વોલમાર્ટ સાથે જોડાણ કરીને ટાટા જૂથ રીટેલ ક્ષેત્રે કરશે શરુઆત

|

Oct 01, 2020 | 3:04 PM

અંબાણીની જીઓ માર્ટ સામે ઈ કોમર્સ બિઝનેસમાં તાતા એ પણ મેદાનમાં ઉતારવા કમરકસી છે. સોલ્ટ થી લઈ સોફ્ટવેર સુધીના બિઝનેસમાં નશીબ અજમાવી ચૂકેલ તાતા હવે ઈ-કોમર્સ બિઝનેસમાં ઉતરવા જઈ રહ્યા છે. તાતા જૂથ સુપર એપ લાવવાની યોજના તૈયાર કરી રહ્યુ છે.  તાતાના સોદા ખોટા નથી પડતા માટે રોકાણ માટે પણ પડાપડી છે. અમેરિકી કંપની વોલમાર્ટ […]

વોલમાર્ટ સાથે જોડાણ કરીને ટાટા જૂથ રીટેલ ક્ષેત્રે કરશે શરુઆત

Follow us on

અંબાણીની જીઓ માર્ટ સામે ઈ કોમર્સ બિઝનેસમાં તાતા એ પણ મેદાનમાં ઉતારવા કમરકસી છે. સોલ્ટ થી લઈ સોફ્ટવેર સુધીના બિઝનેસમાં નશીબ અજમાવી ચૂકેલ તાતા હવે ઈ-કોમર્સ બિઝનેસમાં ઉતરવા જઈ રહ્યા છે. તાતા જૂથ સુપર એપ લાવવાની યોજના તૈયાર કરી રહ્યુ છે.  તાતાના સોદા ખોટા નથી પડતા માટે રોકાણ માટે પણ પડાપડી છે. અમેરિકી કંપની વોલમાર્ટ રૂ. 1.8 લાખ કરોડનુ રોકાણ કરી મોટો હિસ્સો ખરીદવા તૈયારી બતાવી રહી છે.

વોલમાર્ટ 1.8 લાખ કરોડ રૂપિયા રોકાણ કરી શકે છે.  તાતા ગ્રુપ – વોલમાર્ટ ભાગીદારી શક્ય બનશે તો તે દેશના રિટેલ ક્ષેત્રમાં અત્યાર સુધીની સૌથી મોટી ડીલ ગણાશે. વોલમાર્ટે મે 2018માં ઇ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટમાં 66 ટકા હિસ્સો 1.18 લાખ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. હવે વોલમાર્ટ તાતા સાથે સંયુક્ત સાહસ કરવામાં રસ ધરાવી રહ્યા છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

વોલમાર્ટ સાથેની ડીલ થાય તો ભાગીદારી દ્વારા તાતા અને ફ્લિપકાર્ટના તમામ ઉત્પાદનો એક જ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ થશે. સુપર એપની વેલ્યુ  50 થી 60 અબજ ડોલર મુજબ 4.42 લાખ કરોડ રૂપિયા આંકવામાં આવે  છે. તાતાની આ સુપર એપ ડિસેમ્બર સુધી લોન્ચ કરવા પ્રયાસ કરાઈ રહ્યા છે. દેશમાં વધતા ઈ-કોમર્સ બિઝનેસને ધ્યાનમાં લેતાં તાતા જૂથે ક્ષેત્રમાં જંપલાવ્યું છે. એપ પર ખાણી-પીણીના સામાન ઉપરાંત ફેશન, લાઈફસ્ટાઈલ, અને બિલ પેમેન્ટની પણ સુવિધા મળશે. એપ તાતા જૂથના ઈ-કોમર્સ વેપાર તાતા ક્લિક, સ્ટાર ક્વિક, ક્રોમાની પ્રોડક્ટ્સ પણ આ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કરાવશે.

આ પણ વાંચોઃપાલિતાણા શેત્રુંજી તળેટીમાં ત્રણ સિંહ દેખાતા, પ્રદક્ષિણા કરતા જૈન શ્રેષ્ઠીઓમાં ચિંતા

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article