Twitter Deal : એલોન મસ્કની ટ્વીટર ડીલમાં પીછેહટ, કંપનીની મસ્ક સામે કાનુની લડતની તૈયારી

|

Jul 09, 2022 | 9:51 AM

ટેસ્લાના સીઈઓ એલોન મસ્કે (Elon Musk) એક મોટી જાહેરાત કરી છે. હવે તેમણે ટ્વિટર ડીલ કેન્સલ (Twitter deal) કરી છે. ઈલોન મસ્ક પર પણ ટ્વિટર પર કરાર તોડવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. હવે ટ્વિટર એલોન મસ્ક પર કેસ કરવાની તૈયારી કરી રહ્યું છે.

Twitter Deal : એલોન મસ્કની ટ્વીટર ડીલમાં પીછેહટ, કંપનીની મસ્ક સામે કાનુની લડતની તૈયારી
Elon Musk (File Image)

Follow us on

એલોન મસ્કે (Elon Musk)  તેમના તરફથી ટ્વિટર ડીલ કેન્સલ કરી છે. વિશ્વના સૌથી ધનાઢ્ય વ્યક્તિ એલોન મસ્કે 25 એપ્રિલના રોજ ટ્વિટરને 54.20 બિલિયન ડોલરમાં ખરીદવાની ઓફર કરી હતી, જો કે પાછળથી તે ડીલ 44 બિલિયન ડોલરમાં ફાઈનલ થઈ હતી. આ ડીલમાંથી એલોન મસ્કની પીછેહટ બાદ ટ્વીટર મસ્ક પર કેસ કરવાની તૈયારી કરી રહ્યું છે. ટેકની દુનિયામાં ઘણા અઠવાડિયાથી ચાલી રહેલા આ હાઈ વોલ્ટેજ ડ્રામામાં એક નવો વળાંક આવ્યો છે. એલોન મસ્કે કહ્યું છે કે ટ્વિટરે કરારની (Twitter Deal) ઘણી જોગવાઈઓ તોડી છે, તેથી તે આ ડીલમાંથી પીછે હટ કરી રહ્યા છે.

એલોન મસ્કના વકીલે ટ્વિટર પર લખ્યું, ‘મિ. મસ્ક આ મર્જરને રદ કરી રહી છે. તેઓ આવું એટલા માટે કરી રહ્યા છે કારણ કે ટ્વિટરે તેમની સાથે કરેલા કરારોનો ભંગ કર્યો છે. ટ્વિટરે એલોન મસ્કને ખોટી અને ભ્રામક રજૂઆત કરી અને મર્જર દરમિયાન એલોન મસ્કે તેના પર વિશ્વાસ રાખ્યો’

રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

ટ્વીટરની કાનુની લડતની તૈયારી

આ પછી, હવે ટ્વિટર તરફથી કહેવામાં આવ્યું છે કે કંપની આ મર્જરને પૂર્ણ કરવા માંગે છે અને તેને પુરુ કરાવવા માટે કોર્ટમાં જવાની તૈયારી કરી રહી છે. ટ્વિટરના ચેરમેન બ્રેટ ટેલરે પણ એક ટ્વિટ કર્યું છે. તેણે કહ્યું છે કે, ‘ટ્વિટરનું બોર્ડ એલોન મસ્ક સાથે નક્કી કરવામાં આવેલી શરતો અને કિંમત પર આ ટ્રાન્ઝેક્શન બંધ કરવા માટે પ્રતિબદ્ધ છે. અમે આ વિલીનીકરણ કરારને પૂર્ણ કરવા માટે કાનૂની કાર્યવાહી પણ કરીશું. અમે નિષ્ઠાપૂર્વક આશા રાખીએ છીએ કે ડીલવેર કોર્ટ ઓફ ચાન્સરીમાં જીતશે.

બ્રેટ ટેલરના આ ટ્વિટના જવાબમાં ટ્વિટરના કેટલાક શેરધારકોએ લખ્યું છે કે તેઓ ઈચ્છે છે કે ઈલોન મસ્ક ટ્વિટરને પેનલ્ટી ચૂકવે અને તેઓ આ ડીલમાંથી બહાર થઈ જાય. કારણ કે તેઓ ઈલોન મસ્કને ટ્વિટરના માલિક તરીકે જોવા માંગતા નથી.

Next Article