શું ગૌતમ અદાણીને ‘ક્લીન ચીટ’ મળશે ? ટ્રમ્પ સરકાર સાથે થઈ ખાસ મુલાકાત

અમેરિકામાં લાંચના કોર્ટ કેસનો સામનો કરી રહેલા ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને ટૂંક સમયમાં 'ક્લીન ચિટ' મળી શકે છે. તાજેતરમાં, અદાણીની ટીમે ડોનાલ્ડ ટ્રમ્પ સરકારના અધિકારીઓ સાથે ખાસ મુલાકાત કરી છે.

શું ગૌતમ અદાણીને ક્લીન ચીટ મળશે ? ટ્રમ્પ સરકાર સાથે થઈ ખાસ મુલાકાત
| Edited By: | Updated on: May 05, 2025 | 2:35 PM

અબજોપતિ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને ટૂંક સમયમાં લાંચના કેસમાં ‘ક્લીન ચિટ’ મળી શકે છે. અમેરિકાની કોર્ટમાં લાંચના કેસનો સામનો કરી રહેલા ગૌતમ અદાણીની ટીમે તાજેતરમાં જ ડોનાલ્ડ ટ્ર્મ્પ સરકાર સાથે ખાસ મુલાકાત કરી છે. આ બેઠકમાં, ડોનાલ્ડ ટ્રમ્પ સરકારના અધિકારીઓ અને ગૌતમ અદાણીની ટીમ વચ્ચે આ કેસની લઈને લાંબી ચર્ચા થઈ હોવાના અહેવાલ છે.

બ્લૂમબર્ગ ન્યૂઝના અહેવાલ મુજબ, ગૌતમ અદાણીની ટીમે ડોનાલ્ડ ટ્રમ્પ સરકારના અધિકારીઓને, અદાણી સામે લાગેલા ફોજદારી આરોપને દૂર કરવા અપીલ કરી છે. આ અપીલ લાંચના કેસમાં તેમની સામે ચાલી રહેલી તપાસને લઈને કરવામાં આવી છે.

આ રજૂઆત અદાણી જૂથ દ્વારા કરાઈ

આ બેઠક દરમિયાન, ગૌતમ અદાણીની ટીમે એવો મુદ્દો રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે કે, આ લાંચ કેસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પ્રાથમિકતા સાથે મેળ ખાતો નથી. આવી સ્થિતિમાં, આ મામલા પર પુનર્વિચાર કરવો જોઈએ.

ગૌતમ અદાણીના લાંચ કેસ અંગેની વાતચીત આ વર્ષની શરૂઆતમાં શરૂ થઈ હતી. પરંતુ તાજેતરના અઠવાડિયામાં તેને વેગ મળ્યો છે. જો આ મુદ્દે વાતચીત એ જ ગતિએ ચાલુ રહેશે, તો આગામી થોડા મહિનામાં આ મામલે મોટો નિર્ણય આવી શકે છે. ગૌતમ અદાણીને પણ ક્લીનચીટ મળી શકે છે.

જાન્યુઆરીમાં ડોનાલ્ડ ટ્રમ્પે, યુએસ રાષ્ટ્રપતિની જવાબદારી સંભાળતાની સાથે જ ગૌતમ અદાણીને આ કેસમાં રાહત મળવાની આશા વધી ગઈ હતી. નવેમ્બર 2024માં, યુએસ તપાસ એજન્સીઓએ ગૌતમ અદાણી અને તેમના ભત્રીજા સાગર અદાણી સામે લાંચનો આ કેસ નોંધ્યો હતો.

અદાણીનો ‘લાંચ કેસ’ શુ છે?

ગૌતમ અદાણી અને સાગર અદાણી સામેની તેમની તપાસમાં અમેરિકન તપાસ એજન્સીઓએ શોધી કાઢ્યું છે કે. બંનેએ ભારતીય કંપની (અદાણી ગ્રુપ) ને પાવર સપ્લાય કોન્ટ્રાક્ટ મળે તે માટે ભારતમાં અધિકારીઓને કરોડોની લાંચ આપી હતી. આ કરારોના આધારે, અદાણી ગ્રુપે કથિત રીતે અમેરિકન રોકાણકારોને ગેરમાર્ગે દોર્યા અને પૈસા એકઠા કર્યા. આ કેસમાં, યુએસ માર્કેટ રેગ્યુલેટરે ગૌતમ અદાણી અને સાગર અદાણીને પણ સમન્સ પાઠવ્યા હતા.

ગૌતમ અદાણી એ ભારતીય ઉદ્યોગપતિ છે અને વિશ્વના બિલિયોનર ઉદ્યોગપતિઓમાં તેમનો સમાવેશ થાય છે. ગૌતમ અદાણીને લગતા અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો.