
Upcoming IPO : જો તમે શેરબજારમાંથી કમાણી કરવા માંગો છો તો રોકાણકારો પાસે પૈસા કમાવવાની તક આવીછે. વધુ એક કંપનીનો આઈપીઓ માર્કેટમાં લિસ્ટ થવા જઈ રહ્યો છે. કંપનીનું નામ ક્રિસ્ટલ ઈન્ટિગ્રેટેડ સર્વિસિસ છે અને આ કંપની માર્કેટમાં પોતાને લિસ્ટ કરવા માટે આઈપીઓ લઈને આવી રહી છે.
તમને જણાવી દઈએ કે કોઈ પણ કંપની શેરબજારમાં પોતાને લિસ્ટ કરવા માટે પહેલા IPO લાવે છે અને ત્યાર બાદ રોકાણકારો સેકન્ડરી માર્કેટમાં કંપનીના શેરમાં પૈસાનું રોકાણ કરે છે. આ કંપની 14મી માર્ચે IPO લઈને આવી રહી છે અને રોકાણકારોને 18મી માર્ચ સુધી IPO હેઠળ નાણાંનું રોકાણ કરવાની તક મળશે.
ફેસિલિટી મેનેજમેન્ટ સર્વિસિસ કંપની ક્રિસ્ટલ ઈન્ટિગ્રેટેડ સર્વિસિસનું પ્રારંભિક જાહેર ભરણું એટલેકે IPO 14 માર્ચે ખુલશે. IPO દસ્તાવેજ અનુસાર કંપનીનો ઇશ્યૂ 18 માર્ચે બંધ થશે અને એન્કર રોકાણકારો 13 માર્ચે શેર માટે બિડ કરી શકશે.
IPO હેઠળ કંપની રૂપિયા 175 કરોડના નવા શેર ઇશ્યૂ કરશે. આ સિવાય પ્રમોટર ક્રિસ્ટલ ફેમિલી હોલ્ડિંગ્સ પ્રાઈવેટ લિ. 17.5 લાખ શેરની ઓફર ફોર સેલ એટલેકે OFS લાવશે. ક્રિસ્ટલ ફેમિલી હોલ્ડિંગ્સ કંપનીમાં 100 ટકા હિસ્સો ધરાવે છે.
ફ્રેશ ઈશ્યુમાંથી મળેલી રકમનો ઉપયોગ દેવાની ચુકવણી, કાર્યકારી મૂડીની જરૂરિયાતો, નવી મશીનરીની ખરીદી માટે મૂડી ખર્ચ અને સામાન્ય કોર્પોરેટ કામગીરી માટે કરવામાં આવશે. ક્રિસ્ટલ આરોગ્યસંભાળ, શિક્ષણ, જાહેર વહીવટ, એરપોર્ટ, રેલ્વે અને મેટ્રો ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને છૂટક ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરતી અગ્રણી સંકલિત સુવિધા વ્યવસ્થાપન સેવાઓ કંપની છે.
ગુજરાતની રાજકોટ સ્થિત નમકીન મેન્યુફેક્ચરિંગ કંપની ગોપાલ નમકીનનો પબ્લિક ઈશ્યુ ખુલ્યો છે. કંપની IPO દ્વારા 650 કરોડ રૂપિયા એકત્ર કરવા માંગે છે. આ માટે પ્રતિ શેર 381 થી 401 રૂપિયાની પ્રાઇસ બેન્ડ નક્કી કરવામાં આવી છે.
ડિસ્ક્લેમર : tv9 દ્વારા અત્રે એ વાતની સ્પષ્ટતા કરવામાં આવે છે કે શેરબજારનું રોકાણ આર્થિક જોખમોને આધીન હોય છે. બજારમાં નફાના અંદાજ સાથે કરાયેલ રોકાણમાં હંમેશા નફો નહીં પણ નુકસાનનો સામનો પણ કરવો પડી શકે છે. અમારી સલાહ છે કે રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.