ટેક્સ રિફંડના ક્લેમ સામે ઇન્કમ ટેક્સની નોટિસ મળે તો શું કરવું? અનુસરો આ સરળ ઉપાય

|

Aug 15, 2022 | 3:25 PM

કરદાતાઓ અથવા નાના વેપારીઓ કે જેમણે કલમ 80G હેઠળ કર મુક્તિનો દાવો કર્યો છે તેમને વધુ નોટિસ મળી રહી છે. આ વિભાગમાં ઘણા જુદા જુદા ખર્ચાઓને કર મુક્તિનો લાભ મળે છે તેથી આ વિભાગમાં મૂંઝવણ થવી સામાન્ય છે.

ટેક્સ રિફંડના ક્લેમ સામે ઇન્કમ ટેક્સની નોટિસ મળે તો શું કરવું? અનુસરો આ સરળ ઉપાય
File Image

Follow us on

ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31મી જુલાઈ હતી. હવે ટેક્સ વિભાગ રિટર્નની પ્રક્રિયા દ્વારા રિફંડ પરત કરી રહ્યું છે. ઘણા લોકોને રિફંડ પણ મળી ગયું હશે. એવું પણ બની શકે છે કે કોઈને રિફંડના બદલામાં ટેક્સ વિભાગ તરફથી નોટિસ મળી હશે. આવું ત્યારે થાય છે જ્યારે ટેક્સ અથવા આવકની ગણતરી ખોટી રીતે કરવામાં આવી હોય. આવક યોગ્ય રીતે દર્શાવવામાં ન આવી હોય અથવા વધારાની ખોટનો દાવો કરવામાં આવે તે કિસ્સાઓમાં ટેક્સ વિભાગ રિફંડ ક્લેમની તપાસ કરે છે જેમનો TDS કાપવામાં આવ્યો છે. વેરિફિકેશન બાદ ખાતામાં રિફંડના પૈસા આપવામાં આવે છે.

આ વખતે ઇન્કમ ટેક્સ વિભાગ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સોફ્ટવેરની મદદથી લોકોના ક્લેમની ચકાસણી કરી રહ્યું છે. તેના આધારે કરદાતાને નોટિસ પણ આપવામાં આવી રહી છે. જો આવકવેરા કાયદાની વિવિધ કલમો હેઠળ એક સાથે અનેક રિફંડ દાવા કરવામાં આવે તો નોટિસ મળી શકે છે. જવાબમાં ટેક્સ વિભાગ કરદાતાને ITR ચકાસવા અને સુધારવા માટે કહી શકે છે. આવું ત્યારે થાય છે જ્યારે ITRમાં રોકાણનો કોઈ પુરાવો ન હોય અથવા જો મુક્તિનો ખોટો દાવો કરવામાં આવે છે. કરદાતાને નોટિસ આપવામાં આવે છે જેથી કરીને તે ક્લેમ સુધારી શકે અને રિફંડની રકમ ઘટાડીને ફરીથી ITR ભરી શકે.

શા માટે અને કોને નોટિસ મળે છે?

કરદાતાઓ અથવા નાના વેપારીઓ કે જેમણે કલમ 80G હેઠળ કર મુક્તિનો દાવો કર્યો છે તેમને વધુ નોટિસ મળી રહી છે. આ વિભાગમાં ઘણા જુદા જુદા ખર્ચાઓને કર મુક્તિનો લાભ મળે છે તેથી આ વિભાગમાં મૂંઝવણ થવી સામાન્ય છે. દાનના નાણાંની જેમ વિશેષ રાહત ભંડોળ અને સખાવતી સંસ્થાઓને આપવામાં આવેલ દાન આ હેઠળ આવે છે. પગાર વર્ગના લોકોને નોટિસ મળી રહી છે કારણ કે તેઓએ વધુ રિફંડ ક્લેમ દર્શાવ્યો છે અને તેમના ફોર્મ 16માં મોટો તફાવત જોવા મળી રહ્યો છે. ધંધો ચલાવનારાઓને નોટિસ મળી રહી છે કારણ કે તેઓએ વધુ ખોટ બતાવી છે અને ખોટા દાવા કર્યા છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

જો કોઈ આવી ભૂલ કરે છે અને ટેક્સ વિભાગ તે ભૂલ પર કાર્યવાહી કરે છે તો 200 ટકા સુધીનો દંડ થઈ શકે છે. ખોટા દાવા પર 200% દંડ થઈ શકે છે તેની સાથે વ્યાજ પણ ચૂકવવું પડી શકે છે. તો નોટિસથી સાવધાન રહો અને જો તમને ભૂલથી મળી જાય તો તેનાથી બચવાની રીત જાણો.

 

Published On - 3:25 pm, Mon, 15 August 22

Next Article