દેશની આ મોટી રિયલ એસ્ટેટ કંપની લાવવા જઈ રહી છે IPO, 635 કરોડ એકત્ર કરવાનો લક્ષ્યાંક

|

Nov 13, 2022 | 7:17 PM

IPO દ્વારા 635 કરોડ રૂપિયા એકઠા કરવાની યોજના છે. કંપની IPOમાંથી મળેલી રકમનો ઉપયોગ બાકી દેવની ચૂકવણી કરવા, ભાવિ રિયલ એસ્ટેટ પ્રોજેક્ટને ભંડોળ આપવા અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરશે.

દેશની આ મોટી રિયલ એસ્ટેટ કંપની લાવવા જઈ રહી છે IPO, 635 કરોડ એકત્ર કરવાનો લક્ષ્યાંક
IPO

Follow us on

Keystone Realtorની પ્રારંભિક જાહેર ભરણું (IPO) સોમવાર, નવેમ્બર 14 ના રોજ ખુલશે. આ કંપની રૂસ્તમજી બ્રાન્ડ હેઠળ કામ કરે છે. તેનો IPO 16 નવેમ્બરે બંધ થશે. આ પહેલી રિયલ એસ્ટેટ કંપની હશે, જે આ વર્ષે પ્રાઇમરી માર્કેટમાંથી નાણાં એકત્ર કરશે.

પ્રાઇસ બેન્ડ શું છે?

Keystone Realtorની આઇપીઓ દ્વારા 635 કરોડ રૂપિયા એકઠા કરવાની યોજના છે. આનાથી 560 કરોડ રૂપિયા ફ્રેશ ઇશ્યુ શેર અને 75 કરોડ શેર પ્રમોટર્સ દ્વારા ઓફર કરવામાં આવશે. આઇપીઓનો પ્રાઇસ બેન્ડ 514-541 શેર રાખવામાં આવ્યો છે. કંપનીના IPOમાંથી મળેલી આવકનો ઉપયોગ બાકી દેવની ચૂકવણી કરવા, ભાવિ રિયલ એસ્ટેટ પ્રોજેક્ટને ભંડોળ આપવા અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે.

કંપની દેશમાં રિયલ એસ્ટેટ બાંધકામ, વિકાસ અને અન્ય ઘણી પ્રવૃત્તિઓમાં કાર્યરત છે. 30 જૂન, 2022 સુધીમાં કંપની પાસે 12 ચાલુ પ્રોજેક્ટ્સ છે. આ સિવાય મુંબઈ મેટ્રોપોલિટન રિજન (MMR)માં તેના 21 પ્રોજેક્ટ લાવવાની તૈયારીઓ ચાલી રહી છે. આ પ્રોજેક્ટ્સ સસ્તા, મધ્યમ કેટલીક પ્રીમિયમ શ્રેણીમાં લાવવામાં આવશે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

કંપની વિગતો

30 જૂન, 2022 સુધીમાં કંપનીએ 32 પ્રોજેક્ટ્સ, 280 થી વધુ ઇમારતો, 20.22 મિલિયન ચોરસ ફૂટનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને 14,000 થી વધુ પરિવારો માટે ઘર બનાવ્યા છે. આ ઉપરાંત, કંપનીનું કુલ દેવું નાણાકીય વર્ષ 2021માં 1,220 કરોડ રૂપિયાથી વધીને નાણાકીય વર્ષ 2022માં 1,557 કરોડ રૂપિયા થઈ ગયું છે. કંપનીએ વધુમાં કહ્યું કે રિયલ એસ્ટેટ પ્રોજેક્ટના વિકાસમાં મોટી રકમ ખર્ચવામાં આવશે. આનો મોટો હિસ્સો બેંકો અને અન્ય નાણાકીય સંસ્થાઓ પાસેથી ધિરાણ દ્વારા ઉભો કરવામાં આવશે.

કંપનીએ પોતાના રેડ હેરિંગ પ્રોસ્પેક્સમાં ઉલ્લેખ કર્યો છે કે તેને વધારે લોન લેવામાં થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. કંપનીના જણાવ્યા મુજબ તેના લોન દસ્તાવેજમાં કેટલાક પ્રાવધાન છે જેના કારણે કેટલીક ચુકવણી કરવામાં અને ભવિષ્યમાં કેટલાક પગલાં ભરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

FY22માં રિયલ એસ્ટેટ કંપનીનો ચોખ્ખો નફો એક વર્ષ અગાઉની સરખામણીમાં 41 ટકા ઘટીને રૂ. 136 કરોડ થયો છે. જ્યારે, કંપનીની આવક 50 ટકા વધીને રૂ. 1,269 કરોડ થઈ છે. કોવિડ-19 દરમિયાન લોકડાઉનને કારણે કંપનીના બિઝનેસ ઓપરેશનમાં મોટી અડચણો આવી છે. તેમાં બાંધકામમાં વિલંબ, સમય મર્યાદા પૂરી કરવામાં નિષ્ફળતા અને તરલતામાં વિક્ષેપનો સમાવેશ થાય છે.

Next Article