RuPay ક્રેડિટ કાર્ડ થી UPI કરશે 2 ટકા MDR લાગશે, જાણો શું છે આ MDR અને કેવી રીતે થાય છે તેની ગણતરી

નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા એટલે કે NPCI અને બેંકોએ RuPay- યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ પર ક્રેડિટ કાર્ડ ટ્રાન્ઝેક્શન પર વસૂલાતા શુલ્ક માટે બ્લુપ્રિન્ટ તૈયાર કરી છે.

RuPay ક્રેડિટ કાર્ડ થી UPI કરશે 2 ટકા MDR લાગશે, જાણો શું છે આ MDR અને કેવી રીતે થાય છે તેની ગણતરી
UPI
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 28, 2022 | 2:02 PM

નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા એટલે કે NPCI અને બેંકોએ RuPay  યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ પર ક્રેડિટ કાર્ડ ટ્રાન્ઝેક્શન પર વસૂલાતા શુલ્ક માટે બ્લુપ્રિન્ટ તૈયાર કરી છે. ગયા અઠવાડિયે બંને પક્ષો વચ્ચે યોજાયેલી વાટાઘાટોમાં આવા વ્યવહારો પર 2 ટકાનો MDR(Merchant Discount Rate) લાદવા પર સહમતિ બની હતી. ચાલો હવે સમજીએ કે આ MDR શું છે અને તે કેવો લાગે છે.

MDR એટલે મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ. આ તે દર છે કે જેના પર દુકાન અથવા ઈ-કોમર્સ સાઇટ્સ જેવા વેપારીઓએ ક્રેડિટ કાર્ડ્સ, ડેબિટ કાર્ડ્સ, નેટ બેન્કિંગ અને ડિજિટલ વોલેટ્સ દ્વારા ચૂકવણી સ્વીકારવા માટે ચૂકવણી કરવી પડે છે. MDR સામાન્ય રીતે વ્યવહારની રકમના બે થી ત્રણ ટકા હોય છે. ઉદાહરણ તરીકે, જો કોઈ ગ્રાહક ક્રેડિટ કાર્ડ દ્વારા વેપારીને 10,000 રૂપિયાની ચુકવણી કરે છે અને 2 ટકાનો MDR વસૂલતો હોય, તો વેપારી પાસેથી આ ચુકવણી પર 200 રૂપિયા વસૂલવામાં આવશે.

Rupay ક્રેડિટ કાર્ડ વ્યવહારો પર 2 ટકા MDR લાગશે

હવે પાછા સમાચાર પર. RuPay ક્રેડિટ કાર્ડ ટ્રાન્ઝેક્શન પર 2 ટકાના સંમત MDRમાંથી, 1.5 ટકા કાર્ડ ઇશ્યૂ કરનાર બેંકને જશે અને બાકીના રૂપિયા Rupay અને બેંકને જશે જેના ખાતામાં પૈસા મોકલવામાં આવી રહ્યા છે. મંજૂરી માટે RBIને મોકલવામાં આવશે અને Rupay UPI ક્રેડિટ કાર્ડ વ્યવહારો સપ્ટેમ્બરમાં શરૂ થશે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

અગાઉ, રિઝર્વ બેંકે ગયા મહિને રુપે ક્રેડિટ કાર્ડને UPI સાથે લિંક કરવાની જાહેરાત કરી હતી. આ સાથે, આ કાર્ડ્સ દ્વારા UPI ટ્રાન્ઝેક્શન પર MDR ફિક્સ કરવાનો મુદ્દો મહત્વપૂર્ણ બન્યો.

રૂ.2000 સુધીના વ્યવહારો પર કોઈ MDR લાગુ પડતું નથી

હાલમાં, 2,000 રૂપિયા સુધીના ડેબિટ કાર્ડ ટ્રાન્ઝેક્શન પર કોઈ MDR લાગતો નથી. RuPay ક્રેડિટ કાર્ડ વ્યવહારો પર MDR ફિક્સ કરવું મહત્વપૂર્ણ હતું કારણ કે તે ક્રેડિટ કાર્ડ વ્યવસાય માટે જરૂરી છે. રૂ. 20 લાખ સુધીનું વાર્ષિક ટર્નઓવર ધરાવતા એકમો આવા વ્યવહારો માટે કોઈ ચાર્જ વસૂલશે નહીં, પરંતુ તેઓને એક સમયે 2,000 રૂપિયા 5000 રૂપિયા સુધીજ ટ્રાજેક્શન કરવામાં આવી શકશે .જો કે, દિવસમાં ગમે તેટલી વખત વ્યવહારો કરી શકાય છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">