આ Multibagger Stock 2 વર્ષમાં શેર 3300% વધ્યો, હવે કંપની આપી રહી છે બોનસની ભેટ
multibagger stock : સોલાર પ્રોજેક્ટના વ્યવસાય સાથે સંકળાયેલી કંપની જેન્સોલ એન્જીનીયરીંગ(Gensol Engineering)એ છેલ્લા 2 વર્ષમાં શાનદાર વળતર આપ્યું છે. છેલ્લા બે વર્ષમાં કંપનીના શેર રૂપિયા 53 થી વધીને 1800 થયા છે.

multibagger stock : સોલાર પ્રોજેક્ટ(Solar Project)ના વ્યવસાય સાથે સંકળાયેલી કંપની જેન્સોલ એન્જીનીયરીંગ(Gensol Engineering)એ છેલ્લા 2 વર્ષમાં શાનદાર વળતર આપ્યું છે. છેલ્લા બે વર્ષમાં કંપનીના શેર રૂપિયા 53 થી વધીને 1800 થયા છે.
જેન્સોલ એન્જિનિયરિંગના શેરોએ આ સમયગાળા દરમિયાન 3300% કરતા વધુ વળતર આપ્યું છે. કંપની હવે તેના રોકાણકારોને બોનસ શેર ગિફ્ટ કરવા જઈ રહી છે. જેન્સોલ એન્જિનિયરિંગ 5 સપ્ટેમ્બર 2023ના રોજ યોજાનારી તેની બોર્ડ મીટિંગમાં બોનસ શેરની જાહેરાત કરશે.
2 વર્ષમાં રૂપિયા 1 લાખના શેર 34 લાખમાં ફેરવાયા
24 ઓગસ્ટ 2021 ના રોજ બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં જેન્સોલ એન્જિનિયરિંગનો શેર રૂપિયા 53.63 પર હતો. કંપનીના શેર 31 ઓગસ્ટ 2023ના રોજ 5% વધીને રૂપિયા 1831.60 પર પહોંચી ગયા છે. કંપનીના શેરે છેલ્લા 2 વર્ષમાં 3315% વળતર આપ્યું છે. જો કોઈ વ્યક્તિએ 24 ઓગસ્ટ, 2021ના રોજ જેન્સોલ એન્જિનિયરિંગના શેરમાં રૂ. 1 લાખનું રોકાણ કર્યું હોય અને પોતાનું રોકાણ જાળવી રાખ્યું હોય, તો આ શેરનું વર્તમાન મૂલ્ય રૂ. 34.15 લાખ થયું હશે.
6 મહિનામાં શેર્સમાં 103%નો ઉછાળો
છેલ્લા 6 મહિનામાં જેન્સોલ એન્જિનિયરિંગના શેરમાં 103%નો વધારો થયો છે. 1 માર્ચ, 2023ના રોજ BSE પર કંપનીનો શેર રૂ. 904.65 પર હતો. BSE ખાતે 31 ઓગસ્ટ, 2023 ના રોજ Gensol Engineeringનો શેર રૂ. 1831.60 પર બંધ થયો હતો. આ વર્ષે અત્યાર સુધીમાં કંપનીના શેરમાં 81%નો વધારો થયો છે. જેન્સોલ એન્જિનિયરિંગ શેરનું 52-સપ્તાહનું ઉચ્ચ સ્તર રૂ. 1990 છે. તે જ સમયે, કંપનીના શેરનું 52 સપ્તાહનું નીચલું સ્તર 797.05 રૂપિયા છે.
કંપનીને રૂપિયા 101 કરોડના નિકાસ ઓર્ડર મળ્યા છે
જેન્સોલ એન્જિનિયરિંગે તાજેતરમાં જણાવ્યું છે કે તેને 101 કરોડ રૂપિયાથી વધુના નિકાસ ઓર્ડર મળ્યા છે. આ નિકાસ ઓર્ડરમાં, સ્મોલકેપ કંપનીએ દુબઈ સરકારી વર્કશોપ વેરહાઉસ અને દુબઈ પોલીસ માટે મેગા સોલર એન્જિનિયરિંગ પ્રોજેક્ટ માટે નિકાસ કરવાની રહેશે.
તાજેતરમાં જેન્સોલ એન્જિનિયરિંગ લિમિટેડે શેરબજારને જાણ કરી હતી કે તેને દુબઈથી રૂ. 102 કરોડનો સોલાર EPC પ્રોજેક્ટ મળ્યો છે. શેરબજારના નિષ્ણાતોનું કહેવું છે કે આ ઓર્ડર મળ્યા બાદ જેનસોલ એન્જિનિયરિંગને ઘણો ફાયદો થઈ શકે છે અને તેના કારણે તેના શેરમાં મોટો વધારો થઈ શકે છે.ઓગસ્ટના બીજા સપ્તાહમાં એવા અહેવાલો આવ્યા હતા કે એન્જિનિયરિંગ બિઝનેસની દિગ્ગજ કંપની જેન્સોલ એન્જિનિયરિંગને 300 ઇલેક્ટ્રિક વાહનોના સપ્લાય અને મેન્ટેનન્સ માટે 5 વર્ષનો કોન્ટ્રાક્ટ મળ્યો છે.
ડિસ્ક્લેમર : આ અહેવાલમાં માત્ર શેરના પ્રદર્શન વિશેની માહિતી આપવામાં આવી છે. આ માહિતી રોકાણ માટેની સલાહ નથી. શેરબજારમાં રોકાણ જોખમને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.