વેપાર શરૂ કરવો છે ? તો જાણી લો ઓનલાઈન ગુમાસ્તાધારા લાયસન્સ મેળવવાની રીત

|

May 26, 2021 | 8:40 PM

Shop License : દુકાન ખોલવી હોય તો તેના માટે તમારે લાયસન્સ લેવાની જરૂર પડે છે જેને ગુમાસ્તા ધારા લાયસન્સ કહે છે.

વેપાર શરૂ કરવો છે ? તો જાણી લો ઓનલાઈન ગુમાસ્તાધારા લાયસન્સ મેળવવાની રીત
ગુમાસ્તાધારા લાયસન્સ મેળવવાની રીત

Follow us on

ગુમાસ્તાધારા લાયસન્સ (Gumastadhara Licence) વેપાર ધંધા માટે મહત્વનો દસ્તાવેજ છે. તમારે કોઇ પણ ધંધો શરૂ કરવો હોય અથવા દુકાન ખોલવી હોય તો તેના માટે તમારે લાયસન્સ લેવાની જરૂર પડે છે જેને ગુમાસ્તાધારા લાયસન્સ કહે છે.

આ લાયસન્સ મેળવતી વખતે વેપાર ધંધા માટે અરજદારનું નામ, ધંધાનું નામ અને પ્રકાર, કર્મચારીઓના નામ તેમજ સંખ્યા જેવી અગત્યની માહિતી આપવી જરૂરી છે. આ લાયસન્સ પહેલાં નગરપાલિકા, ગ્રામ પંચાયતની કચેરી દ્વારા અપાતુ હતુ પરંતુ હવે આ લાયસન્સ ઓનલાઈન અરજી કરીને પણ મેળવી શકાય છે. આ બાબતે નવા નિયમો મુજબ LegalDocs વેબસાઇટ પર જઇને ત્રણ સરળ સ્ટેપ્સ દ્વારા તાત્કાલિક ગુમાસ્તાધારા લાયસન્સ ઘર બેઠા મળી જશે.

Step 1 – અરજી ફોર્મ જે વિશેષ રાજ્યના દુકાન અધિનિયમ હેઠળ આવે છે એ ફોર્મ જરૂરી માહિતી સહિત ભરવાનું રહેશે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Step 2 – આવશ્યક દસ્તાવેજી પુરાવાઓ સબમિટ કરવા. જેમાં ઓળખકાર્ડ, સરનામાં અંગેના પુરાવા અને દુકાન કે ધંધાની શરૂઆત કરી હોય તે અંગે અરજદાર સાથે દુકાનનો માલ સામાન દેખાતો હોય તેવો ફોટો અપલોડ કરવો

Step 3 – તપાસ અને ખરાઈ કરવી. આ સ્ટેપમાં કચેરી દ્વારા પૂછવામાં આવતા સવાલોના જવાબ આપવાના રહે છે તેમજ LegalDocs પર ડિજિટલ સહી કરવાની રહેશે. અરજી પત્ર અને સંબંધિત અધિકારી દ્વારા ખરાઈ કરીને જરૂરી જાણકારી સબમીટ કરવી ત્યાર બાદ લાયસન્સ માટેની ફી સફળતા પૂર્વક ભરીને આ લાયસન્સ મળી જશે. આ ફોર્મ દરેક રાજ્ય સરકાર દ્વારા અલગ અલગ તૈયાર કરવામાં આવે છે. દરેક રાજ્ય માટે જરૂર ડોક્યુમેન્ટ્સની લીસ્ટ પણ અલગ અલગ હોય છે.

ગુમાસ્તાધારા લાયસન્સ મેળવવા માટે જરૂરી દસ્તાવેજ

૧) અરજદારનું નામ
૨) દુકાન અથવા ધંધાનાં સ્થળનું સરનામું
૪) ધંધા કે દુકાનનું નામ
૫) ધંધાનાં પ્રકાર જેમ કે દુકાન, વાણિજ્યનો હેતુ, ગેસ્ટ હાઉસ, હોટલ અને રેસ્ટોરન્ટ, ધાબા, થિયેટર, સાર્વજનિક મનોરંજન વગેરે
૬) સાઇનબોર્ડ સાથે દુકાન સ્થાપનાનો વાસ્તવિક ફોટો
૭) આધાર કાર્ડ
૮) પાસપોર્ટ સાઇઝ ફોટો

બસ આ જ રીતે જરૂરી દસ્તાવેજ સાથે ઓનલાઈન વેબસાઈટ LegalDocs પર ફોર્મ ભરીને ગુમાસ્તાધારા લાયસન્સ માટે અરજી કરી ઘરે બેસીને સહેલાઈથી લાયસન્સ મેળવવા માટે અરજી કરી શકો છો.

Next Article