વિશ્વના સૌથી અમીર વ્યક્તિ એલન મસ્કે MBA પ્રોફેશનલ્સ પર ઉઠાવ્યો સવાલ

વિશ્વના સૌથી અમીર વ્યક્તિ એલન મસ્કે MBA પ્રોફેશનલ્સ પર ઉઠાવ્યો સવાલ
એલન મસ્ક

એલન મસ્કે કહ્યું કે ઘણાં એમબીએ ડિગ્રી ધારકો કંપનીઓમાં પ્રદૂષક તરીકે ભરેલા છે. જેમાં સર્જનાત્મક રીતે વિચારવાની અને ગ્રાહકોને તે આપવાની ક્ષમતા નથી, જે હોવી જોઈએ.

Gautam Prajapati

| Edited By: Bipin Prajapati

Feb 03, 2021 | 11:16 AM

વિશ્વના સૌથી મોટા અમીર એલન મસ્કએ એમબીએ પ્રોફેશનલ્સ દ્વારા ચલાવવામાં આવતી કંપનીઓની ટીકા કરી છે. તેણે જ્યારે પૂછવામાં આવ્યું કે અમેરિકન કોર્પોરેશનોમાં શું ખોટું છે? એલન મસ્કે કહ્યું કે ઘણાં એમબીએ ડિગ્રી ધારકો કંપનીઓમાં પ્રદૂષક તરીકે ભરેલા છે. જેમાં સર્જનાત્મક રીતે વિચારવાની અને ગ્રાહકોને તે આપવાની ક્ષમતા નથી, જે હોવી જોઈએ.

‘ધ સ્ટ્રીટ સ્ટ્રીટ જર્નલ’ના ઓનલાઈન CEO કાઉન્સિલની વાર્ષિક સમિટ દરમિયાન દર્શકો સામે નેતૃત્વ વિશે વાતચીત કરતા મસ્કએ આ ટિપ્પણી કરી હતી. આમાં એલને અધિકારીઓને તેમની સ્પ્રેડશીટ્સથી દૂર જઈ અને બોર્ડ રૂમમાંથી નીકળીને ફેક્ટરીના ફ્લોર પર જવા પ્રોત્સાહિત કર્યા.

એલન મસ્કએ કહ્યું કે ‘મને લાગે છે કે ઘણી એવી કંપની એમબીએ પ્રોફેશનલ્સ દ્વારા ચલાવવામાં આવે છે. પરંતુ જ્યાં સુધી હું માનું છું અમેરિકાના એમબીએ-કરણ તેટલું મહાન નહીં. તેમણે ઉત્પાદન અથવા સેવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, બોર્ડ મીટિંગ્સ અને નાણાકીય વ્યવહારો પર ઓછો સમય આપવો જોઈએ.’

મસ્કની આ કોમેન્ટ પર ત્યાં હાજર બિઝનેશ સ્કૂલના વડાઓએ પલટવાર કરીને કહ્યું કે ‘મસ્કની ટિપ્પણીઓ એમબીએ કાર્યક્રમોમાં જે શીખવવામાં આવે છે તેની સાથે વાસ્તવિકતા સાથે મેળ નથી ખાતી. તેમજ ઘણા વિદ્યાર્થીઓ જેઓએ હમણાં ગ્રેજ્યુએશન કર્યું છે. તેઓ વોલ સ્ટ્રીટની જગ્યાએ સાહસિકતા અને તકનીકમાં વધુ રસ ધરાવે છે.

કોલમ્બિયા બિઝનેસ સ્કૂલના ભૂતપૂર્વ ડીન ગ્લેન હબર્ડે કહ્યું કે, ‘એક એમબી વ્યક્તિએ ઉદ્યોગસાહસિકોને જરૂરિયાત માટે પાયો આપે છે. જેમાં ગ્રાહકોની જરૂરિયાતો માટે શું ઉત્પાદન કરવું, એની વ્યૂહરચના વિકસિત કરવી, ફાઇનાન્સિંગ પ્લાન બનાવવા અને એક ટીમ બનાવવી વગેરે કામ શામેલ છે.’

આ ઉપરાંત હાવર્ડે કહ્યું કે એલન દૂરંદેશી છે. પરંતુ ઘણા CEO એક MBAની ટીમ સાથે મળીને સારી કામગીરી કરે છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati