1 ઓગસ્ટથી નાણાકીય વ્યવહારો સંબંધિત આ નિયમો બદલાશે, જાણો તમારા પર શું પડશે અસર

|

Jul 25, 2021 | 7:58 AM

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) એ નાણાં સંબંધિત નિયમોમાં ફેરફાર કર્યા છે. આ પરિવર્તન પછી એક તરફ ATMમાંથી રોકડ ઉપાડવું મોંઘુ થશે. તો બીજી તરફ હવે તમને રજાના દિવસે પણ તમારા પગાર અથવા પેન્શન તમારા ખાતામાં મળશે.

1 ઓગસ્ટથી નાણાકીય વ્યવહારો સંબંધિત આ નિયમો બદલાશે, જાણો તમારા પર શું પડશે અસર
These rules regarding financial transactions will change from August 1

Follow us on

આવતા મહિનાની શરૂઆતથી એટલે કે 1 ઓગસ્ટ 2021 નાણાં સંબંધિત કેટલાક નિયમો બદલાવા જઈ રહ્યા છે. આ ફેરફારોની અસર આપણા જીવન પર પડશે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) એ નાણાં સંબંધિત નિયમોમાં ફેરફાર કર્યા છે. આ પરિવર્તન પછી એક તરફ ATMમાંથી રોકડ ઉપાડવું મોંઘુ થશે. તો બીજી તરફ RBIએ સામાન્ય લોકોની સુવિધા માટે એક મોટું પગલું ભર્યું છે. RBIએ નેશનલ ઓટોમેટેડ ક્લિયરિંગ હાઉસ (NACH) ના નિયમોમાં ફેરફાર કર્યા છે. આ સાથે હવે તમને રજાના દિવસે પણ તમારા પગાર અથવા પેન્શન તમારા ખાતામાં મળશે. ચાલો આપણે જાણીએ કે 1 ઓગસ્ટથી કયા નિયમો બદલાવા જઈ રહ્યા છે.

ATM માંથી કેશ ઉપાડ અંગે આ માહિતી જાણવી જરૂરી
RBIના નવા નિયમો હેઠળ હવે બેંક ગ્રાહકો તેમની બેંકના ATMથી દર મહિને 5 ફ્રી ટ્રાંઝેક્શનની સુવિધાનો લાભ લઈ શકે છે. આ પછી તેઓએ ઉપાડ પર ચાર્જ ચૂકવવો પડશે. RBIએ આર્થિક વ્યવહારો માટે ટ્રાન્ઝેક્શન દીઠ ઇન્ટરચેંજ ફી 15 થી વધારીને 17 રૂપિયા કરી અને તમામ કેન્દ્રો પર નાણાંકીય વ્યવહાર માટે ફી રૂ.5 થી વધારીને 6 કરી દીધી છે. બેંકના ગ્રાહકને દરેક એટીએમ કેશ ઉપાડ માટે છૂટ હશે પણ આ ઉપરાંતના વ્યવહારો માટે 21 રૂપિયા ચૂકવવા પડશે. હાલ આ ફી 20 રૂપિયા છે. આ નિયમ આવતા વર્ષે જાન્યુઆરીથી લાગુ થશે.

હવે રજાના દિવસે પણ પગાર ખાતામાં આવશે
તમારે હવે પગાર, પેન્શન અને ઇએમઆઇ ચુકવણી જેવા મહત્વપૂર્ણ વ્યવહારો માટે કામકાજના દિવસોની રાહ જોવી પડશે નહીં. આરબીઆઈએ નેશનલ ઓટોમેટેડ ક્લિયરિંગ હાઉસ (NACH) ના નિયમોમાં ફેરફાર કર્યા છે. NACH એ NPCI દ્વારા સંચાલિત બલ્ક પેમેન્ટ સિસ્ટમ છે. જે ડિવિડન્ડ, વ્યાજ, પગાર અને પેન્શન જેવી વિવિધ પ્રકારની ક્રેડિટ ટ્રાન્સફરની સુવિધા પૂરી પાડે છે. હાલમાં NACH સેવાઓ ફક્ત એવા દિવસો પર ઉપલબ્ધ છે જ્યારે બેંકો કામ કરે છે પરંતુ 1 લી ઓગસ્ટથી આ સુવિધા અઠવાડિયાના બધા દિવસે ઉપલબ્ધ રહેશે.

રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

ICICI બેંકમાંથી પૈસા ઉપાડવું મોંઘુ છે
તમે આઈસીઆઈસીઆઈ બેંક સાથે દર મહિને ચાર ટ્રાંઝેક્શન કરી શકો છો એટલે કે, તમે મહિનામાં ચાર વાર એકાઉન્ટમાંથી પૈસા ઉપાડી શકો છો. જો કોઈ ચાર કરતા વધારે વખત પૈસા ઉપાડશે, તો તેને વન-ટાઇમ ટ્રાન્ઝેક્શન મુજબ 150 રૂપિયા ચૂકવવા પડશે. એટલે કે બેંકમાંથી પૈસા ઉપાડવા પર દરેક વ્યવહાર પર 150 રૂપિયા ચૂકવવા પડશે. આ સિવાય આઈસીઆઈસીઆઈ બેંકે દર મહિને 1 લાખ રૂપિયા સુધીના ટ્રાંઝેક્શન નક્કી કર્યા છે. આ પછી તેઓએ પૈસા ઉપાડવા પર ચાર્જ ચૂકવવો પડશે.

 

Next Article