Twitter Saga : ઓફિસના ફર્નિચર બાદ પોતાના બર્ડની હરાજી કરવા જઇ રહ્યુ છે ટ્વિટર

|

Jan 18, 2023 | 12:06 PM

જ્યારથી Elon Muskએ ટ્વિટર ખરીદ્યુ ત્યારથી ટ્વિટરની હાલત સારી નથી. ગયા વર્ષે મસ્કે જણાવ્યું હતું કે કંપની ખોટ સહન કરી રહી છે, હવે સ્થિતિ એવી છે કે ભાડું ચૂકવી ન શકતાં કંપનીને ઓફિસનું ફર્નિચર પણ વેચવાની ફરજ પડી છે.

Twitter Saga : ઓફિસના ફર્નિચર બાદ પોતાના બર્ડની હરાજી કરવા જઇ રહ્યુ છે ટ્વિટર
Elon Musk

Follow us on

Twitter Auction: જ્યારથી એલોન મસ્કે માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટરની કમાન સંભાળી છે, ત્યારથી કંપનીની હાલત સારી નથી ચાલી રહી. ગયા વર્ષે મીડિયા રિપોર્ટ્સ દ્વારા સમાચાર સામે આવ્યા હતા કે કંપનીને નુકસાન થઈ રહ્યું છે જેના કારણે એલોન મસ્કે હજારો કર્મચારીઓને કંપનીમાંથી બહારનો રસ્તો બતાવ્યો છે. આ પછી, એવા અહેવાલો પણ આવ્યા હતા કે કંપનીએ એફિસનું ભાડું પણ ચૂકવ્યું નથી, જેના કારણે ટ્વિટર પર કેસ દાખલ કરવામાં આવ્યો છે અને હવે સ્થિતિ એવી છે કે કંપનીએ તેની સાન ફ્રાન્સિસ્કો ઓફિસની સેંકડો વસ્તુઓને ઓનલાઈન હરાજી માટે મૂકી દીધી છે.

આ પણ વાંચો :Elon Musk Twitter : ઈન્સ્ટાગ્રામથી ડિપ્રેશન, ટ્વિટર આપે છે ગુસ્સો… એલોન મસ્કે પૂછ્યું – કોણ છે સારું ? યુઝર્સે આવા જવાબો આપ્યા

Twitter Bird Logo: વેંચાઇ જશે આ વસ્તુ

તાજેતરમાં, ઘણા મીડિયા અહેવાલોમાં, એવી માહિતી આપવામાં આવી છે કે કંપનીએ તેના સૌથી લોકપ્રિય બર્ડને પણ ઓનલાઈન હરાજી માટે મૂક્યુ છે, તેની કિંમત 11 હજાર ડોલર (લગભગ 8 લાખ 99 હજાર 85 રૂપિયા) નક્કી કરવામાં આવી છે.આ Bird Logo માટે બિડ કરવા માટે માત્ર 24 કલાકનો સમય આપવામાં આવ્યો છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

આ સિવાય @ સિમ્બોલ વાળા એક પ્લાન્ટર જેની ઊંચાઈ 6 ફૂટ છે, તેની પણ કંપની દ્વારા હરાજી કરવામાં આવી છે અને તેની કિંમત $4300 (લગભગ 3 લાખ 51 હજાર 460 રૂપિયા) નક્કી કરવામાં આવી છે. ગયા વર્ષે, એલોન મસ્કે ટ્વિટરને $44 બિલિયનમાં ખરીદ્યું હતું, ત્યારબાદ કંપનીના સેલ્સમાં ઘટાડો નોંધાયો છે.

ફર્નીચર વેંચવા કાઢ્યુ

કંપનીએ માત્ર ઓફિસ ફર્નીચર જ નહીં, પણ કિચન એપ્લાયન્સીસ જેમ કે હાઇ-એન્ડ લા માર્ઝોકો એસ્પ્રેસો મશીનો અને આઇસ ડિસ્પેન્સર્સ સાથે ફિઝી ડ્રિંક ફાઉન્ટેન પણ વેચ્યા છે. હવે એવું લાગે છે કે ઓફિસમાં પડેલી કોઈ પણ વસ્તુ કંપની માટે નાની નથી. ટ્વિટરે પ્રિન્ટિંગ ડિવાઇસ અને નાના ડ્રોઅરને પણ હરાજી માટે મૂક્યા છે અને તેની કિંમત $60 (આશરે રૂ. 4,904) નક્કી કરવામાં આવી છે.

અધિગ્રહણ બાદ ઘણા લોકોને છટણી કરવામાં આવી છે

લોકોની જાણકારી માટે તમને જણાવી દઈએ કે ઓક્ટોબર 2022માં ટ્વિટરની કમાન સંભાળ્યા બાદથી અત્યાર સુધીમાં Elon Musk ટ્વિટરમાંથી લગભગ 7,500 કર્મચારીઓને કંપનીમાંથી બહારનો રસ્તો બતાવી ચૂક્યા છે. એટલું જ નહીં, કંપનીએ કર્મચારીઓને ફ્રી ફૂડ જેવા લાભોની સુવિધા પણ બંધ કરી દીધી છે.

જણાવી દઇએ કે ગયા વર્ષે નવેમ્બરમાં, એલોન મસ્કએ ટ્વીટ કર્યું હતું કે જાહેરાતકર્તાઓના ઉપાડને કારણે, આવકમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આટલું જ નહીં, એલોન મસ્કએ એવો સંકેત પણ આપ્યો હતો કે કંપની નાદાર પણ થઈ શકે છે.

Next Article