હવે યુરોપમાં પણ ચાલશે UPI અને Rupay Card, આ દેશો અપનાવી રહ્યા છે ભારતીય પ્રોડક્ટસ

|

Jun 21, 2022 | 5:47 PM

Lyra નેટવર્ક ફ્રાન્સમાં ભારતીય લોકોને UPI પેમેન્ટ કરવામાં મદદ કરશે. તેમજ Rupay કાર્ડ દ્વારા પણ પેમેન્ટ કરવામાં આવશે. ફ્રાન્સમાં Lyra નેટવર્કના તમામ ટર્મિનલ્સને UPI અને RuPay કાર્ડનો ઉપયોગ કરીને ચુકવણી કરવાની મંજૂરી આપવામાં આવશે.

હવે યુરોપમાં પણ ચાલશે UPI અને Rupay Card, આ દેશો અપનાવી રહ્યા છે ભારતીય પ્રોડક્ટસ
UPI And Rupay Card
Image Credit source: entrackr

Follow us on

ભારતની એવી ઘણી વસ્તુઓ છે જેણે આખી દુનિયામાં ડંકો વગાડયો છે. હાલમાં યુરોપથી ભારત માટે એક સારા સમાચાર આવ્યા છે. ભારતનું UPI હવે ફ્રાન્સમાં પણ ચાલશે. ફ્રાન્સમાં ભારતના યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ એટલે કે UPI દ્વારા પણ પેમેન્ટ કરી શકાશે. UPIનું સંચાલન કરતી નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)એ આ માટે ફ્રેન્ચ કંપની Lyra Networks સાથે જોડાણ કર્યું છે. આ સુવિધા શરૂ થવાથી ભારતના લોકો UPI અને Rupay કાર્ડ વડે ફ્રાન્સમાં પેમેન્ટ કરી શકશે. અગાઉ યુપીઆઈ સિંગાપોર, ભૂટાન અને યુએઈમાં પણ સ્વીકારવામાં આવ્યું છે. જો તમે આ દેશોમાં ફરવા માટે કે બિઝનેસ માટે જાઓ છો અને તમારા મોબાઈલ ફોનની UPI એપ દ્વારા પેમેન્ટ કરવા માંગો છો, તો તમને તેમા કોઈ સમસ્યા થશે નહી.

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે પોતે આ નવી સુવિધા વિશે માહિતી આપી હતી. ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી હતી કે ફ્રાન્સમાં પણ ટૂંક સમયમાં UPI અને RuPay કાર્ડ સ્વીકારવામાં આવશે. આનાથી આર્થિક વ્યવહારો સરળ બનશે. એક રિપોર્ટ અનુસાર, નેશનલ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા ઈન્ટરનેશનલ (NPCI) એ ફ્રેન્ચ કંપની Lyra Networks સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. NPCI ઇન્ટરનેશનલ આંતરરાષ્ટ્રીય સ્તરે UPI ની કામગીરીની દેખરેખ રાખે છે. જયારે Lyra Networks એ ફ્રેન્ચ પેમેન્ટ સોલ્યુશન્સ કંપની છે.

કેન્દ્રીય મંત્રીનું નિવેદન

2 મહિના પહેલા NPCI ઇન્ટરનેશનલે એક મોટી જાહેરાત કરી હતી. તેણે UAEમાં UPI સુવિધા શરૂ કરવા Neopay સાથે ભાગીદારી કરી. Neopay એ યુએઈની મશરેક બેંકની પેટાકંપની છે. આ કંપની ભારતના લોકોને UAEમાં UPI દ્વારા પેમેન્ટ કરવાની મંજૂરી આપે છે. ભારતના લોકો Neopay ટર્મિનલ પર UPI વડે સરળતાથી ચુકવણી કરી શકે છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

ફ્રાન્સમાં યુપીઆઈની તૈયારીઓ અંગે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, એનપીસીઆઈ ઈન્ટરનેશનલ અને લિરા નેટવર્ક વચ્ચે એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ કરાર ફ્રાન્સમાં UPI અને Rupay કાર્ડ દ્વારા ચુકવણી માટે કરવામાં આવ્યો છે.

ફ્રાન્સમાં ચાલશે UPI અને RuPay કાર્ડ

ફ્રાન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓને આ સુવિધાનો સૌથી વધુ લાભ મળશે. જો ભારતમાંથી કોઈ વ્યક્તિ ફ્રાન્સ જાય છે, તો તેણે ફ્રેન્ચ ચલણમાં ખર્ચ કરવો પડશે. આ માટે ભારતીય ચલણને ફ્રેન્ચ ફ્રેંકમાં કન્વર્ટ કરવું પડશે. પણ હવે પેમેન્ટનું કામ તેના વગર પણ થઈ શકશે. જો તમારા મોબાઈલમાં UPI એપ છે, તો ફ્રાન્સમાં તેમાંથી પેમેન્ટ કરી શકાય છે. આ સુવિધા ટૂંક સમયમાં શરૂ થઈ શકે છે. ભારતના લોકો પહેલાથી જ ભૂટાન અને સિંગાપોર જેવા દેશોમાં UPI દ્વારા આર્થિક વ્યવહારો કરે છે. આમાં વધુ એક દેશનું નામ ઉમેરવા માટે UPI ઇન્ટરનેશનલ નેપાળ સાથે પણ વાતચીત કરી રહ્યું છે.

Next Article