સરકારનો આ નિર્ણય દેશના 6 કરોડ પગારદારોને આપશે મોટો લાભ , હવે PF ઉપર મળશે વધુ લાભ , જાણો કઈ રીતે

|

Jul 13, 2021 | 8:49 AM

InvIT એ એક રોકાણનો વિકલ્પ છે જે રેગ્યુલેટર સેબી દ્વારા મ્યુચ્યુઅલ ફંડ્સની જેમ નિયંત્રિત કરવામાં આવે છે. InvITમાં રોકાણકારો નાના પાયે રોકાણ કરીને નિયમિત આવક મેળવી શકે છે.

સરકારનો આ નિર્ણય દેશના 6 કરોડ પગારદારોને આપશે મોટો લાભ , હવે PF ઉપર મળશે વધુ લાભ , જાણો કઈ રીતે
EPFO

Follow us on

દેશના 6 કરોડ પગારદાર હવે તેમના PF પર વધુ વ્યાજ મેળવી શકે છે. PFની સંસ્થા કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ એક મહત્વનો નિર્ણય લીધો છે. એક અખબારી અહેવાલ મુજબ હવે EPFO કર્મચારીઓના PFનો એક હિસ્સો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ્સ ( InvIT) માં રોકાણ કરવાની યોજના બનાવી રહ્યું છે. આ નિર્ણય સાથે EPFOના રોકાણનો અવકાશ વધશે.

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનના 6 કરોડ PF સબસ્ક્રાઈબરના રોકાણના અવકાશમાં વધારો થવાની અસર તેઓને મળતા વ્યાજ દરો પર પણ જોવા મળશે. બીજી તરફ આનાથી ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણને વેગ મળશે અને EPFO માટે પણ રોકાણના અવકાશમાં વધારો થશે.

હાલ એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન પીએફ સબસ્ક્રાઈબરના નાણાં ફક્ત બોન્ડ્સ અને સરકારી સિક્યોરિટીઝમાં જ રોકાણ કરે છે. ઇન્વિટીમાં રોકાણ કર્યા બાદ રોકાણકારોને બીજો વિકલ્પ મળશે. InvIT મ્યુચ્યુઅલ ફંડના રોકાણની જેમ કાર્ય કરે છે. તેથી એવું માનવામાં આવે છે કે 6 કરોડ ગ્રાહકોને આ નિર્ણયનો લાભ મળશે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

શું છે InvIT
InvIT એ એક રોકાણનો વિકલ્પ છે જે રેગ્યુલેટર સેબી દ્વારા મ્યુચ્યુઅલ ફંડ્સની જેમ નિયંત્રિત કરવામાં આવે છે. InvITમાં રોકાણકારો નાના પાયે રોકાણ કરીને નિયમિત આવક મેળવી શકે છે. સરકારી સૂત્રોઅનુસાર આ રોકાણના વિકલ્પને ધ્યાનમાં લીધા પછી રોકાણકારોના નાણાંનો ઉપયોગ અન્ય ભંડોળમાં કરવામાં આવશે અને તેનો લાભ રોકાણકારોને પણ મળશે.

PF ધારકોને શું લાભ મળશે?
નાણાકીય વર્ષ 2020-21 માટે પ્રોવિડન્ટ ફંડ એકાઉન્ટ ધારકો માટે 8.5 ટકાના વ્યાજ દર નક્કી કરવામાં આવ્યા છે. અપેક્ષા છે કે આ રકમ આવતા મહિનાના અંત સુધીમાં ખાતાધારકોના ખાતામાં જમા થઈ જશે. બીજી તરફ આ નવા રોકાણ વિકલ્પ પછી રોકાણકારોના નાણાંનો થોડોક ભાગ ઈનિટ્સ જેવા કોર્પસમાં મૂકવામાં આવશે. તેનાથી રોકાણકારોને વધારે વળતર મળવાની આશા છે. બજેટ દરમિયાન નાણાં પ્રધાન નિર્મલા સીતારામને આ બાબતના સંકેત આપ્યા હતા.

Next Article