50 ટકા ઘટ્યા બાદ પણ મોંઘા કેમ છે Paytm ના શેર, જાણો તેની પાછળનું કારણ

50 ટકા ઘટ્યા બાદ પણ મોંઘા કેમ છે Paytm ના શેર, જાણો તેની પાછળનું કારણ
Paytm (Symbolic Image)

દેશમાં ફિનટેક કંપનીઓનું નેતૃત્વ કરતી Paytmના શેરમાં ઘટાડો અટકવાનું નામ નથી લઈ રહ્યો. 13 જાન્યુઆરીના રોજ, શેર રૂ. 1045ની નવી રેકોર્ડ નીચી સપાટીએ પહોંચ્યો હતો. એટલે કે, શેર રૂ. 2150ની ઇશ્યૂ કિંમત સામે 50 ટકાથી વધુ ડિસ્કાઉન્ટ પર ટ્રેડ થઈ રહ્યો છે.

TV9 GUJARATI

| Edited By: Pankaj Tamboliya

Jan 18, 2022 | 6:51 AM

Paytmનો શેર 2150 રૂપિયાની ઇશ્યૂ કિંમત સામે 50 ટકાથી વધુ ડિસ્કાઉન્ટ પર ટ્રેડ થઈ રહ્યો છે. કંપનીના ચેરમેન વિજય શેખર શર્મા(Vijay Shekhar Sharma)એ શેરમાં આટલા મોટા ઘટાડાનું કારણ જણાવ્યું છે. ત્યારે શું કહે છે બ્રોકર્સ, ચાલો તમને જણાવીએ. હકીકતમાં, દેશમાં ફિનટેક કંપનીઓ(Fintech Companies)ની આગેવાની કરનાર Paytmના શેરમાં ઘટાડો અટકવાનું નામ નથી લઈ રહ્યો.

13 જાન્યુઆરીના રોજ, શેર 1045 રૂપિયાની નવી રેકોર્ડ નીચી સપાટીએ પહોંચ્યો હતો. એટલે કે, શેર 2150 રૂપિયાની ઇશ્યૂ કિંમત સામે 50 ટકાથી વધુ ડિસ્કાઉન્ટ પર ટ્રેડ થઈ રહ્યો છે. આનાથી નાના રોકાણકારો તેમજ અલીબાબા, સોફ્ટબેંક અને એએનટી ગ્રુપ જેવા મોટા રોકાણકારોને ભારે નુકસાન થયું છે. ANT ગ્રૂપે 1833 રૂપિયા પ્રતિ શેરના ભાવે રૂ. 33,600 કરોડનું રોકાણ કર્યું હતું. વાસ્તવમાં 18 નવેમ્બરે IPOના લિસ્ટિંગ બાદ કંપનીની મુશ્કેલીઓ વધી રહી છે.

લિસ્ટિંગ પહેલા, વિદેશી બ્રોકરેજ હાઉસ મેક્વેરીએ શેરનો 1,200 રૂપિયાનો લક્ષ્યાંક રાખ્યો હતો. લિસ્ટિંગના દિવસે સ્ટોક 27 ટકા ઘટ્યો હતો. હજુ બે મહિના પણ નહોતા થયા કે 10 જાન્યુઆરીના રોજ મેકવેરીએ સ્ટોકનો ટાર્ગેટ 25 ટકા ઘટાડીને 900 રૂપિયા કર્યો. આનાથી શેરમાં ઘટાડો વધુ તીવ્ર બન્યો. હવે તે 1000 રૂપિયાથી નીચે જવાની શક્યતા વધી ગઈ છે.

ઘટાડાનું કારણ

મેક્વેરીએ અનેક નિયમનકારી, વ્યવસાય-સંબંધિત પડકારો તરફ ધ્યાન દોર્યું છે. તેનાથી અનિશ્ચિતતા વધી છે. ડિજિટલ પેમેન્ટ પર આરબીઆઈના સૂચિત નિયમો વોલેટ ચાર્જને મર્યાદિત કરી શકે છે. પેમેન્ટ બિઝનેસ આવકના 70 ટકા હિસ્સો ધરાવે છે, તેથી ફી પર મર્યાદા લાદવાના કોઈપણ નિયમની આવક પર અસર પડશે.

વધુ સમસ્યાઓ છે

જો કે Paytm એ બિઝનેસના વૈવિધ્યકરણ માટે મ્યુચ્યુઅલ ફંડ, શેર ટ્રેડિંગમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ બહુ સફળતા મળી નથી. તાજેતરમાં વીમા નિયમનકાર IRDA એ જનરલ ઈન્સ્યોરન્સ કંપની રાહેજા ક્યુબને 568 કરોડ રૂપિયામાં ખરીદવાનો કંપનીનો સોદો અટકાવી દીધો હતો. મેક્વેરીનું માનવું છે કે આનાથી કંપનીને બેન્કિંગ લાઇસન્સ મેળવવામાં પણ સમસ્યા ઊભી થશે.

આ સિવાય કંપનીની લોનની સરેરાશ ટિકિટનું કદ સતત ઘટી રહ્યું છે. હવે તે 5000 રૂપિયાની નીચે આવી ગયો છે. આમાંની મોટાભાગની નાની કિંમતની BNPL એટલે કે બાય નાવ પે લેટર છે. તેમાંથી, વેપારી લોનની સંખ્યા ઓછી છે. એટલું જ નહીં, કંપનીમાં સિનિયર મેનેજમેન્ટની નોકરી છોડવી એ અન્ય એક મુદ્દો છે જે વિશ્લેષકોની ચિંતાનું કારણ છે.

વિશ્લેષકોની ચિંતા

ડિસેમ્બર 2021 માં, કંપનીના ત્રણ વરિષ્ઠ અધિકારીઓએ રાજીનામું આપ્યું. મેક્વેરી અનુસાર, વરિષ્ઠ અધિકારીઓ Paytmમાંથી રાજીનામું આપી રહ્યા છે, જે ચિંતાનો વિષય છે. અમારા મતે જો નોકરી છોડવાનો વર્તમાન દર ચાલુ રહેશે તો તેની અસર બિઝનેસ પર પડી શકે છે. ઘટતી કમાણી અને વધતા ખર્ચ અને ખોટને કારણે, મેક્વેરીએ 2025 માટે કંપનીના EPS અંદાજમાં 16 થી 27 ટકાનો ઘટાડો કર્યો છે.

હવે આગળ શું ?

પેટીએમના શેર અંગે બ્રોકરોના અભિપ્રાય વિભાજિત છે. જો કે, નબળા રેટિંગ્સ અથવા લક્ષ્યાંકો ધરાવતા બ્રોકરોનો હાથ ઉપર હોય તેવું લાગે છે. મેક્વેરી ઉપરાંત, યસ રિસર્ચ અને જેએમ ફાઇનાન્શિયલ 1113-1240 પર સેલ પોઝિશન આપી હતી. ગોલ્ડમૅન સૅશનું રૂ. 1630નું લક્ષ્ય ન્યુટ્રલ રેટિંગ છે.

તેનાથી વિપરીત, ત્રણ બ્રોકર્સ જેપી મોર્ગન, મોર્ગન સ્ટેન્લી અને દૌલત કેપિટલ 1850 થી 2530 સુધીના લક્ષ્યાંકો સાથે બુલિશ આઉટલૂક ધરાવે છે. શેર ઈન્ડિયાના રિસર્ચ હેડ રવિ સિંહના જણાવ્યા અનુસાર ટૂંકા ગાળામાં શેર 900 રૂપિયા સુધી ઘટી શકે છે. નવી ખરીદી કરતા પહેલા રોકાણકારોએ સાવચેત રહેવું જોઈએ.

આ તમામ પડકારો અને મુશ્કેલીઓથી વિપરીત, Paytmના ચેરમેન વિજય શેખર શર્મા માને છે કે શેરનું લિસ્ટિંગ એવા સમયે થયું જ્યારે વૈશ્વિક બજારો વિવિધ કારણોસર પ્રભાવિત અને ભયભીત હતા. દક્ષિણ અમેરિકામાં કંપનીઓએ 70 ટકાથી વધુ ગુમાવ્યું છે. શર્મા કહે છે કે આ વર્ષના ત્રીજા ક્વાર્ટર દરમિયાન પેમેન્ટ સેગમેન્ટમાંથી આવક આશરે 100 મિલિયન ડોલર થવાની ધારણા છે. તેની તુલના બજાજ ફાઇનાન્સ સાથે કરી શકાય છે.

Paytmનું નામ દેશની સૌથી મોટી IPO કંપની બની ગયું છે અને સાથે જ રોકાણકારોને સૌથી વધુ નુકસાન કરનારી કંપનીઓની યાદીમાં પણ સામેલ છે. વિજય શેખર શર્માનું તાજેતરનું નિવેદન આ યાદીમાંથી બહાર આવવામાં અને રોકાણકારોની ખોટ ઘટાડવામાં કેટલી મદદ કરે છે. આ તો સમય જ કહેશે.

આ પણ વાંચો: આજે મંગળવારે છે ‘પુષ્ય નક્ષત્ર’, હનુમાનજીની પૂજા કરવાનો બની રહ્યો છે ખૂબ જ શુભ યોગ

આ પણ વાંચો: પીજી- નીટની પરીક્ષાને લઇને ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના વિધાર્થીઓ મૂંઝવણમાં, કરી આ માંગ

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati