આ 3 અબજપતિઓએ FIFA વર્લ્ડ કપ જેટલી જ રકમ ગુમાવી, જાણો કેવી રીતે

|

Nov 23, 2022 | 1:00 PM

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપ $210 બિલિયન છે. તે જ સમયે, એલોન મસ્ક, જેફ બેઝોસ અને બિલ ગેટ્સની નેટવર્થમાં આ વર્ષે લગભગ $200 બિલિયનનો ઘટાડો જોવા મળ્યો છે.

આ 3 અબજપતિઓએ FIFA વર્લ્ડ કપ જેટલી જ રકમ ગુમાવી, જાણો કેવી રીતે
These 3 billionaires drowned the same amount as FIFA World Cup, know how

Follow us on

બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ મુજબ બુધવારે વિશ્વના અબજોપતિઓ ખાસ કરીને અમેરિકન અબજોપતિઓની સંપત્તિમાં વધારો થયો હોવા છતાં ચાલુ વર્ષમાં અમેરિકાના ટોચના 3 અબજપતિઓની સંપત્તિમાં ઘટાડો થયો છે. ઘટાડાની રકમની વાત કરીએ તો આખા વર્લ્ડ કપ જેટલામાં યોજાય શકે તેટલી રકમ આ ઉદ્યોગપતિઓએ ગુમાવી છે . હકીકતમાં, ફિફા વર્લ્ડ કપ 2022નું કુલ બજેટ $200 બિલિયન હોવાનું કહેવાય છે. બીજી તરફ જો આ ત્રણ અબજપતિઓની વાત કરીએ તો તેઓએ લગભગ 200 બિલિયન ડૉલરથી વધુની રકમ ગુમાવી છે.

ફિફા વર્લ્ડ કપ સિવાય રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જેવી કંપની પણ આ અબજોપતિઓએ ગુમાવેલી રકમમાં ઊભી રહી હોત. હાલમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપ $210 બિલિયન છે. બીજી તરફ, ઇલોન મસ્ક, જેફ બેઝોસ અને બિલ ગેટ્સની નેટવર્થમાં આ વર્ષે લગભગ $200 બિલિયનનો ઘટાડો જોવા મળ્યો છે. ચાલો આંકડાઓ પરથી સમજવાનો પ્રયત્ન કરીએ કે આખરે ત્રણેય અબજોપતિઓની નેટવર્થમાં કેટલો ઘટાડો જોવા મળ્યો છે.

ટોચના 3 અમેરિકન અબજોપતિઓની નેટવર્થમાં મોટો ઘટાડો

દુનિયાના સૌથી ધનાઢ્ય બિઝનેસમેન એલોન મસ્ક હોય કે એમેઝોનના માલિક જેફ બેઝોસ, બંનેની આ વર્ષે નેટવર્થમાં $70 બિલિયનથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે બંને ઉદ્યોગપતિઓને કુલ 170 અબજ ડોલરથી વધુનું નુકસાન થયું છે. જે બાદ નંબર બિઝનેસ ટાયકૂન બિલ ગેટ્સનો છે. જેમણે આ વર્ષે 24.6 બિલિયન ડોલરની સંપત્તિ ગુમાવી છે. જો આપણે ત્રણેયની કુલ ગુમાવેલી નેટવર્થ વિશે વાત કરીએ, તો તે $ 200 બિલિયનની આસપાસ છે.

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

ફિફા અને રિલાયન્સ જેટલી સંપત્તિ ગુમાવી

આશ્ચર્યની વાત એ છે કે આ ત્રણ અમેરિકન અબજોપતિઓએ આ વર્ષે તેમની સંપત્તિ ગુમાવી દીધી છે, જેના કારણે ભારતની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જેવી કંપનીની સ્થાપના થઈ શકી હોત, જ્યારે FIFA જેવી બીજી મોટી ઈવેન્ટનું આયોજન થઈ શક્યું હોત. હાલમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપ લગભગ $210 બિલિયન છે. જ્યારે દેશની સૌથી મોટી IT કંપની TCS ની માર્કેટ કેપ $150 બિલિયન છે. નવાઈની વાત એ છે કે દેશની બીજી સૌથી મોટી આઈટી કંપની ઈન્ફોસિસના માર્કેટ કેપ કરતાં એકલા ઈલોન મસ્કને વધુ નુકસાન થયું છે. ઇલોન મસ્કને આ વર્ષે $99 બિલિયનથી વધુનું નુકસાન થયું છે અને ઇન્ફોસિસનું માર્કેટ કેપ લગભગ $82 બિલિયન છે.

અમીરોની નેટવર્થ કેટલી ઘટી છે

એલોન મસ્કની વર્તમાન નેટવર્થ $171 બિલિયન છે, જ્યારે ચાલુ વર્ષમાં તેમની નેટવર્થમાં $99.2 બિલિયનનો ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે છેલ્લા એક વર્ષમાં તેમની નેટવર્થમાં લગભગ $170 બિલિયનનો ઘટાડો થયો છે. બીજી તરફ એમેઝોનના જેફ બેઝોસની નેટવર્થમાં આ વર્ષે $75.9 બિલિયનનો ઘટાડો થયો છે. જો કે, તેમની કુલ સંપત્તિ 116 અબજ ડોલર છે. મંગળવારે તેમની નેટવર્થમાં $811 મિલિયનનો વધારો થયો છે. બીજી તરફ ટેક જાયન્ટ બિલ ગેટ્સની વર્તમાન નેટવર્થ $113 બિલિયન છે, જ્યારે આ વર્ષે તેમની નેટવર્થમાં $24.6 બિલિયનનો ઘટાડો જોવા મળ્યો છે.

Next Article