આશિષ કુમાર ચૌહાણ માટે NSEના નવા MD બનવાનો રસ્તો સાફ, શેરધારકોએ નિમણૂંકને આપી મંજૂરી

|

Aug 15, 2022 | 12:04 AM

દેશના પ્રીમિયર સ્ટોક એક્સચેન્જ નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ના શેરધારકોએ આશિષ કુમાર ચૌહાણની મેનેજિંગ ડિરેક્ટર (MD) અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) તરીકે નિમણૂકને મંજૂરી આપી છે. NSEએ રવિવારે આ જાણકારી આપી.

આશિષ કુમાર ચૌહાણ માટે NSEના નવા MD બનવાનો રસ્તો સાફ, શેરધારકોએ નિમણૂંકને આપી મંજૂરી
Ashish Kumar Chauhan (File Image)

Follow us on

દેશના પ્રીમિયર સ્ટોક એક્સચેન્જ નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ના શેરધારકોએ આશિષ કુમાર ચૌહાણની (Ashish Kumar Chauhan) મેનેજિંગ ડિરેક્ટર (MD) અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) તરીકે નિમણૂંકને મંજૂરી આપી છે. NSEએ રવિવારે આ જાણકારી આપી. એક નિવેદન અનુસાર, NSEની અસાધારણ સામાન્ય સભા 11 ઓગસ્ટના રોજ યોજાઈ હતી. જેમાં શેરધારકોએ ચૌહાણની નિમણૂકને 99.99 ટકા મતોથી મંજૂરી આપી હતી. ચૌહાણ અગાઉ BSEના મેનેજિંગ ડિરેક્ટર અને CEO હતા.

ચૌહાણે 26 જુલાઈએ NSEના વડા તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ ઓફ ઈન્ડિયા (સેબી) એ 18 જુલાઈએ જ ચૌહાણની નિમણૂકને મંજૂરી આપી હતી. તેઓ વિક્રમ લિમયેનું સ્થાન લેશે, જેમનો NSE ખાતેનો પાંચ વર્ષનો કાર્યકાળ 16 જુલાઈના રોજ સમાપ્ત થયો હતો.

કોણ છે આશિષકુમાર ચૌહાણ?

ચૌહાણે IIT અને IIMમાંથી અભ્યાસ કર્યો છે અને વર્ષ 1993થી 2000 દરમિયાન ક્ષેત્રમાં તેમના કાર્ય માટે, તેમને ભારતમાં આધુનિક નાણાકીય ડેરિવેટિવ્ઝના પિતા કહેવામાં આવે છે. તેમને નિફ્ટી ઈન્ડેક્સ પણ બનાવ્યો અને તે પ્રથમ સ્ક્રીન બેસ્ડ ટ્રેડિંગ બનાવવાના ઈન્ચાર્જ પણ છે. તેમણે IDBI સાથે બેંકર તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

વર્ષ 2009થી BSEમાં ચૌહાણે તેને 6 માઈક્રો સેકન્ડ પ્રતિભાવ સમય સાથે વિશ્વનું સૌથી ઝડપી એક્સચેન્જ બનવામાં પણ મદદ કરી. આ સાથે, તેમણે તેની આવકમાં પુનરુત્થાન કરવામાં મોટી ભૂમિકા ભજવી હતી. તેમણે ભારતમાં મોબાઈલ સ્ટોક ટ્રેડિંગની શરૂઆત કરી. ચૌહાણે બીએસઈનું નવા ક્ષેત્રોમાં વૈવિધ્યીકરણ કર્યું, તેમાં કરન્સી, કોમોડિટી અને ઇક્વિટી ડેરિવેટિવ્ઝ, MME, સ્ટાર્ટઅપ્સ, મ્યુચ્યુઅલ ફંડ અને વીમા વિતરણ, સ્પોટ માર્કેટ અને પાવર ટ્રેડિંગનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત ચૌહાણ પાસે BSE IPOને સફળતાપૂર્વક હેન્ડલ કરવાનો અનુભવ પણ છે. NSE તેના આગામી ચીફની શોધ કરતી વખતે આ જ ઈચ્છે છે. NSE લાંબા સમયથી તેનો IPO લાવવાની યોજના બનાવી રહી છે. ચૌહાણ વિક્રમ લિમયેનું સ્થાન લેશે, જેમનો પાંચ વર્ષનો કાર્યકાળ શનિવારે પૂરો થઈ રહ્યો છે. લિમયેએ લાયક હોવા છતાં નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)માં બીજી ટર્મ માટે અરજી કરી નથી.

Published On - 11:56 pm, Sun, 14 August 22

Next Article