બે દિવસમાં પતાવી લો આ કામ નહીંતર મુશ્કેલીમાં પડશો, જાણો વિગતવાર

|

Nov 28, 2021 | 9:50 AM

પેન્શનરોએ તેમનું પેન્શન મેળવવાનું ચાલુ રાખવા માટે દર વર્ષે 30 નવેમ્બર સુધીમાં તેમનું જીવન પ્રમાણપત્ર સબમિટ કરવાનું રહેશે. આ જીવન પ્રમાણપત્રનો અર્થ છે કે પેન્શનર જીવિત છે.

બે દિવસમાં પતાવી લો આ કામ નહીંતર મુશ્કેલીમાં પડશો, જાણો વિગતવાર
30 Nov. 2021

Follow us on

નવેમ્બર મહિનામાં ઘણા મહત્વપૂર્ણ કાર્યો કરવા માટે છેલ્લી તારીખ નજીક આવી રહી છે. પેન્શનરોએ 30 નવેમ્બર સુધીમાં તેમનું જીવન પ્રમાણપત્ર સબમિટ કરવાનું રહેશે. આમ કરવામાં નિષ્ફળતાના પરિણામે તેમનું પેન્શન બંધ થઈ શકે છે. આ સિવાય જો તમે હોમ લોન લેવાનું વિચારી રહ્યા છો તો LIC હાઉસિંગ ફાઇનાન્સની વિશેષ હોમ લોન ઓફર આ મહિને સમાપ્ત થઈ રહી છે.

લાઈફ સર્ટિફિકેટ સબમિટ કરવું જરૂરી
પેન્શનરોએ તેમનું પેન્શન મેળવવાનું ચાલુ રાખવા માટે દર વર્ષે 30 નવેમ્બર સુધીમાં તેમનું જીવન પ્રમાણપત્ર સબમિટ કરવાનું રહેશે. આ જીવન પ્રમાણપત્રનો અર્થ છે કે પેન્શનર જીવિત છે. પેન્શનરોએ પેન્શન મેળવવાનું ચાલુ રાખવા માટે 30 નવેમ્બર સુધીમાં તેમનું જીવન પ્રમાણપત્ર જમા કરાવવું પડશે જેથી તેમનું પેન્શન બંધ ન થાય.

તમે જીવન પ્રમાણ પોર્ટલ https://jeevanpramaan.gov.in/ પર તમારું જીવન પ્રમાણપત્ર સબમિટ કરી શકો છો. આ માટે તમારે પહેલા પોર્ટલ પરથી જીવન પ્રમાણ એપ ડાઉનલોડ કરવી પડશે. UDAI માન્ય ફિંગરપ્રિન્ટ ઉપકરણ પણ હોવું જોઈએ. આ પછી તમે સ્માર્ટફોન દ્વારા ઇમેઇલ આઈડી અને એપ્લિકેશનમાં દર્શાવેલ પદ્ધતિઓનો ઉપયોગ કરીને ઘરે બેઠા તમારું જીવન પ્રમાણપત્ર સબમિટ કરી શકો છો.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

LIC હાઉસિંગ ફાઇનાન્સમાં હોમ લોન માટે અરજી કરો
LIC હાઉસિંગ ફાઇનાન્સે રૂ. 2 કરોડ સુધીની હોમ લોન માટે હોમ લોનનો દર ઘટાડીને 6.66% કર્યો છે. આ ઑફર 30 નવેમ્બર સુધી લીધેલી હોમ લોન પર જ લાગુ થશે. આ પછી કંપની વ્યાજ દરમાં વધારો કરી શકે છે.

એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે 6.66 ટકા સાથે હાઉસિંગ ફાઇનાન્સ કંપનીએ વધુમાં વધુ 30 વર્ષના સમયગાળા માટે હોમ લોન પરના સૌથી નીચા દરની ઓફર કરી છે. લોકો હોમ લોન માટે LIC HomY App ઉપર પણ અરજી કરી શકે છે. વધુમાં કહેવામાં આવ્યું છે કે ગ્રાહકો એલઆઇસી હાઉસિંગ ફાઇનાન્સની ઓફિસની મુલાકાત લીધા વિના તેમની લોન અરજીની સ્થિતિ ચકાસી શકે છે.

જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ માટે નોંધણી
જવાહર નવોદય વિદ્યાલયના ધોરણ 9માં પ્રવેશ માટે 30 એપ્રિલ 2022ના રોજ યોજાનારી પસંદગી કસોટી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 30 નવેમ્બર છે. આ તારીખ સુધી તમે નવોદય વિદ્યાલય સમિતિ (NVS) ની સત્તાવાર વેબસાઇટ navodaya.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકો છો.

 

આ પણ વાંચો :  સરકારી ઓઇલ કંપનીઓ Model Retail Outlet Scheme શરૂ કરશે. 70 હજારથી વધુ આઉટલેટના નેટવર્ક માટે તૈયારી હાથ ધરાઈ

 

આ પણ વાંચો : EPFO : વર્ષોથી બંધ પડેલું PF એકાઉન્ટ સરકારની આ શરતનું પાલન કરી ફરી શરૂ કરી શકાશે, જાણો સંપૂર્ણ માહિતી

Published On - 9:42 am, Sun, 28 November 21

Next Article