Koo એ Twitter ને ટેકઓવર કરી લેવુ જોઇએ, કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે આપી સલાહ

|

Nov 20, 2022 | 3:49 PM

પીયૂષ ગોયલે કહ્યું, હું દરરોજ જોઉં છું કે ટ્વિટરમાં શું થઈ રહ્યું છે, કેવા પ્રકારની અશાંતિ ફેલાઈ છે, આવી સ્થિતિમાં હું ખુશ છું કે હું પહેલા કુ સાથે જોડાયેલો છું. ગોયલે આ વાત સ્ટાર્ટઅપ એવોર્ડ ઇવેન્ટમાં કહી હતી.

Koo એ Twitter ને ટેકઓવર કરી લેવુ જોઇએ, કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે આપી સલાહ
Union Commerce Minister Piyush Goyal said Koo the Indian microblogging platform should take over Twitter

Follow us on

કેન્દ્રીય વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલે દેશના માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ કૂ (Koo)ને સલાહ આપી છે કે તેણે ટ્વિટરને ટેકઓવર કરવું જોઈએ. ટ્વિટર હાલમાં વિવિધ વિવાદોને કારણે હેડલાઇન્સમાં છે. અમેરિકાની આ સોશિયલ મીડિયા કંપનીમાં અરાજકતાનું વાતાવરણ છે કારણ કે મોટાભાગના કર્મચારીઓએ તેમની નોકરી ગુમાવી દીધી છે. જ્યારથી ટેસ્લા મોટર્સના સીઈઓ એલોન મસ્કે ટ્વિટર ખરીદ્યું છે ત્યારથી કંપની વિવાદોમાં છે. અગાઉ તેનું બ્લુ ટિક સબસ્ક્રિપ્શન ફ્રી હતું, પરંતુ મસ્કએ તેના પર ચાર્જ લગાવ્યો છે. આ બધી હેડલાઈન્સ વચ્ચે પીયૂષ ગોયલે કૂને સલાહ આપી છે કે તેણે ટ્વિટર ખરીદવું જોઈએ.

પીયૂષ ગોયલે કહ્યું, હું દરરોજ જોઉં છું કે ટ્વિટરમાં શું થઈ રહ્યું છે, કેવા પ્રકારની અશાંતિ ફેલાઈ છે, આવી સ્થિતિમાં હું ખુશ છું કે હું પહેલા કુ સાથે જોડાયો. મને લાગે છે કે કુને ટ્વિટરે ટેક ઓવર કરી લેવુ જોઇએ. સ્ટાર્ટઅપ એવોર્ડ ઈવેન્ટમાં બોલતા પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે, “આ ભારતીય સાહસિકો અને અમારા સ્ટાર્ટઅપ્સની તાકાત છે અને મને કોઈ શંકા નથી કે વિશ્વ આજે જે મુશ્કેલ સમયનો સામનો કરી રહ્યું છે, આ એક તક છે જે ભારતે ગુમાવવી જોઈએ નહીં.”

પિયુષ ગોયલે શું કહ્યું

પીયૂષ ગોયલનું આ નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે ભારતના માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ કૂના સહ-સંસ્થાપકએ કહ્યું છે કે જે લોકોએ ટ્વિટરથી નોકરી ગુમાવી છે, તેમને અહીં નોકરી આપશે. તાજેતરના દિવસોમાં ટ્વિટર પર મોટા પાયે છટણી કરવામાં આવી છે. કેટલાક કર્મચારીઓએ તો પોતાની મરજીથી પણ નોકરી છોડી દીધી છે. જ્યારથી એલોન મસ્ક આ કંપનીના સીઈઓ બન્યા છે, ત્યારથી છટણીનો તબક્કો ચાલી રહ્યો છે. કુએ ટ્વિટર પરથી કાઢી મૂકેલા કર્મચારીઓને નોકરીની ઓફર કરી છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

કૂના સહ-સ્થાપક મયંક વિદાવતકાએ ટ્વિટ કર્યું, ટ્વિટરને આ હાલતમાં જોઈને ખૂબ દુઃખ થયું. અમે કેટલાક ભૂતપૂર્વ Twitter કર્મચારીઓને નોકરીએ રાખીશું કારણ કે અમે કંપનીનો વિકાસ કરવાનું ચાલુ રાખીશું. તેઓ (ટ્વિટરના બરતરફ કરાયેલા કર્મચારીઓ) એવી જગ્યાએ કામ કરવા લાયક છે જ્યાં તેમની પ્રતિભાનું મૂલ્ય છે. માઇક્રોબ્લોગિંગ એ લોકોની શક્તિ છે, લોકોને દબાવવા માટે નહીં.

કુ અમેરિકામાં પણ લોન્ચ કરવામાં આવશે

દેશી માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ Koo ખૂબ જ ટૂંક સમયમાં સમગ્ર વિશ્વમાં તેનું કામ શરૂ કરવા જઈ રહ્યું છે. કૂના સહ-સ્થાપક અને સીઈઓ અપ્રેમ્યા રાધાક્રિષ્નને તાજેતરમાં કહ્યું હતું કે કૂ ખૂબ જ ટૂંક સમયમાં યુએસમાં લોન્ચ કરવામાં આવશે. Koo માર્ચ 2020 માં લોન્ચ કરવામાં આવ્યું હતું અને કંપનીના જણાવ્યા અનુસાર તે વિશ્વમાં ઉપલબ્ધ બીજું સૌથી મોટું બહુભાષી માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ બની ગયું છે.

Next Article