UPI પર એક કલાકમાં કેટલું પેમેન્ટ કરી શકાય ? જાણો કઇ એપ પર કેટલી છે લિમિટ

|

Dec 07, 2022 | 3:46 PM

શું તમે Paytm, GPay અને PhonePe જેવી થર્ડ પાર્ટી એપ્સ દ્વારા પણ UPI પેમેન્ટ કરો છો. તો શું તમે જાણો છો કે દરેક એપ પર UPI દ્વારા પેમેન્ટ કરવાની એક અલગ લિમિટ છે. બીજી તરફ, Paytm પર, તે કલાકોના આધારે નક્કી કરવામાં આવે છે. વાંચો આ સમાચાર...

UPI પર એક કલાકમાં કેટલું પેમેન્ટ કરી શકાય ? જાણો કઇ એપ પર કેટલી છે લિમિટ
UPI

Follow us on

વિશ્વ ટેક્નોલોજી તરફ આગળ વધી રહ્યું છે. અને ભારત પણ આ માર્ગે છે. નવી નવી ટેક્નોલોજી ઉપરાંત ભારત પેમેન્ટ બાબતે પણ ઘણું આગળ વધી રહ્યુ છે. ખાસ કરીને ઓનલાઇન બેન્કિંગ અને યુપીઆઇ પેમેન્ટનો વપરાશ ઘણો વધી ગયો છે. યુપીઆઇ પેમેન્ટને લોકોએ પોતાના જીવનનો ભાગ બનાવી લીધો છે. પરંતુ શું તમે જાણો છો કે Paytm, GPay અને PhonePe જેવી વિવિધ UPI પેમેન્ટ એપ પર UPI ટ્રાન્ઝેક્શન લિમિટ નક્કી કરવામાં આવી છે. આવો જાણીએ કઈ એપ પર કેટલી છે લિમિટ…

UPI પેમેન્ટની લિમિટ

બેંક 2 બેંક રીઅલ (Bank 2 Bank) ટાઇમ ટ્રાન્સફર UPI પેમેન્ટ સિસ્ટમમાં થાય છે. એટલા માટે અલગ-અલગ બેંકોએ આ માટે અલગ-અલગ દૈનિક મર્યાદા નક્કી કરી છે. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)ની ગાઈડલાઈન મુજબ, UPI થી દરરોજ 1 લાખ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થઈ શકે છે. જોકે કેટલીક નાની બેંકોએ તેની મર્યાદા 25,000 રૂપિયા સુધી નક્કી કરી છે.

Paytm પર કલાકની મર્યાદા

UPI પેમેન્ટ માટે Paytm એપ લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે. આ એપ પર UPI પેમેન્ટની દૈનિક મહત્તમ મર્યાદા (UPI Daily Transfer Limit) માત્ર 1 લાખ રૂપિયા છે. તમે આ એપ્લિકેશન દ્વારા એક દિવસમાં મહત્તમ 20 UPI ટ્રાન્જેક્શન કરી શકો છો. પરંતુ Paytm પર UPI ચુકવણી મર્યાદા પણ કલાકના હિસાબે બદલાય છે. તમે 1 કલાકની અંદર Paytm પર 20,000 રૂપિયાથી વધુ ટ્રાન્સફર કરી શકતા નથી. તે જ સમયે, તમે કલાકેમાં આ એપ પર વધુમાં વધુ 5 UPI ટ્રાન્ઝેક્શન કરી શકો છો.

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

PhonePe, GPay પર UPI પેમેન્ટ

Paytm સિવાય, PhonePe અને Google Pay જેવી એપ પણ UPI પેમેન્ટ માટે લોકોમાં લોકપ્રિય છે. તેના પર પણ દૈનિક ટ્રાન્સફર મર્યાદા 1 લાખ રૂપિયા છે. જ્યારે GPay એક દિવસમાં 10 ટ્રાન્જેક્શનની સુવિધા આપે છે, જ્યારે PhonePe પર આ મર્યાદા બેંકના આધારે 10 કે 20 સુધીની છે.

આ બંને એપ પર કલાકદીઠ કોઈ મર્યાદા નથી. પરંતુ એક ખાસ વાત એ છે કે જો કોઈ વ્યક્તિ તમને આ એપ્સ પર 2,000 રૂપિયાથી વધુની મની રિક્વેસ્ટ મોકલે છે, તો આ એપ્સ તેને રોકી દે છે.

Next Article