હાઈવે પરથી હટાવવામાં આવશે ટોલ પ્લાઝા, કેમેરાથી થશે પેમેન્ટ, ટૂંક સમયમાં દેશભરમાં શરૂ થશે યોજના

|

Aug 24, 2022 | 2:29 PM

નવી યોજના હેઠળ દેશના રાજમાર્ગો પરના તમામ ટોલ પ્લાઝાને હટાવીને તેમની જગ્યાએ ખાસ કેમેરા લગાવવામાં આવશે જે આપમેળે ટોલ વસૂલ કરશે.

હાઈવે પરથી હટાવવામાં આવશે ટોલ પ્લાઝા, કેમેરાથી થશે પેમેન્ટ, ટૂંક સમયમાં દેશભરમાં શરૂ થશે યોજના
Toll Plaza

Follow us on

આગામી સમયમાં દેશમાં કોઈ ટોલ પ્લાઝા (Toll Plaza) નહીં હોય. સરકાર કેમેરા દ્વારા ઓટોમેટિક ટોલ પેમેન્ટ (Toll payment)ની યોજના પર આગળ વધી રહી છે. કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીના જણાવ્યા અનુસાર, તે પ્રાયોગિક ધોરણે શરૂ થઈ ગયું છે અને તેનાથી સંબંધિત કાયદાકીય ફેરફારો પર પણ કામ કરવામાં આવી રહ્યું છે. સરકારના જણાવ્યા અનુસાર આ પગલાથી ટોલ પેમેન્ટનું કામ ખૂબ જ ઝડપથી પૂર્ણ થશે અને વાહનોના જામમાંથી પણ છુટકારો મળશે. સાથે જ ટોલ બાબતે પણ પારદર્શિતા જાળવવામાં આવશે. એક સરકારી રિપોર્ટ અનુસાર FASTagને કારણે ટોલ પ્લાઝાની આસપાસના ટ્રાફિકમાં સુધારો થયો છે, પરંતુ ટોલ ગેટ પર ટ્રાફિકનું દબાણ યથાવત છે.

સરકારની યોજના શું છે

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ઈન્ડિયન એક્સપ્રેસ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે વર્ષ 2019માં સરકારે કંપની દ્વારા ફીટ કરવામાં આવનાર નંબર પ્લેટને લઈને નિયમ જાહેર કર્યો હતો. જેના કારણે છેલ્લા 4 વર્ષમાં આવેલા તમામ વાહનોમાં કંપની દ્વારા નંબર પ્લેટ ફીટ કરવામાં આવી છે. હવે સરકાર ટોલ પ્લાઝાને હટાવવાની અને તેમની જગ્યાએ વિશેષ કેમેરા લગાવવાની યોજના ધરાવે છે, જે આ નંબર પ્લેટોની માહિતી લે છે અને આ વાહનો સાથે જોડાયેલા બેંક ખાતામાંથી ચાર્જ કાપી લે છે. આ અંગે એક પાયલોટ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે અને ટૂંક સમયમાં તેને દેશભરમાં લાગુ કરવામાં આવી શકે છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

શું સમસ્યા છે

કેન્દ્રીય મંત્રીએ માહિતી આપી છે કે આ યોજનાને લાગુ કરવામાં માત્ર એક જ સમસ્યા છે. વાસ્તવમાં હાલમાં કાયદામાં એવી કોઈ જોગવાઈ નથી કે જેમાં કેમેરા દ્વારા ટોલ ન ભરનારાઓને સજાની માહિતી આપવામાં આવી હોય. ગડકરીએ કહ્યું કે આ યોજના અમલમાં મૂકતા પહેલા આ કાયદાઓ લાવવા પડશે, આ ઉપરાંત આ જોગવાઈ પણ કરવી પડશે, જેથી આવી કાર કે જેમાં ખાસ નંબર પ્લેટ નથી, તે નિર્ધારિત સમયમાં તેને લગાવી શકે. આ બે પગલાં પછી કેમેરા દ્વારા ટોલ ચૂકવવાની યોજના લાગુ કરી શકાય છે.

Next Article