રિલાયન્સના વારસદાર કોણ બનશે ? મુકેશ અંબાણીએ AGM ને સંબોધિત કરતી વખતે આપ્યો હતો આ સંકેત

|

Nov 23, 2021 | 5:16 PM

રિલાયન્સનો બિઝનેસ રિફાઈનિંગ, પેટ્રોકેમિકલ્સથી લઈને ટેલિકોમ્યુનિકેશન, ઈ-કોમર્સ અને ગ્રીન એનર્જી સુધી ફેલાયેલો છે. મુકેશ અંબાણી અત્યારે ઘણા વિકલ્પો પર વિચાર કરી રહ્યા છે.

રિલાયન્સના વારસદાર કોણ બનશે ? મુકેશ અંબાણીએ AGM ને સંબોધિત કરતી વખતે આપ્યો હતો આ સંકેત
Mukesh Ambani Family

Follow us on

એશિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિ અને ભારતીય અબજોપતિ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીનો (Mukesh Ambani) તેમના નાના ભાઈ અનિલ અંબાણી સાથે વારસામાં મળેલા બિઝનેસને લઈને વર્ષો સુધી ઝઘડો થયો હતો. વર્ષ 2002 માં પિતા ધીરુભાઈ અંબાણીના અવસાન બાદ મુકેશ અંબાણી અને અનિલ અંબાણી અલગ થઈ ગયા હતા. ધીરુભાઈ અંબાણીએ તેમના મૃત્યુ સુધી કોઈ વસિયત તૈયાર કરી ન હતી, જેના કારણે રિલાયન્સને (Reliance) આગળ વધીને તેને બે ભાગમાં વહેંચવી પડી હતી. રિલાયન્સનું આયોજન મુકેશ અંબાણી એવી રીતે કરવા માંગે છે કે તે તેમના ત્રણેય બાળકો પર ઉત્તરાધિકારનો વિવાદ ન થાય. તેના માટે તે વિશ્વભરમાં ઉત્તરાધિકાર મોડેલના અભ્યાસમાં વ્યસ્ત છે.

બિઝનેસની જવાબદારી સંતાનોને આપશે
મુકેશ અંબાણી હવે પોતાના બાળકોને બિઝનેસની જવાબદારી આપવાનું વિચારી રહ્યા છે. તેણે આ વાતનો ઉલ્લેખ પણ કર્યો છે. તેણે તેના શેરધારકોને (Shareholders) જાણ કરી છે કે હવે આકાશ, ઈશા અને અનંત અંબાણી બિઝનેસની જવાબદારી સંભાળશે. ત્રણેય પારિવારિક વ્યવસાયમાં પણ વધુ સક્રિય જણાય છે. મુકેશ અંબાણીએ હાલ રિલાયન્સના ચેરમેન પદેથી રાજીનામું આપ્યું નથી કે કોઈ સત્તાવાર જાહેરાત પણ કરી નથી.

ઉત્તરાધિકાર મોડેલ શું હશે ?
આ મામલે ઝડપી ગતિએ કામ ચાલી રહ્યું છે, પરંતુ જે મોડલ સામે આવ્યું છે તે વોલ્ટન મોડલ (Walton Model) છે. વોલમાર્ટ ગ્રુપના માલિક સેમ વોલમાર્ટે એવું ઉત્તરાધિકાર મોડેલ બનાવ્યું હતું, જેમાં વિવાદને કોઈ અવકાશ નથી. જે મુકેશ અંબાણીને ખૂબ જ પસંદ છે. અહેવાલ મુજબ, મુકેશ અંબાણી પરિવારના હોલ્ડિંગ્સને એક ટ્રસ્ટમાં મૂકવા માંગે છે જે RILને નિયંત્રિત કરશે. ટ્રસ્ટમાં અંબાણી પોતે, તેમની પત્ની અને બાળકોનો હિસ્સો હશે. ટ્રસ્ટના બોર્ડમાં પરિવારની નજીકના સલાહકારોનો પણ સમાવેશ થશે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

બિઝનેસ કેવી રીતે ચાલશે ?
મળતી માહિતી મુજબ, રિલાયન્સ બિઝનેસના સંચાલનની રીત સંપૂર્ણપણે બદલાઈ જશે. મેનેજમેન્ટ કંટ્રોલ પ્રોફેશનલ લોકો પાસે રહેશે જેઓ રિલાયન્સના સમગ્ર બિઝનેસનું ધ્યાન રાખશે. રિલાયન્સમાં અલગ-અલગ પ્રોફેશનલ્સ હશે. તમને જણાવી દઈએ કે રિલાયન્સનો બિઝનેસ રિફાઈનિંગ, પેટ્રોકેમિકલ્સથી લઈને ટેલિકોમ્યુનિકેશન, ઈ-કોમર્સ અને ગ્રીન એનર્જી સુધી ફેલાયેલો છે. મુકેશ અંબાણી અત્યારે ઘણા વિકલ્પો પર વિચાર કરી રહ્યા છે, હજુ સુધી કોઈ ફાઈનલ કરવામાં આવ્યું નથી.

 

આ પણ વાંચો : કૃષિ કાયદા પરત લેવા મુદ્દે બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહત્વની બેઠક, ક્રિપ્ટોકરન્સી પર થઈ શકે છે મોટી જાહેરાત

આ પણ વાંચો : ”બજાર આશા અને વિશ્વાસના આધારે આગળ વધી રહ્યું છે, આ તેજી હવે ચાલુ રહેશે”, AMFI ચીફ બાલાસુબ્રમણ્યમે જણાવી આ ખાસ વાતો

Next Article