AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બેંક ખાતાધારકના મૃત્યુ બાદ ખાતામાં જમા પૈસાનું શું થાય? જાણો નોમિની અને વારસદાર માટેના નિયમો

ખાતાધારકના મૃત્યુ બાદ આ રકમ નોમિની અથવા કાયદેસર વારસદારને નિયમો મુજબ આપવામાં આવે છે. જોકે, પ્રક્રિયા ખાતાના પ્રકાર અને ખાતામાં નોમિની નોંધાયેલ છે કે નહીં તેના આધારે અલગ હોઈ શકે છે.

બેંક ખાતાધારકના મૃત્યુ બાદ ખાતામાં જમા પૈસાનું શું થાય? જાણો નોમિની અને વારસદાર માટેના નિયમો
Bank AccountImage Credit source: RBI VIDEO
| Updated on: Sep 29, 2026 | 1:51 PM
Share

જો કોઈ વ્યક્તિનું બેંક ખાતું હોય અને તેનું મૃત્યુ થઈ જાય, તો તેના ખાતામાં જમા રહેલા પૈસા બેંકના થઈ જતા નથી. ખાતાધારકના મૃત્યુ બાદ આ રકમ નોમિની અથવા કાયદેસર વારસદારને નિયમો મુજબ આપવામાં આવે છે. જોકે, પ્રક્રિયા ખાતાના પ્રકાર અને ખાતામાં નોમિની નોંધાયેલ છે કે નહીં તેના આધારે અલગ હોઈ શકે છે. ત્યારે તેને લઈને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ તે પૈસાને લઈને ક્લેમ કેવી રીતે કરવો તેમજ ક્લેમ મંજૂર કેવી રીતે કરાવવો તે અંગે માહિતી આપી છે ચાલો અહીં સમજીએ.

નોમિનીનું નામ નોંધાયેલું હોય તો શું થાય?

જો ખાતાધારકે બેંક ખાતામાં નોમિનીનું નામ નોંધાવ્યું હોય, તો મૃત્યુ બાદ નોમિની બેંકમાં જરૂરી દસ્તાવેજો સાથે ક્લેમ કરી શકે છે. સામાન્ય રીતે ડેથ સર્ટિફિકેટ, ઓળખ અને અન્ય જરૂરી દસ્તાવેજો રજૂ કરવાની જરૂર પડે છે. બેંકની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ખાતામાં રહેલી રકમ નોમિનીને ચૂકવવામાં આવે છે.

નોમિની ન હોય તો પૈસા કોને મળે?

જો ખાતામાં નોમિની નોંધાયેલ ન હોય, તો ખાતામાં રહેલી રકમ કાયદેસર વારસદારોને મળી શકે છે. આવા કિસ્સામાં બેંક જરૂરી વારસાઈ સંબંધિત દસ્તાવેજો, કોર્ટનો આદેશ અથવા અન્ય કાનૂની દસ્તાવેજોની માંગ કરી શકે છે. જરૂરી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ રકમ કાયદેસર હકદારને આપવામાં આવે છે.

જોઇન્ટ એકાઉન્ટમાં શું થાય?

જોઇન્ટ બેંક ખાતામાં મૃત્યુ બાદ પૈસાની પ્રક્રિયા ખાતામાં પસંદ કરેલા ઓપરેશનના પ્રકાર અને બેંકના નિયમો પર આધારિત રહે છે. જો ‘Either or Survivor’ જેવી સુવિધા હોય, તો જીવિત ખાતાધારકને ખાતું ચલાવવાની સુવિધા મળી શકે છે. જોકે, અંતિમ પ્રક્રિયા માટે બેંક દ્વારા જરૂરી દસ્તાવેજો અને ઔપચારિકતાઓ પૂર્ણ કરવી પડે છે.

બેંક ખાતામાં નોમિનીનું નામ નોંધાવવાથી ક્લેમની પ્રક્રિયા સરળ બની શકે છે. તેથી ખાતાધારકોએ પોતાના તમામ બેંક ખાતા, FD અને અન્ય જમા માટે નોમિનીની વિગતો સમયસર અપડેટ રાખવી જોઈએ. નોમિની અને કાયદેસર વારસદારની ભૂમિકા કાનૂની રીતે અલગ હોઈ શકે છે, તેથી મોટા વારસાઈ વિવાદમાં કાનૂની સલાહ લેવી યોગ્ય છે.

Breaking News : SBI ગ્રાહકો સાવધાન! 1 ઓક્ટોબરથી ATM અને રોકડ ઉપાડના નિયમો બદલાશે, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
મેમનગરની હોસ્પિટલમાં IIM વિદ્યાર્થિની સાથે અયોગ્ય વર્તનનો આક્ષેપ
મેમનગરની હોસ્પિટલમાં IIM વિદ્યાર્થિની સાથે અયોગ્ય વર્તનનો આક્ષેપ
સુરત શહેરની 80 હોટલ અને રેસ્ટોરન્ટોમાં તપાસ
સુરત શહેરની 80 હોટલ અને રેસ્ટોરન્ટોમાં તપાસ
પોલીસે દારૂની હેરાફેરી ઝડપી બુટલેગરોના નવા ‘કીમિયો’નો પર્દાફાશ કર્યો
પોલીસે દારૂની હેરાફેરી ઝડપી બુટલેગરોના નવા ‘કીમિયો’નો પર્દાફાશ કર્યો
એક્સ-રે બાદ મહિલાના ગળામાંથી મંગળસૂત્ર ગાયબ , જુઓ વીડિયો
એક્સ-રે બાદ મહિલાના ગળામાંથી મંગળસૂત્ર ગાયબ , જુઓ વીડિયો
ભાવનગર-અલંગ નેશનલ હાઈવે પર અકસ્માત, 7 લોકોના મોત નિપજ્યા ! Video
ભાવનગર-અલંગ નેશનલ હાઈવે પર અકસ્માત, 7 લોકોના મોત નિપજ્યા ! Video
કાર્યક્ષેત્રે તમારી મહેનતની પ્રશંસા થશે, વેપારમાં મોટો ફાયદો થઈ શકે છે
કાર્યક્ષેત્રે તમારી મહેનતની પ્રશંસા થશે, વેપારમાં મોટો ફાયદો થઈ શકે છે
સ્મિત મચ્છરની બહાદુરીને ડોક્ટર સંત વલ્લભ સ્વામીએ બિરદાવી
સ્મિત મચ્છરની બહાદુરીને ડોક્ટર સંત વલ્લભ સ્વામીએ બિરદાવી
બનાસકાંઠામાં કિસાન સંઘની આગેવાનીમાં ખેડૂતોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન
બનાસકાંઠામાં કિસાન સંઘની આગેવાનીમાં ખેડૂતોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન
સુરતઃ RTOમાં લાયસન્સ અને મોબાઈલ લિંક કરાવવા આવતા લોકો પરેશાન
સુરતઃ RTOમાં લાયસન્સ અને મોબાઈલ લિંક કરાવવા આવતા લોકો પરેશાન
પોરબંદરમાં GETCO સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, વીજ લાઇનનું વળતર આપવા માગ
પોરબંદરમાં GETCO સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, વીજ લાઇનનું વળતર આપવા માગ
g clip-path="url(#clip0_868_265)">