Zomato ને 2 અઠવાડિયામાં ત્રીજો મોટો ઝાટકો, કો-ફાઊન્ડર મોહિત ગુપ્તાએ આપ્યુ રાજીનામુ

|

Nov 19, 2022 | 12:13 PM

Zomato : ન્યૂ ઇનિશિયેટિવ હેડ રાહુલ ગંજુ અને 7 નવેમ્બરના રોજ, ગ્લોબલ ગ્રોથના વાઇસ પ્રેસિડેન્ટ સિદ્ધાર્થ ઝાવરે પણ કંપનીમાંથી રાજીનામું આપ્યું.

Zomato ને 2 અઠવાડિયામાં ત્રીજો મોટો ઝાટકો, કો-ફાઊન્ડર મોહિત ગુપ્તાએ આપ્યુ રાજીનામુ
Zomato

Follow us on

દુનિયાભરના બિઝનેસ જગતમાં સ્થિતી ડામાડોળ વચ્ચે ઝોમેટો માંથી સમાચાર આવી રહ્યા ત્યારે ઝોમેટોના ટોચના બે મોટા અધિકારીઓએ એક પછી એક કંપનીમાંથી અલગ થવાની જાહેરાત કરી. જો કે, હવે પરિસ્થિતિની ગંભીરતા સામે આવી છે કારણ કે Zomatoના સહ-સ્થાપક મોહિત ગુપ્તાએ પણ રાજીનામું આપી દીધું છે. મોહિત ગુપ્તા છેલ્લા સાડા ચાર વર્ષથી કંપની સાથે સંકળાયેલા હતા. તેમના રાજીનામાનું કારણ બહાર આવ્યું નથી. નવેમ્બર મહિનામાં જ કંપનીના વધુ બે વરિષ્ઠ અધિકારીઓએ કંપનીમાંથી અલગ થવાનો નિર્ણય લીધો હતો. હાલમાં કંપની અનેક પડકારોનો સામનો કરી રહી છે. અને મહામારી પછી થયેલા નુકસાનમાંથી પુનઃપ્રાપ્તિના પ્રયાસોમાં વ્યસ્ત છે.

બે અઠવાડિયામાં ત્રીજું મોટું રાજીનામું

છેલ્લા બે સપ્તાહમાં આ ત્રીજું મોટું રાજીનામું છે. રાજીનામું આપ્યા બાદ મોહિતે સ્પષ્ટ કર્યું હતું કે હવે તે કંપનીમાં રોકાણકાર તરીકે જ જોડાયેલા રહેશે. આ અઠવાડિયાની શરૂઆતમાં, ઝોમેટોના ન્યૂ ઇનિશિયેટિવ હેડ રાહુલ ગંજુએ કંપની છોડવાનો નિર્ણય લીધો હતો. તેઓ છેલ્લા 5 વર્ષથી કંપની સાથે જોડાયેલા હતા. બીજી તરફ 7 નવેમ્બરે કંપનીના ગ્લોબલ ગ્રોથના વાઇસ પ્રેસિડેન્ટ સિદ્ધાર્થ ઝાવરે પણ કંપનીને પોતાનું રાજીનામું આપ્યુ છે. હાલમાં, કંપની ઘણા પડકારોનો સામનો કરી રહી છે અને કામ કરવાની રીતને લઈને મોટા નિર્ણયો લઈ રહી છે. કંપનીએ તાજેતરમાં જાહેરાત કરી છે કે 24 નવેમ્બરથી તેમની ડિલિવરી સેવાઓ UAEમાં બંધ થઈ જશે. કોઈપણ ગ્રાહક જે તેમની એપ પર UAE માં ઓર્ડર આપે છે, તેમના ઓર્ડર અન્ય એપ પર ટ્રાન્સફર કરવામાં આવશે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

કંપનીની ખોટમાં ઘટાડો

સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીની ખોટ ઘટીને 251 કરોડ રૂપિયા થઈ ગઈ છે. કંપનીએ તેનું પરિણામ 10 નવેમ્બરે જ જાહેર કર્યું છે. ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં કંપનીની ખોટ રૂ. 430 કરોડ હતી. તે જ સમયે, ક્વાર્ટરમાં કંપનીની આવક 62 ટકા વધીને 1661 કરોડ રૂપિયા થઈ ગઈ છે. જ્યારે ગયા વર્ષે કંપનીએ રૂ. 1024 કરોડની આવક નોંધાવી હતી. તે જ સમયે, ક્વાર્ટર દરમિયાન કંપનીના ફૂડ ડિલિવરી બિઝનેસનું ગ્રોસ ઓર્ડર મૂલ્ય વાર્ષિક ધોરણે 23 ટકા વધ્યું છે.

Next Article