દેશમાં ઇલેક્ટ્રિક વેહીકલની સંખ્યા વધારવા સરકાર ૩૩ હજાર કરોડ રૂપિયાનું ઇન્ટેન્સિવ ફાળવશે ,ઓઈલ ઈમ્પોર્ટ માટેનો ખર્ચને ઘટાડવાનો પ્રયાસ

|

Sep 26, 2020 | 11:50 AM

દેશમાં ઇલેક્ટ્રિક વેહીકલની સંખ્યામાં વધારો કરવા સરકાર મોટા આયોજન કરી રહી છે. ભારતમાં એડવાન્સ બેટરી મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ માટે સરકાર ૩૩ હજાર કરોડ રૂપિયાનું ઇન્ટેન્સિવ આપવાની તૈયારી બતાવી રહી છે. સરકાર દીર્ઘદ્રષ્ટિથી વિચાર કરી રહી છે. ભારતમાં ઈંધણનો મોટો જથ્થો આયાત કરવાની ફરજ પડે છે જો ઉર્જાના વિકલ્પ તરીકે વીજળીનો ઉપયોગ થાય તો વર્ષ ૨૦૩૦ સુધી […]

દેશમાં ઇલેક્ટ્રિક વેહીકલની સંખ્યા વધારવા સરકાર ૩૩ હજાર કરોડ રૂપિયાનું ઇન્ટેન્સિવ ફાળવશે ,ઓઈલ ઈમ્પોર્ટ માટેનો ખર્ચને ઘટાડવાનો પ્રયાસ
Electric Vehicle

Follow us on

દેશમાં ઇલેક્ટ્રિક વેહીકલની સંખ્યામાં વધારો કરવા સરકાર મોટા આયોજન કરી રહી છે. ભારતમાં એડવાન્સ બેટરી મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ માટે સરકાર ૩૩ હજાર કરોડ રૂપિયાનું ઇન્ટેન્સિવ આપવાની તૈયારી બતાવી રહી છે. સરકાર દીર્ઘદ્રષ્ટિથી વિચાર કરી રહી છે. ભારતમાં ઈંધણનો મોટો જથ્થો આયાત કરવાની ફરજ પડે છે જો ઉર્જાના વિકલ્પ તરીકે વીજળીનો ઉપયોગ થાય તો વર્ષ ૨૦૩૦ સુધી ઓઇલ ઈમ્પોર્ટમાં ૨.૯૪ લાખ કરોડના ખર્ચને સીધું બચાવી શકાય તેમ છે.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

નીતિ આયોગ અનુસાર બેટરી નિર્માતા કંપનીઓને પ્રોત્સાહન પેટે રોકડ  અથવા ઈન્ફ્રાસ્ટ્રક્ચરની મદદના ભાગરૂપે આપવામાં આવી શકે છે. આયોજન સફળ રહ્યું તો આગળ નાણાકીય વર્ષમાં બેટરી ઉત્પાદકોને ૯૦૦ કરોડ રૂપિયા ઈન્સેન્ટિવ આપવાની ગણતરી કરવામાં આવી છે. ભારતમાં બેટરી મેન્યુફેક્ચરિંગ વધારવા માટે બેટરીની આયાત ઉપર ૫ ટકા ઈમ્પોર્ટ ટેક્સ ૨૦૨૨ સુધી લાગુ રાખી તેને ૧૫ ટકા સુધી વધારવાની વિચારણા કરાઈ રહી છે. આયતી બેટરીની કિંમત વધે તો સ્થાનિક ઉત્પાદકોને લાભ મળી શકે છે.

સરકારી યોજનાનો લાભ આપી મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપવા માટે બેટરી ઉત્પાદક કંપનીઓ મારફતે ૬ બિલિયન ડોલરનું ભારતમાં રોકાણ મેળવવા પ્રયાસ કરાશે. આગામી ૫ વર્ષ સુધીમાં લક્ષયાંક હાંસલ કરવા સરકાર કમર કસી રહી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article