સસ્તી કિંમતે પ્રોપર્ટી ખરીદવા વિચારી રહ્યા છો? PNB લાવ્યું છે બમ્પર ઓફર, જાણો વિગતવાર

|

Mar 15, 2021 | 9:26 AM

જો તમને સસ્તી કિંમતે ઘર ખરીદવું હોય કે દુકાન ખરીદવી હોય તો પંજાબ નેશનલ બેંક (PNB) મોકો આપી રહ્યું છે. દેવું પાછું મેળવવા PNB મોર્ગેજ પ્રોપર્ટીની હરાજી કરવા જઈ રહી છે.

સસ્તી કિંમતે પ્રોપર્ટી ખરીદવા વિચારી રહ્યા છો? PNB લાવ્યું છે બમ્પર ઓફર, જાણો વિગતવાર
PNB e-Auction

Follow us on

જો તમને સસ્તી કિંમતે ઘર ખરીદવું હોય કે દુકાન ખરીદવી હોય તો પંજાબ નેશનલ બેંક (PNB) મોકો આપી રહ્યું છે. દેવું પાછું મેળવવા PNB મોર્ગેજ પ્રોપર્ટીની હરાજી કરવા જઈ રહી છે. બેંક આજે 15 માર્ચ 2021 ના ​​રોજ ઘર, દુકાન અને વ્યાપારી મિલકતોની હરાજી કરવા જઈ રહી છે. તેમાં 6,350 રહેણાંક, 1,691 કોમર્શિયલ અને 922 ઔદ્યોગિક અને 14 કૃષિ સંપત્તિ છે. આ પ્રોપર્ટીસ ડિફોલ્ટની લિસ્ટમાં છે. પીએનબીએ ટ્વીટ કરીને આ હરાજી અંગે માહિતી આપી છે.

PNB એ ટ્વિટમાં કહ્યું છે કે, 15 માર્ચ, 2021 ના ​​રોજ યોજાનારી પીએનબી ઇ-ઓક્શન દ્વારા સસ્તામાં રહેણાંક અને વ્યવસાયિક મિલકતો ખરીદો. વધુ માહિતી માટે, ઇ-સેલ્સ પોર્ટલ https://ibapi.in ની મુલાકાત લો.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

હરાજી કરવા જઈ રહેલ પ્રોપર્ટી વિશેની વધુ માહિતી ibapi.in પરથી મેળવી શકાય છે. જો તમે ઇ-ઓક્શન દ્વારા સંપત્તિ ખરીદવા માંગતા હો, તો તમે બેંકમાં જઈને હરાજી અને મિલકતની હરાજી થવાની માહિતી પણ મેળવી શકો છો.

આ રીતે તમે હરાજીમાં ભાગ લઈ શકો છો
આ હરાજીમાં ભાગ લેવા માટે તમે ઓનલાઇન અરજી કરી શકો છો. KYCની સંપૂર્ણ વિગતો માટે તમામ દસ્તાવેજો શાખામાં સબમિટ કરવા પડશે.

ઇ-હરાજીમાં ભાગ લેવા, પાટીસીપેન્ટએ અર્નેસ્ટ મની ડિપોઝીટ એટલે કે EMD સબમિટ કરવાની રહેશે. ડિજિટલ હસ્તાક્ષર જરૂરી રહેશે. જો તમે હરાજીમાં ભાગ લેવા માંગતા હો, તો ઇ-ઓક્શનર્સ અથવા માન્ય એજન્સી પાસે જઈને તમે ડિજિટલ હસ્તાક્ષર લઈ શકો છો.

કેનરા બેંક પણ આપી રહી છે તક
કેનેરા બેન્ક ભારતભરમાં 2000 થી વધુ મિલકતોની ઇ-હરાજી કરવા જઈ રહી છે. કેનેરા બેંકની મેગા ઇ-ઓક્શન 16 માર્ચ અને 26 માર્ચે થશે. બેંકના જણાવ્યા અનુસાર, મિલકતો વિશેની વધુ માહિતી માટે કેનેરા બેંકની કોર્પોરેટ વેબસાઇટ https://canarabank.com જુઓ.

Next Article