Fail ટ્રાન્ઝેક્શન પર બેન્ક રિફંડની 2,850 ફરીયાદો છે નિરાકરણના ઈન્તેજારમાં, જાણો મોડું થવા પર ગ્રાહકોનો શું છે હક?

|

Jan 02, 2021 | 7:47 PM

ફેઈલ અથવા રદ કરાયેલા બેન્કિંગ ટ્રાન્ઝેક્શનને લીધે રિફંડ અથવા વિલંબિત રિફંડના કેસો ચિંતાજનક સ્તરે સામે આવી રહ્યા છે. આ મામલાઓ અંગે નવા રચાયેલા કન્ઝ્યુમર પ્રોટેક્શન રેગ્યુલેટરે (CCPA) રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)ને દરમિયાનગીરી કરવા સૂચન કર્યું છે.

Fail ટ્રાન્ઝેક્શન પર બેન્ક રિફંડની 2,850 ફરીયાદો છે નિરાકરણના ઈન્તેજારમાં, જાણો મોડું થવા પર ગ્રાહકોનો શું છે હક?
ATM

Follow us on

ફેઈલ અથવા રદ કરાયેલા બેન્કિંગ ટ્રાન્ઝેક્શનને લીધે રિફંડ અથવા વિલંબિત રિફંડના કેસો ચિંતાજનક સ્તરે સામે આવી રહ્યા છે. આ મામલાઓ અંગે નવા રચાયેલા કન્ઝ્યુમર પ્રોટેક્શન રેગ્યુલેટરે (CCPA) રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)ને દરમિયાનગીરી કરવા સૂચન કર્યું છે, જેથી તે સમયસર પૈસા પાછા મળી શકે. ટ્રાન્ઝેક્શન નિષ્ફળ અથવા રદ થવાથી રિફંડ માટેની 2,850 ફરિયાદો પેન્ડિંગ છે. બેંક ઉપભોક્તા અથવા લાભકર્તાના ખાતામાં નાણાં જમા કરે છે, પરંતુ આરબીઆઈની માર્ગદર્શિકા અનુસાર તે સમયમર્યાદામાં જમા કરવામાં આવતા નથી.

 

બેન્કિંગ ક્ષેત્રે નોંધાયેલી 20 ટકા ફરિયાદો સરકાર સંચાલિત રાષ્ટ્રીય ગ્રાહક હેલ્પલાઈન (NCH) દ્વારા કરવામાં આવે છે. સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA)ના ચીફ કમિશનર નિધિ ખારે, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ના ડેપ્યુટી ગવર્નર એમ કે જૈનને લખેલા પત્રમાં કહ્યું છે કે ‘વ્યવહાર નિષ્ફળ/રદ થયા છે પણ પરંતુ કોઈ રિફંડ મળ્યા નથી, 2,850 ફરિયાદો બાકી છે’.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

 

ખારેએ જણાવ્યું હતું કે આરબીઆઈ દ્વારા જારી કરવામાં આવેલી માર્ગદર્શિકા અનુસાર બેન્કોએ દાવાઓને સમયમર્યાદામાં સમાધાન કરવાની જરૂર છે. તેમણે કહ્યું કે, બેન્કિંગ રેગ્યુલેટર હોવાને કારણે આરબીઆઈને વિનંતી છે કે તેઓ આ બાબતની નોંધ લે અને બેન્કોને નિર્ધારિત માર્ગદર્શિકા અનુસાર સમયમર્યાદાનું પાલન કરવાનું કહે. તેમણે કહ્યું કે ગ્રાહકોની ફરિયાદોના ઝડપી નિરાકરણને સુનિશ્ચિત કરવામાં સીસીપીએ આરબીઆઈને સહયોગ આપવા તૈયાર છે.

 

શું છે નિયમ?

1. આરબીઆઈના જણાવ્યા અનુસાર નિષ્ફળ એટીએમ ટ્રાન્ઝેક્શનના કિસ્સામાં બેંકોને ફરજિયાત ટ્રાન્ઝેક્શનની તારીખથી 5 કેલેન્ડર દિવસની અંદર ગ્રાહકના ખાતામાં ફરીથી ક્રેડિટ કરવા સૂચના છે.

2. કાર્ડ આપનાર બેન્કે એટીએમ વ્યવહાર નિષ્ફળ થયાની તારીખથી 5 કેલેન્ડર દિવસમાં ગ્રાહકની રકમ ફરીથી જમા કરવામાં વિલંબ પર દરરોજ 100 રૂપિયા ચૂકવવા પડશે.

 

આ પણ વાંચો: ડેરી ક્ષેત્રમાં નોકરીની શોધમાં છો તો વાંચો અમારી આ પોસ્ટ, મળશે સારો પગાર

Next Article