માર્ચ મહિનામાં UPI ટ્રાન્ઝેક્શને બનાવ્યો રેકોર્ડ, પહેલીવાર 500 કરોડથી વધુ થયા ટ્રાન્ઝેક્શન

માર્ચ મહિનામાં UPI ટ્રાન્ઝેક્શને બનાવ્યો રેકોર્ડ, પહેલીવાર 500 કરોડથી વધુ થયા ટ્રાન્ઝેક્શન
UPI Transaction (Symbolic Image)

ઑક્ટોબર 2021માં UPI વ્યવહારોએ પ્રથમ વખત 400 કરોડનો આંકડો પાર કર્યો. આ વર્ષના પ્રદર્શનની વાત કરીએ તો ફેબ્રુઆરીમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો.

TV9 GUJARATI

| Edited By: Nidhi Bhatt

Mar 31, 2022 | 3:21 PM

છેલ્લા કેટલાક વર્ષોમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં (Digital Transactions) સતત વધારો થઈ રહ્યો છે. ડીજીટલ ટ્રાન્ઝેક્શનમાં યુપીઆઈનો (Unified Payments Interface – UPI) સૌથી વધુ ઉપયોગ થાય છે. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા એટલે કે NPCIના શેર ડેટા અનુસાર માર્ચ મહિનામાં 29મી સુધી 504 કરોડ UPI ટ્રાન્ઝેક્શન થયા. આ વ્યવહારોની કુલ કિંમત 8 લાખ 88 હજાર 169 કરોડ છે. આ પહેલીવાર છે જ્યારે UPI ટ્રાન્ઝેક્શન્સ એક મહિનામાં 500નો આંકડો પાર કરી ગયા છે. ઑક્ટોબર 2021માં UPI વ્યવહારોએ પ્રથમ વખત 400 કરોડનો આંકડો પાર કર્યો. આ વર્ષના પ્રદર્શનની વાત કરીએ તો ફેબ્રુઆરીમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati