ડિજિટલ રૂપિયાની દીશામાં ઝડપથી થઈ રહ્યુ છે કામ, રિઝર્વ બેંકે જણાવ્યું કે ક્યાં સુધીમાં તે લોન્ચ કરી શકાય છે

|

Jul 21, 2022 | 11:15 AM

CBDC ડિજિટલ ચલણ છે. જો કે, તેની સરખામણી ખાનગી ડિજિટલ ચલણ અથવા ક્રિપ્ટોકરન્સી (cryptocurrencies) સાથે કરી શકાતી નથી, જે છેલ્લા એક દાયકામાં ઝડપથી વિકાસ પામી છે. ખાનગી ડિજિટલ કરન્સીનું કોઈ જાહેરકર્તા નથી અને કોઈપણ વ્યક્તિના દેવા અથવા જવાબદારીઓનું પ્રતિનિધિત્વ કરતું નથી.

ડિજિટલ રૂપિયાની દીશામાં ઝડપથી થઈ રહ્યુ છે કામ, રિઝર્વ બેંકે જણાવ્યું કે ક્યાં સુધીમાં તે લોન્ચ કરી શકાય છે
Digital Rupee may be launched next year (Symbolic Image)

Follow us on

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા તબક્કાવાર રીતે જથ્થાબંધ અને છૂટક ક્ષેત્રોમાં સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સીના (Central Bank Digital Currency) અમલીકરણ પર કામ કરી રહી છે. કેન્દ્રીય બેંક (Reserve Bank of India) ના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર (ફાઇનાન્સિયલ ટેક્નોલોજી) અજય કુમાર ચૌધરીએ આ માહિતી આપી. તેમણે કહ્યું કે નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે નાણાકીય વર્ષ 2022-23ના બજેટમાં CBDCની રજૂઆતની જાહેરાત કરી હતી. આ માટે, ફાઇનાન્સ બિલ (Finance Bill) પસાર થવા સાથે, આરબીઆઈ એક્ટ, 1934 માં સંબંધિત વિભાગમાં જરૂરી સુધારા કરવામાં આવ્યા હતા.

ચૌધરીએ જણાવ્યું હતું કે ફાઇનાન્સ બિલ પસાર થતાં, રિઝર્વ બેન્ક પ્રાયોગિક ધોરણે CBDCને લાગુ કરવાની સ્થિતિમાં છે. ઇન્ડસ્ટ્રી બોડી FICCI ની PICUP Fintech કોન્ફરન્સને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે, RBI હોલસેલ અને રિટેલ સેગમેન્ટમાં સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સીના તબક્કાવાર અમલીકરણ તરફ કામ કરી રહી છે.

CBDC ડિજિટલ ચલણ છે. જો કે, તેની સરખામણી ખાનગી ડિજિટલ ચલણ અથવા ક્રિપ્ટોકરન્સી સાથે કરી શકાતી નથી, જે છેલ્લા એક દાયકામાં ઝડપથી વિકાસ પામી છે. ખાનગી ડિજિટલ કરન્સીનું કોઈ જાહેરકર્તા નથી અને કોઈપણ વ્યક્તિના દેવા અથવા જવાબદારીઓનું પ્રતિનિધિત્વ કરતું નથી.

Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર

2023ની શરૂઆતમાં લોન્ચ થઈ શકે છે

દેશની સત્તાવાર ડિજિટલ ચલણ 2023 ની શરૂઆતમાં રજૂ થવાની ધારણા છે. તે હાલમાં ઉપલબ્ધ ખાનગી કંપની સંચાલિત ઇલેક્ટ્રોનિક વૉલેટ જેવું હશે. CBDC સરકાર સમર્થિત ડિજિટલ કરન્સી હશે. ઝડપથી વિકસતા ડિજિટલ પેમેન્ટ સ્પેસમાં ફિનટેકની ભૂમિકા અંગે અધિકારીએ જણાવ્યું હતું કે સેન્ટ્રલ બેંકે ઇનોવેશનને પ્રોત્સાહન આપ્યું છે અને તેના ફિનટેક દ્વારા ઓફર કરાયેલા નવા ઉત્પાદનો અને સેવાઓ સાથે સંકળાયેલા લાભો અને જોખમોનું નજીકથી નિરીક્ષણ કર્યું છે.

આરબીઆઈ ઉતાવળમાં નથી

બજેટની જાહેરાત બાદ જ ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું કે કેન્દ્રીય બેંક ડિજિટલ કરન્સી શરૂ કરવાની ઉતાવળમાં નથી. તેમણે ખાનગી ડિજિટલ ચલણનો વિરોધ કરતા કહ્યું કે CBDCની વર્તમાન નાણાકીય વ્યવસ્થા પર કોઈ પણ પ્રકારની અસર થવી જોઈએ નહીં. આ તેને સપોર્ટ કરનારી હોવી જોઈએ.

ડિજિટલ કરન્સીને સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી એટલે કે CBDC પણ કહી શકાય. બીજા શબ્દોમાં કહીએ તો, રિઝર્વ બેંક ખાનગી ક્રિપ્ટોકરન્સીના કાટ તરીકે ડિજિટલ રૂપિયો લોન્ચ કરી રહી છે. તે સમજવું અગત્યનું છે કે ડિજિટલ ચલણ એ ડિજિટલ ચલણ જરૂર છે, પરંતુ તે ક્રિપ્ટોકરન્સી નથી.

Next Article