વધતી જતી મોંધવારીને હરાવવા માટે આ ટ્રિક અસરકારક બની શકે છે, તમને મળશે શાનદાર રિટર્ન !

|

Jul 29, 2022 | 12:29 PM

શેરબજારમાં રોકાણ કરવાની બે રીત છે. તમે સીધા બજારમાં રોકાણ કરી શકો છો. જો કે આ માટે તમારે બજારનું જ્ઞાન હોવું જોઈએ. એવી ઘણી સાઇટ્સ છે. જે સ્ટોક માર્કેટમાં ટ્રેડિંગની સુવિધા આપે છે.

વધતી જતી મોંધવારીને હરાવવા માટે આ ટ્રિક અસરકારક બની શકે છે, તમને મળશે શાનદાર રિટર્ન !
વધતી જતી મોંધવારીને હરાવવા માટે આ ટ્રિક અસરકારક બની શકે છે, તમને મળશે શાનદાર રિટર્ન
Image Credit source: news9live

Follow us on

Inflation : મોંધવારીએ ભારત (India) સહિત વિશ્વને હચમચાવી નાખ્યું છે. તેની અસરથી સામાન્ય માણસની ખરીદશક્તિ ઘટી ગઈ છે. રોકાણ (investment) પરનું વળતર ફુગાવાના દરને અનુરૂપ નથી. દેશમાં છૂટક ફુગાવો એપ્રિલ 2022માં 7.79 ટકા હતો, જે આઠ વર્ષની ઊંચી સપાટી છે. મે મહિનામાં તે થોડો ઘટીને 7.04 ટકા થયો હતો. જો કે ફુગાવાનો દર હજુ પણ સતત પાંચમા મહિને રિઝર્વ બેંકના 4 ટકા (+2/-2)ના આદર્શ સ્તરથી ઉપર છે. સારા સંશોધન અને લાંબા ગાળાના ધ્યેયને ધ્યાનમાં રાખીને રોકાણ કરવાથી, શેરબજારમાંથી મળતું વળતર ફુગાવા સામે લડવામાં મદદ કરી શકે છે.

મોંધવારીને હરાવવાનો અર્થ શું છે?

ફુગાવાને હરાવવાનો સીધો અર્થ એ છે કે, જ્યારે રોકાણ પરનું વળતર ફુગાવાના દર કરતાં વધુ હોય. જો સામાન અને સેવાઓના ભાવમાં વધારો રોકાણમાંથી મળતા વળતર કરતાં વધુ હોય, તો આવા વળતર અર્થહીન છે એટલે કે વળતર શૂન્ય છે.

ભારતમાં ફુગાવાને કેવી રીતે હરાવી શકાય?

મોંઘવારી દિવસેને દિવસે વધી રહી છે. તે સ્વાભાવિક છે કે આગામી 10 કે 20 વર્ષોમાં ફુગાવાનો દર આજના કરતાં ઘણો વધારે હશે. ફુગાવાને હરાવવાનો શ્રેષ્ઠ માર્ગ એ એમાં રોકાણ કરવાનો છે કે, જેમાં ફુગાવાના દરની બરાબર અથવા તેનાથી વધુ વળતર મેળવવાની સંભાવના હોય. નિષ્ણાતો સહમત છે કે, નાની બચત યોજનાઓમાં એટલું વળતર આપવાની ક્ષમતા નથી. છેલ્લા કેટલાક વર્ષોમાં નાની બચત યોજનાના વ્યાજદરમાં પણ ઘટાડો થયો છે. આવી સ્થિતિમાં શેરબજારમાં લાંબા ગાળે આકર્ષક રિટર્ન આપવાની ક્ષમતા રાખે છે, જે ફુગાવાને હરાવી શકે છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

શેરબજારે લાંબા ગાળામાં ફુગાવા કરતાં વધુ સારું વળતર આપ્યું

શેરબજારમાં રોકાણ કરવાની બે રીત છે. તમે સીધા બજારમાં રોકાણ કરી શકો છો. જો કે આ માટે તમારે બજારનું જ્ઞાન હોવું જોઈએ. એવી ઘણી સાઇટ્સ છે. જે સ્ટોક માર્કેટમાં ટ્રેડિંગની સુવિધા આપે છે. 5Paisa.com એક એવું પ્લેટફોર્મ છે જ્યાં તમે સરળતાથી, સુરક્ષિત રીતે અને તમારી પોતાની ભાષામાં વેપાર કરી શકો છો. વધુ જાણવા માટે તમે https://bit.ly/3RreGqO ની મુલાકાત લઈ શકો છો. શેરબજારે લાંબા ગાળામાં ફુગાવા કરતાં વધુ સારું વળતર આપ્યું છે. જોકે, ટૂંકા ગાળામાં થોડી અસ્થિરતા જોવા મળી શકે છે. સારા સંશોધન અને લાંબા ગાળાના ધ્યેયને ધ્યાનમાં રાખીને રોકાણ કરવાથી, શેરબજારમાંથી મળતું વળતર ફુગાવા સામે લડવામાં મદદ કરી શકે છે.

જો શેરબજારના જોખમો તમને ડરાવે છે, તો ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડનો માર્ગ અપનાવી શકાય. SIP દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં નિયમિત રોકાણ કરીને મોટું ફંડ બનાવી શકાય છે. મ્યુચ્યુઅલ ફંડ લાંબા ગાળે અપેક્ષા કરતાં વધુ સારું વળતર આપી શકે છે. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા માટે યોગ્ય ફંડની પસંદગી કરવી જરૂરી છે. આ માટે તમે નાણાકીય સલાહકારની મદદ પણ લઈ શકો છો. ઊંચા ફુગાવાને પહોંચી વળવા માટે, ઇક્વિટીના ઊંચા પ્રમાણ સાથે લાંબા ગાળાનો (સાત વર્ષ કે તેથી વધુ) પોર્ટફોલિયો બનાવો.

Next Article