ઈલેક્ટ્રિક વાહન (ELECTRIC VEHICLE)નો યુગ શરૂ થઈ ગયો છે. ક્લાયમેન્ટ ચેન્જ (CLIMATE CHANGE)ના વિનાશથી બચવા માટે દુનિયા હવે ક્લીન એનર્જી (CLEAN ENERGY) તરફ આગળ વધી રહી છે. આથી જ તો પેટ્રોલ-ડીઝલથી ચાલતા વાહનો સાથેની આપણી દોસ્તી ખતમ થઈ રહી છે અને ઈલેક્ટ્રિક વ્હિકલ એટલે કે, EV-પ્રેમીઓની સંખ્યા ધીમે-ધીમે વધી રહી છે.
તો શું ફૉસિલ ફ્યુઅલના એન્જિનનો એ પાવરફૂલ ટૉર્ક, પૂરપાટ વેગે ગાડી ચલાવવાની એ મજા, ઘૂઘવાટા મારતા એન્જિનનો એ અવાજ, આ બધું શું હંમેશા માટે ઈતિહાસ બની જશે? શું ભવિષ્યમાં માત્ર ઈલેક્ટ્રિક ગાડીઓ જ દોડતી દેખાશે? આ તમામ સવાલો અત્યારે આખીયે દુનિયામાં ચકરાવે ચડ્યા છે. પણ આપણે, દુનિયાની વાત છોડીને આપણા દેશ ભારતની વાત કરીએ, જ્યાં ગાડીની વાત આવે ત્યારે સૌથી પહેલાં એક જ સવાલ પૂછવામાં આવે છે કે, “એવરેજ કેટલી આપશે?”
તો શું ઈલેક્ટ્રિક કાર આ મોરચે ખરી ઊતરશે..?
આ સવાલનો જવાબ EV પર મળતાં સરકારી ઈન્સેન્ટિવનો ફાયદો ઉઠાવીને કાર ખરીદવા માંગતા તમામ લોકો જાણવા ઉત્સુક છે. તેઓ જાણવા માંગે છે કે, ઈલેક્ટ્રિક ગાડી ખરીદવાથી તેમના ખિસ્સાને કેટલો ફાયદો થશે?
તેના માટે સૌથી પહેલાં વાત કરીશું કિંમતની.
હવે વાત કરીએ ગાડી ચલાવવાના ખર્ચની.
પેટ્રોલના ભાવ 100 રૂપિયાની ઉપર છે, એટલે તે હિસાબે EVની રનિંગ કૉસ્ટ ઘણી ઓછી થઈ જાય છે.
ક્યાં કેટલો થશે ખર્ચ ?
હવે સૌથી મહત્વપૂર્ણ ચાર્જિંગના ખર્ચની વાત કરીએ. ઈલેક્ટ્રિક કારમાં બેટરી ચાર્જ કરવાનો ખર્ચ સૌથી મહત્વનો છે. ઉદાહરણ તરીકે, દિલ્હીની વાત કરીએ તો, ત્યાં ચાર્જિંગ સ્ટેશન પર આ ખર્ચ પ્રતિ યુનિટ 4થી 4.5 રૂપિયા છે જ્યારે પોતાના ઘરે ચાર્જિંગનો ખર્ચ 3થી 8 રૂપિયા થાય છે. એટલે કે, ચાર્જિંગ સ્ટેશન પર આ ખર્ચ 80થી 202 રૂપિયાની સરખામણીએ ઘરે 160થી 450 રૂપિયા થાય છે.
બેટરી સ્વૉપિંગ પૉલિસીની વાત કરીએ તો, સરકારે EVને પ્રોત્સાહન આપવા માટે બજેટમાં બેટરી સ્વૉપિંગ પૉલિસી લાવવાની વાત કરી છે.
બેટરી સ્વૉપિંગ એટલે, તમે કોઈ પણ બેટરી સ્વૉપિંગ સ્ટેશન પર જઈને તમારી કારની ડિસ્ચાર્જ થયેલી બેટરીને ચાર્જ્ડ બેટરી સાથે બદલાવી શકો છો. જો તમે લાંબો પ્રવાસ કરી રહ્યાં છો, તો બેટરી સ્વૉપિંગથી ઘણી મદદ મળશે અને બેટરી ચાર્જ કરવાનો સમય બચી જશે.
હવે આ આખીયે વાતમાં નિષ્ણાત શું કહે છે તે પણ જાણી લઈએ.
હાલ તો સસ્તામાં પેટ્રોલ ડીઝલ વાહન ખરીદો અને બાકી બચેલા રૂપિયા વ્યાજે મૂકી તેનામાંથી પેટ્રોલ ડીઝલ ભરાવી ફરો
આ પણ જુઓ