ટચલેસ પેમેન્ટ: એમઝોનની નવી ટેક્નોલોજીથી કાર્ડ કે એપ વિના માત્ર હાથના ઈશારે થશે પેમેન્ટ

|

Oct 02, 2020 | 11:44 AM

કોરોનાકાળમાં ટચલેસ પેમેન્ટ સમયની સૌથી મોટી માંગ છે. મોબાઈલ એપ, QR અને પેમેન્ટ વોચ અને tap to pay બાદ હવે ટચલેસ પેમેન્ટનો વધુ એક વિકલ્પ આવી રહ્યો છે. એમેઝોને બાયમેટ્રિક પેમેન્ટ સિસ્ટમ લાવવા જઈ રહી છે. આ સિસ્ટમથી કોઈ ગેજેટની જરૂર પડશે નહિ પરંતુ સિસ્ટમના સેન્સર સામે માત્ર હથેળી રાખવાથી પેમેન્ટ પ્રોસિજર પૂર્ણ થઇ જશે. […]

ટચલેસ પેમેન્ટ: એમઝોનની નવી ટેક્નોલોજીથી કાર્ડ કે એપ વિના માત્ર હાથના ઈશારે થશે પેમેન્ટ

Follow us on

કોરોનાકાળમાં ટચલેસ પેમેન્ટ સમયની સૌથી મોટી માંગ છે. મોબાઈલ એપ, QR અને પેમેન્ટ વોચ અને tap to pay બાદ હવે ટચલેસ પેમેન્ટનો વધુ એક વિકલ્પ આવી રહ્યો છે. એમેઝોને બાયમેટ્રિક પેમેન્ટ સિસ્ટમ લાવવા જઈ રહી છે. આ સિસ્ટમથી કોઈ ગેજેટની જરૂર પડશે નહિ પરંતુ સિસ્ટમના સેન્સર સામે માત્ર હથેળી રાખવાથી પેમેન્ટ પ્રોસિજર પૂર્ણ થઇ જશે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

છેલ્લા ઘણા સમયથી ભારત સરકાર ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપી રહી છે. કેશલેસ ટ્રાન્ઝેક્શનને પ્રાધાન્ય મળતા ક્રેડિટ-ડેબિટ કાર્ડ અને એપનો ઉપયોગ ખુબ વધ્યો છે. ટચલેસ પેમેન્ટનો વધુ એક પ્રકાર સામે આવી રહ્યો છે જેનાથી  શોપિંગ બાદ એપ્સ કે કાર્ડ્સની જરૂર પડશે નહીં. સ્કૅનર સામે  હથેળી રાખવાથી જ પેમેન્ટ થઈ જશે.ઇ-કોમર્સ કંપની એમેઝોને નવી બાયમેટ્રિક પેમેન્ટ સિસ્ટમ લોન્ચ કરવા જઈ રહી છે.  બાયમેટ્રિક પેમેન્ટ સિસ્ટમને એમેઝોન વન આમ અપાયું  છે.

બાયોમેટ્રિક સ્કેન કેટલું સુરક્ષિત ?
અમેઝોન વન બાયમેટ્રિક પેમેન્ટ સિસ્ટમમાં ફક્ત હાથ બતાવીને કોઈપણ પ્રકારનું પેમેન્ટ કરી શકાય છો. એમેઝોન પહેલાં ચાઈનીસ કંપની alipay  દ્વારા smile to pay સિસ્ટમ introduce કરાઈ ચુકી છે. આ સિસ્ટમમાં યુઝર્સ ચહેરો બતાવીને પેમેન્ટ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે બાયમેટ્રિક પેમેન્ટ સિસ્ટમ સામે પ્રાઇવસી અને હેકિંગના પ્રશ્નો ઉભા થતા રહે છે.

પેમેન્ટ માટે એપ કે કાર્ડની જરૂર નથી
ખરીદી કરતી વખતે કોઈપણ પ્રકારનું કાર્ડ કે એપની જરૂર રહેતી નથી. ફક્ત હાથ સ્કેન કરીને તમે કરેલી ખરીદીનું પેમેન્ટ કરી શકશો. એમેઝોનમાં બે ફિઝિકલ સ્ટોર્સ પર તેની ટ્રાયલ કરવા જઈ રહી છે.  આ સિવાય સિક્યુરિટી ગેટ પર ગેટ પાસનું કામ પણ કરશે. એમેઝોનની આ પેમેન્ટ સિસ્ટમથી ઓફિસ અને સ્ટેડિયમમાં એન્ટ્રી સહિતના કામ પણ કરશે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article