હવે ભારતમાં કોલસા (Coal)ની ક્વોલિટીના આધાર પર ગ્રીન સેસ (Green Cess) લગાવવામાં આવી શકે છે. મળતી માહિતી મુજબ કેન્દ્ર સરકાર ખરાબ ક્વોલિટીના કોલસા પર કંપનીઓ પાસેથી વધારે ગ્રીન સેસ વસૂલ કરે છે, જ્યારે સારી ક્વોલિટીનો કોલસો આપનારી કંપનીઓને રાહત આપવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે.
કોલસા મંત્રાલયે (COAL MINISTRY) એવી ભલામણ કરી છે કે કોલસા પર વસુલવામાં આવતો ગ્રીન સેસ કોલસાની ક્વોલિટી અને કિંમતના આધાર પર નક્કી કરવામાં આવવો જોઈએ. કોલસા મંત્રાલયે પોતાની ભલામણોમાં કહ્યું કે સારી ક્વોલિટીના કોલસા પર ઓછો ગ્રીન સેસ વસૂલવામાં આવવો જોઈએ અને ખરાબ ક્વોલિટીના કોલસા પર વધારે ગ્રીન સેસ વસૂલવામાં આવવો જોઈએ. તમને જણાવી દઈએ કે હાલના સમયમાં તમામ ગ્રેડના કોલસા પર સમાન સેસ વસૂલવામાં આવે છે.
હાલમાં કોલસા પર 400 રૂપિયા પ્રતિ ટનના હિસાબથી ગ્રીન સેસ લગાવવામાં આવે છે. તેની સાથે જ કોલસા મંત્રાલયે નાણા મંત્રાલય પાસે માંગ કરી છે કે તેના આ પ્રસ્તાવને GST કાઉન્સીલમાં પણ રાખવામાં આવે. તમને જણાવી દઈએ કે આગામી વર્ષે જાન્યુઆરીની શરૂઆતમાં જ જીએસટી કાઉન્સીલની બેઠક પણ થવા જઈ રહી છે. ત્યારે બીજી તરફ કોલસા કંપનીઓએ સરકાર પાસે માંગ કરી છે કે જુલાઈ 2022થી કોલસા પર ગ્રીન સેસની વસૂલાતને ખત્મ કરી દેવામાં આવે. જુલાઈ 2022માં કોલસા પર ગ્રીન સેસની વસૂલાતને 5 વર્ષ પૂરા થઈ જશે.
સેસ એક પ્રકારનો નાનો ટેક્સ હોય છે, જે મોટા ટેક્સ પર વસૂલવામાં આવે છે. સરકારી આવકમાં વધારો અને દેશહિત માટે કોઈ પરિયોજનાઓને પૂર્ણ કરવા માટે સરકાર કોઈ વસ્તુ પર સેસ લગાવે છે અને એક સમય બાદ તેને વસૂલવાનો બંધ કરી દે છે.
આ પણ વાંચો: દેશભરમાં ચાઈનીઝ મોબાઈલ કંપનીઓ પર દરોડા, ગુરુગ્રામ-દિલ્હી-મુંબઈ અને બેંગ્લોરની ઓફિસો પર સર્ચ ઓપરેશન