AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ટૂર ઓપરેટરોને રાહત, એનઆરઆઈ દ્વારા વિદેશ માટે ટૂર પેકેજ લેવા પર ટેક્સ લેવાની જોગવાઈ રદ્દ

નિયમો અનુસાર, વિદેશ માટે ટૂર પેકેજ બુક કરવા પર 5 ટકા ટીસીએસ લેવાની જોગવાઈ છે, જોકે એનઆરઆઈના કિસ્સામાં, ઈન્ડસ્ટ્રી ટેક્સ પાછો ખેંચવાની માંગ કરી રહી હતી.

ટૂર ઓપરેટરોને રાહત, એનઆરઆઈ દ્વારા વિદેશ માટે ટૂર પેકેજ લેવા પર ટેક્સ લેવાની જોગવાઈ રદ્દ
Big relief to tour operators (Symbolic Image)Image Credit source: interexchange.org
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 01, 2022 | 5:58 PM
Share

સરકારે આજે ડોમેસ્ટિક ટૂર ઓપરેટરોને મોટી રાહત આપી છે. સરકારે ટૂર ઓપરેટરોને (domestic tour operators)  ભારતની મુલાકાત લેતા NRI પાસેથી વિદેશી દેશો માટેના ટૂર પેકેજ બુક કરવા પર ટેક્સ વસૂલવામાંથી મુક્તિ આપી છે. નિયમો અનુસાર, ડોમેસ્ટિક ટૂર ઓપરેટરોએ વિદેશોના ટૂર પેકેજ બુક કરવા પર 5 ટકા TCS એટલે કે ટેક્સ કલેક્ટેડ એટ સોર્સ  (tax collected at source )  લેવાનો હોય છે. જો કે, NRI પાસેથી આ ટેક્સ વસૂલવામાં ઘણી સમસ્યાઓને કારણે, ઈન્ડસ્ટ્રી ટેક્સ પાછો ખેંચવાની માંગ કરી રહી હતી. ટેક્સ અને સંબંધિત સમસ્યાઓને કારણે ટૂર ઓપરેટરો માટે NRI ગ્રાહકોને ટૂર પેકેજના વેચાણને અસર થઈ રહી છે. ઈન્ડસ્ટ્રીની માંગ પર ટેક્સ મુક્તિનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

ટેક્સ મુક્તિનો નિર્ણય કેમ લેવામાં આવ્યો?

પ્રવાસન ક્ષેત્રના મતે સરકારનો આ નિર્ણય સમગ્ર સેક્ટર માટે ઘણો ફાયદાકારક સાબિત થશે. સેક્ટરના મતે ટેક્સ ડિમાન્ડ દૂર થવાથી ભારતમાંથી વિદેશી પેકેજનું વેચાણ વધી શકે છે. કારણ કે હવે વિદેશથી આવતા લોકોને કોઈપણ વધારાની રકમ વિના અન્ય દેશો માટે ટૂર પેકેજ ઓફર કરી શકાશે. કોવિડને કારણે જે સેક્ટરને સૌથી વધુ ફટકો પડ્યો તે પણ પર્યટન ક્ષેત્ર હતું. લોકોની અવરજવર પર પ્રતિબંધથી ધંધા પર ખૂબ જ ખરાબ અસર પડી હતી. આ ક્ષેત્ર દેશમાં રોજગારીનો મોટો સ્ત્રોત છે.  તે દેશના ઘણા ભાગોમાં આવકનો એક મહત્વપૂર્ણ સ્ત્રોત છે.

આવી સ્થિતિમાં સરકાર પણ આ સેક્ટરને પાટા પર લાવવાનો પ્રયાસ કરી રહી છે. તાજેતરમાં નિયમિત આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ફરી શરૂ થયા બાદ અને ટૂર પેકેજો પર ટેક્સેશનનો નિર્ણય લેવામાં આવ્યા બાદ, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આ ક્ષેત્રને ઝડપી રીકવરીમાં મદદ મળશે.

આ પણ વાંચો :  ફડચામાં ગયેલી PMC બેંકના થાપણદારોને પૈસા પાછા મળ્યા, 8.5 લાખ ખાતાધારકોને 3800 કરોડ રૂપિયા મળ્યા

આ રાશિના લોકો માટે પ્રોપર્ટી ખરીદવાનો સારો સમય, વ્યાપારમા ઘ્યાન રાખવું
આ રાશિના લોકો માટે પ્રોપર્ટી ખરીદવાનો સારો સમય, વ્યાપારમા ઘ્યાન રાખવું
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">