શું તમે ક્રેડિટ સ્કોર અને સિબિલ સ્કોરને સમાન ગણી રહ્યા છો ? તો જાણી લો બન્ને વચ્ચે હોય છે આ તફાવત

|

Sep 24, 2021 | 11:43 PM

બેંકો હવે ડિફોલ્ટનું જોખમ ઘટાડવા માટે સારી ક્રેડિટ હિસ્ટ્રી ધરાવતા અરજદારોને લોન આપવાનું પસંદ કરે છે.

શું તમે ક્રેડિટ સ્કોર અને સિબિલ સ્કોરને સમાન ગણી રહ્યા છો ? તો જાણી લો બન્ને વચ્ચે હોય છે આ તફાવત
જાણો સિબિલ સ્કોર અને ક્રેડીટ સ્કોર વચ્ચેનો તફાવત

Follow us on

લોન અરજદારોને ક્રેડિટ સ્કોર (Credit Score),  સિબિલ સ્કોર (Cibil Score) અને ક્રેડિટ રિપોર્ટ જેવા શબ્દો ખૂબ જ ગૂંચવણમાં મૂકતા હોય છે. સામાન્ય રીતે જ્યારે તમે લોન માટે અરજી કરતા હોય ત્યારે તમને આ શબ્દો કંઈક વધારે જ સાંભળવા મળતા હોય છે. બેંકો હવે લોન અરજદારની ક્રેડિટ હિસ્ટ્રીને ખૂબ મહત્વ આપી રહી છે. તેઓ ડિફોલ્ટનું જોખમ ઘટાડવા માટે સારી ક્રેડિટ હિસ્ટ્રી ધરાવતા અરજદારોને લોન આપવાનું પસંદ કરે છે.

અરજદાર લોન માટે લાયક છે કે નહીં તે નક્કી કરવા માટે બેંકો દ્વારા અરજદારના ‘ક્રેડિટ સ્કોર’ નો ઉપયોગ કરવામાં આવતો હોય છે. લોન અરજદારની સામે સિબિલ (CIBIL) સ્કોર, ક્રેડિટ સ્કોર જેવી ઘણી શરતો રહેલી હોય છે. તેમજ ઘણા લોકો આ બંને સ્કોરને એક જ સમજતા હોય છે. ત્યારે અમે તમને જણાવી રહ્યા છીએ કે આ બંને વચ્ચે શું અંતર રહેલું છે. ચાલો જાણીએ આ બંનેનો અર્થ અને બંને વચ્ચેનો તફાવત.

શું હોય છે ક્રેડીટ સ્કોર ? 

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

ભારતમાં, તમારો ક્રેડિટ સ્કોર ત્રણ અંકનો નંબર છે જે તમારી ક્રેડિટ હિસ્ટ્રી દર્શાવે છે. ક્રેડિટ બ્યુરો તમારા ક્રેડિટ હિસ્ટ્રીને ધ્યાનમાં લે છે અને 3 અંકના સ્કોરની ગણતરી કરવા માટે તેના પોતાના અલ્ગોરિધમનો ઉપયોગ કરે છે. સ્કોર સામાન્ય રીતે 300 થી 900 ની વચ્ચે રહેલો હોય છે.

ઉચ્ચ ક્રેડિટ સ્કોર સૂચવે છે કે તમે ભૂતકાળમાં તમારી ક્રેડિટની સમયસર ચૂકવણી કરી છે. ભારતમાં મોટાભાગના ધિરાણકર્તાઓ એમને જ લોન આપવાનું પસંદ કરતા હોય છે જેમનો 700 કે તેથી વધુનો ક્રેડિટ સ્કોર છે.

શું હોય છે સિબિલ સ્કોર ?

લોકો ઘણી વખત ક્રેડિટ સ્કોર અને સિબિલ સ્કોરને સમાન ગણી લેવાની ભૂલ કરી લેતા હોય છે. ભારત સરકાર દ્વારા વ્યક્તિઓના ધિરાણનું મૂલ્યાંકન કરવા માટે ચાર ક્રેડિટ રેટિંગ એજન્સીઓને અધિકૃત કરવામાં આવી છે.

Trans Union CIBIL, Experian PLC, Highmark Federal Credit Union and Equifax Inc. આ કંપનીઓ સામેલ છે. ટ્રાન્સયુનિયન સિબિલ આ ક્રેડિટ રેટિંગ એજન્સીઓમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાય છે. ઉચ્ચ CIBIL સ્કોર તમારી નાણાકીય શિસ્ત અને પ્રમાણીકતાનું પ્રદર્શન કરે છે.

દર વખતે જ્યારે તમે લોન અથવા ક્રેડિટ કાર્ડ માટે અરજી કરો છો, ત્યારે તમારા તાજેતરના ક્રેડિટ સ્કોર (છેલ્લા છ મહિનાની અંદરના સ્કોરનું) નું વિશ્લેષણ કરવામાં આવે છે. સામાન્ય રીતે 700 કે તેથી વધુનો સ્કોર સારો ગણવામાં આવે છે, જો કે કેટલીક બેન્કો તેના કરતા વધારે સ્કોર ઈચ્છે છે અને કેટલીક ઓછા સ્કોરથી સંતુષ્ટ છે.

નાણાકીય આરોગ્ય જાળવવું એ શારીરિક તંદુરસ્તી જાળવવા જેવું છે. તંદુરસ્ત રહેવા માટે દરરોજ કસરત કરવી જોઈએ. એ જ રીતે, સારા ક્રેડિટ સ્કોર જાળવવા માટે તમામ નાણાકીય પરિમાણોનું નિરીક્ષણ કરવું જોઈએ.

 

આ પણ વાંચો :  8 મહિનામાં સેન્સેક્સ 10,000 પોઇન્ટ વધ્યો, આ સમયગાળા દરમિયાન 42 શેરો બન્યા મલ્ટીબેગર્સ

Next Article