વૈશ્વિક બજારોમાં નરમાશની અસરથી ભારતીય શેર બજાર ગગડ્યા, જો કે સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ

|

Oct 22, 2020 | 10:54 AM

વૈશ્વિક બજારોની નરમાશની અસર આજે ભારતીય શેરબજાર ઉપર પણ જોવા મળી છે. પ્રારંભિક કારોબારમાં સ્થાનિક બજારમાં ઘટાડાની સ્થિતિ જોવા મળી રહી છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 40,413.65 સુધી નીચના સ્તરે જોવા મળ્યો હતો.નિફ્ટીએ પણ નુકશાન સાથે કારોબાર કરી રહ્યું છે. નિફટી 11,853.55સુધી ગગદડયો હતો . સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.3 અને ૦.4 ટકાની નબળાઈ જોવા મળી છે. […]

વૈશ્વિક બજારોમાં નરમાશની અસરથી ભારતીય શેર બજાર ગગડ્યા, જો કે સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ

Follow us on

વૈશ્વિક બજારોની નરમાશની અસર આજે ભારતીય શેરબજાર ઉપર પણ જોવા મળી છે. પ્રારંભિક કારોબારમાં સ્થાનિક બજારમાં ઘટાડાની સ્થિતિ જોવા મળી રહી છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 40,413.65 સુધી નીચના સ્તરે જોવા મળ્યો હતો.નિફ્ટીએ પણ નુકશાન સાથે કારોબાર કરી રહ્યું છે. નિફટી 11,853.55સુધી ગગદડયો હતો . સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.3 અને ૦.4 ટકાની નબળાઈ જોવા મળી છે. સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવામાં આવી રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સમાં મજબૂતી દેખાય રહી છે સાથે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં વધારો દર્જ કરવામાં આવી રહ્યો છે.

આજે પ્રારંભિક સત્રમાં ભારતીય શેરબજારની સ્થિતિ ( સવારે ૧૦.૪૦ વાગે)

બજાર         સૂચકઆંક        ઘટાડો
સેન્સેક્સ    40,577.૮૧    −129.50  (0.32%)
નિફટી      11,888.૪૦     −49.25  (0.41%)

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો


બેન્કિંગ, ઑટો, મેટલ અને રિયલ્ટી, પ્રાઇવેટ બેન્ક, આઈટી, ફાર્મા ફાઈનાન્સ સર્વિસિઝ અને પીએસયુ બેન્ક શેરોમાં વેચવાલી જોવા મળી રહી છે. બેન્ક નિફ્ટી 0.39 ટકા ઘટાડાની સાથે 24,539.90 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એફએમસીજી શેરોમાં વધારો દેખાયો છે.દિગ્ગજ શેરોમાં ડૉ.રેડ્ડીઝ, આઈસીઆઈસીઆઈ બેન્ક, એશિયન પેંટ્સ, હિંડાલ્કો, પાવર ગ્રિડ, આઈશર મોટર્સ અને રિલાયન્સ ઘટ્યા છે જ્યારે બ્રિટાનિયા, બજાજ ફિનસર્વ, બજાજ ફાઈનાન્સ, અદાણી પોર્ટ્સ, ભારતી એરટેલ, અલ્ટ્રા સિમેન્ટ અને ઓએનજીસી નફામાં દેખાઈ રહ્યા છે.


મિડકેપ શેરોમાં એન્ડયોરન્સ ટેક્નો, એબી કેપિટલ, ઓબરૉય રિયલ્ટી, બેન્ક ઑફ ઈન્ડિયા અને જુબિલન્ટ ફૂડ્ઝ ૧ગગડ્યા છે જ્યારે એમફેસિસ, ઑયલ ઈન્ડિયા, ક્રિસિલ, સેલ અને ઝિ એન્ટરટેનમેન્ટ માં વૃદ્ધિ દેખાઈ છે. સ્મૉલકેપ શેરોમાં સાસ્કેન ટેક, એગ્રો ટેક ફૂડ્ઝ, કિર્લોસ્કર, જીએફએલ અને રેમકો સિસ્ટમ તૂટ્યા છે. સ્મૉલકેપ શેરોમાં ચેન્નઈ પેટ્રો, પિલાનિ ઈન્વેસ્ટ, નેશનલ પેરોક્ષ, જેકે ટાયર એન્ડ ઈન્ડસ્ટ્રીઝ અને સાગર સિમેન્ટ મજબૂત સાથે કારોબાર કરી રહ્યા છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article