વિજય માલ્યાને લંડનમાં એક વધુ આંચકો, નાણાં પરત લેવાની નજીક પહોંચી બેંકો

|

May 18, 2021 | 10:34 PM

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)ની આગેવાની હેઠળની બેંકોના જૂથે ભાગેડુ આરોપી વિજય માલ્યા પાસેથી નાણાં પરત મેળવવામાં એક પગલું આગળ વધ્યા છે. બ્રિટીશ હાઈકોર્ટે મંગળવારે વિજય માલ્યાની નાદાર કંપની કિંગફિશર એરલાઇન્સ પાસેથી દેવાની વસૂલાત અંગે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) ની આગેવાની હેઠળની ભારતીય બેન્કોના જૂથને કરેલી અરજીના સુધારાને મંજૂરી આપી દીધી છે.

વિજય માલ્યાને લંડનમાં એક વધુ આંચકો, નાણાં પરત લેવાની નજીક પહોંચી બેંકો
Vijay Mallya

Follow us on

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)ની આગેવાની હેઠળની બેંકોના જૂથે ભાગેડુ આરોપી Vijay Mallya પાસેથી નાણાં પરત મેળવવામાં એક પગલું આગળ વધ્યા છે. બ્રિટીશ હાઈકોર્ટે મંગળવારે વિજય માલ્યાની નાદાર કંપની કિંગફિશર એરલાઇન્સ પાસેથી દેવાની વસૂલાત અંગે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) ની આગેવાની હેઠળની ભારતીય બેન્કોના જૂથને કરેલી અરજીના સુધારાને મંજૂરી આપી દીધી છે.

કોર્ટે અરજીને સુધારવા માટેની અરજીને સમર્થન આપતાં કહ્યું હતું કે કોઈપણ બેંક ભારતમાં Vijay Mallya ની સંપત્તિને મોર્ગેજ મુક્ત કરી શકે છે જેથી નાદારીના કેસમાં ચુકાદા બાદ તમામ લેણદારોને તેનો લાભ મળી શકે. આ અરજી કરનારી બેંકોએ તેમની પાસે આવેલી ભારતીય સંપત્તિ પર ફરાર આર્થિક ગુનેગાર માલ્યાના સિક્યોરિટીઝ હકની છૂટ માંગી હતી. આનાથી તે તમામ લેણદારોને ફાયદો થશે  જેથી નાદારી પ્રક્રિયામાં તેમના પક્ષમાં  નિણર્ય આવવાની સ્થિતિમાં તેમને ફાયદો થાય.

નાદારી અને કોર્પોરેટ કેસની સુનાવણી કરતા ચીફ જસ્ટિસ (આઇસીસી) ન્યાયાધીશ મિશેલ બ્રિગ્સે બેંકોની તરફેણમાં પોતાનો ચુકાદો સંભળાવતા કહ્યું હતું કે, કોઈ જાહેર નીતિ નથી કે ગીરોવાળી મિલકત પરના તેમના સિક્યોરિટીઝ હકો છીનવી શકાય નહીં.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

કોર્ટે આ કેસમાં અંતિમ ચર્ચા માટે 26 જુલાઈની તારીખ પણ નક્કી કરી હતી. આ સુનવણી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 26 જુલાઈએ યોજાશે. જેમાં વિજય માલ્યાની તરફેણમાં અથવા તેની સામે ઇનસોલ્વન્સી ઓર્ડર આપવા માટે અંતિમ ચર્ચા થશે. બેંકોનો આક્ષેપ છે કે માલ્યા આ કેસને લંબાવવા માંગે છે. તેમણે નાદારીની અરજીનો ઝડપથી નિકાલ કરવા અપીલ કરી છે. ન્યાયાધીશે કહ્યું કે તે બેન્કોને સુધારણા કરવાની મંજૂરી આપે છે. લંડન કોર્ટે ભારતમા માલ્યાની સંપત્તિ પર મૂકેલી સિક્યુરિટી કવર હટાવી લીધું છે.

ભારતીય બેંકોને 9000 કરોડનો ચૂનો લગાવીને ભાગનારા Vijay Mallya માટે આ મોટો આંચકો છે. જેના લીધે માલ્યાની કિંગફિશર એરલા ઇન્સ જે બંધ પડી છે. તેને આપેલી લોન ભારતીય બેંકો માલ્યાની ભારતની સંપત્તિ કબજો કરીને વસૂલી શકશે.

Published On - 10:24 pm, Tue, 18 May 21

Next Article