AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Wipro : 3 ટ્રિલિયન માર્કેટ કેપ દર્જ કરનરી ત્રીજી ભારતીય કંપની બની વિપ્રો, જાણો કેવીરીતે કૂકિંગ ઓઇલ કંપની IT જાયન્ટ બની

વિપ્રો લિમિટેડે(Wipro Ltd) આજે પહેલીવાર માર્કેટ કેપિટલાઇઝેશન(Market capitalisation)માં રૂપિયા 3 ટ્રિલિયન(Rupees 3 Trillion)ના આંકને સ્પર્શ્યો છે.

Wipro : 3 ટ્રિલિયન માર્કેટ કેપ દર્જ કરનરી ત્રીજી ભારતીય કંપની બની વિપ્રો, જાણો કેવીરીતે કૂકિંગ ઓઇલ કંપની IT જાયન્ટ બની
અઝીમ પ્રેમજી - વિપ્રો
| Updated on: Jun 03, 2021 | 5:53 PM
Share

વિપ્રો લિમિટેડે(Wipro Ltd) આજે પહેલીવાર માર્કેટ કેપિટલાઇઝેશન(Market capitalisation)માં રૂપિયા 3 ટ્રિલિયન(Rupees 3 Trillion)ના આંકને સ્પર્શ્યો છે. આ સાથે વિપ્રો આ સિદ્ધિ હાંસલ કરનારી ત્રીજી ભારતીય આઈટી કંપની બની છે. આજે શેરબજારના પ્રારંભિક કારોબાર દરમિયાન વિપ્રોનો શેર રૂપિયા 550 ની વિક્રમી સપાટીએ પહોંચ્યો હતો અને તેની માર્કેટ કેપ 3.01 ટ્રિલિયન સુધી પહોંચી હતી

વિપ્રોના સ્થાપક દાનવીર તરીકે ઓળખાય છે. વિપ્રોના સ્થાપક અને અધ્યક્ષ અઝીમ પ્રેમજી (Azim Premji) નું નામ આજે વિશ્વભરમાં જાણીતું છે. પ્રેમજીએ તેમની દૂરદર્શી વિચારસરણી અને પરિશ્રમથી વિપ્રોને આખી દુનિયામાં નવી ઓળખ આપી છે. શ્રીમંત ભારતીયોમાં પ્રેમજીનું નામ શામેલ છે. પરંતુ ખાસ વાત એ છે કે દાનના મામલે પ્રેમજી પણ મોખરે છે. હુરુન ઈન્ડિયા પરોપકારી યાદી મુજબ પ્રેમજીએ કોરોના સંકટમાં દરરોજ 22 કરોડ રૂપિયા દાનમાં આપ્યા છે.

પ્રેમજીનો જન્મ વર્ષ 1945 માં મુંબઇમાં થયો હતો. તેમના પિતા મોહમ્મદ હશેમ પ્રેમજી પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ હતા. તેમણે વેજીટેબલ શોર્ટનિંગ (ડાલડા ઘી) અને રિફાઇન્ડ તેલનું ઉત્પાદન કરવા માટે વેસ્ટર્ન ઈન્ડિયન વેજિટેબલ પ્રોડક્ટ્સ લિમિટેડની સ્થાપના કરી હતી. ડાલડા ઘી જે ભારતમાં મોટી ઓળખ છે અને વિપ્રોનું સૌથી જૂનું ઉત્પાદન છે.

અઝીમ પ્રેમજી માત્ર 21 વર્ષની ઉંમરે વિપ્રોના અધ્યક્ષ બન્યા મુંબઈમાં ભણતર પૂરું કર્યા બાદ અજીમ પ્રેમજીએ યુએસની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો. પિતાના અકાળ અવસાનના કારણે તેમણે 1966 માં તેનો પારિવારિક વ્યવસાય સંભાળવો પડ્યો હતો. અઝીમ પ્રેમજી માત્ર 21 વર્ષની ઉંમરે વિપ્રોના અધ્યક્ષ બન્યા હતા. વિપ્રોની સ્થાપના વર્ષ 1945 માં વેસ્ટર્ન વેજીટેબલ પ્રોડક્ટ્સ કંપની તરીકે થઈ હતી.

Cooking Oil  કંપની IT માં તબદીલ થઈ વિપ્રો અગાઉ વેસ્ટર્ન વેજિટેબલ પ્રોડક્ટ્સ કંપની તરીકે ઓળખાતી હતી પરંતુ અજીમ પ્રેમજીએ બાદમાં તેને બેકરી, ટોઇલેટ સંબંધિત ઉત્પાદનો, વાળના ઉત્પાદનો, બાળકોને લગતા ઉત્પાદનો બનાવતી કંપનીમાં ફેરવી દીધી હતી. વિપ્રો કંપનીએ વર્ષ 1980 માં ITની દુનિયામાં પગ મૂક્યો હતો. તે સમયે IBM કંપની ભારત છોડી જય રહી હતી. વિપ્રોને આનો ઘણો ફાયદો મળ્યો હતો. કંપનીએ અમેરિકાની ઘણી કંપનીઓ સાથે વ્યવસાયિક સોદા કર્યા અને કંપનીએ ઘણી સફળતામેળવી હતી.

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">