમ્બર 2021ના રોજ જાહેર કરવામાં આવશે. પરીક્ષા કેન્દ્ર પર તમામ COVID પ્રોટોકોલ અને દિશાનિર્દેશોનુ પાલન કરવુ અનિવાર્ય રહેશે.

 

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

ધોરણ 10 કમ્પાર્ટમેન્ટ પરીક્ષાની ડેટશીટ

ધોરણ 12 કમ્પાર્ટમેન્ટ પરીક્ષાની ડેટશીટ 

 

રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરુ 

વિદ્યાર્થીઓએ ધ્યાન આપવુ જોઇએ કે સીબીએસઇ ધોરણ 10 અને ધોરણ 12ની ઑફલાઇન પરીક્ષા 2021માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા  10 ઑગષ્ટ 2021થી શરુ થઇ રહી છે. જો કે  સીબીએસઇએ ભારતના સર્વોચ્ચ ન્યાયલયને પરીક્ષાની તારીખોની સૂચના પહેલા જ આપી દીધી હતી. પરીક્ષાઓ માત્ર 19 મુખ્ય વિષયો માટે આયોજિત કરવામાં આવશે અને તેના આધાર પર પરિણામ તૈયાર કરવામાં આવશે. જાહેર કરેલા પરિણામના આધાર પર ઇમ્પ્રુવમેન્ટ અથવા કમ્પાર્ટમેન્ટ પરીક્ષામાં બેસનારા ઉમેદવારોએ રજિસ્ટ્રેશન પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવુ પડશે.

મહત્વપૂર્ણ છે કે હાલમાં જ સીબીએસઇએ ધોરણ 12 બોર્ડની પરીક્ષાના પરિણામની જાહેરાત કરી હતી. જેમાં 99.37ટકા વિદ્યાર્થીઓ પાસ થયા. આપને જણાવી દઇએ કે 12 બોર્ડ પરીક્ષા માટે કુલ  14,30,188 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કર્યુ હતુ. જેમાં 12,96,318 વિદ્યાર્થીઓ પાસ થયા છે. આ વખતે પરિણામમાં વિધાર્થીઓ કરતા વધારે વિદ્યાર્થીનીઓ વધારે પાસ થઇ છે. સીબીએસઇ 12માં બોર્ડમાં 99.67 ટકા છોકરીઓ પાસ થઇ છે જ્યારે છોકરાઓની પાસ ટકાવારી 99.13 છે.

 

આ પણ વાંચો :IDBI Recruitment 2021: IDBI બેંકમાં આસિસ્ટન્ટ મેનેજરના પદ માટે બહાર પડી ભરતી, જાણો તમામ વિગતો

આ પણ વાંચો :NEET MDS Counselling: NEET MDS કાઉન્સિલિંગ 20 ઓગસ્ટથી શરૂ થશે, કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને આપી માહિતી

 

 

Next Article